________________ - શ્રી માનતુંગસૂરિ ચરિત્ર. (181 ) એટલે શ્રી માનતુંગઆચાર્ય એકાગ્ર મનથી ભક્તામર સ્તોત્ર બોલવા લાગ્યા. જેના ચુમાળીશ કાળે બેલતાં પ્રત્યેક કાવ્યે એક એક સાંકળ–તડાક દઈને તુટતી ગઈ, એમ સંપૂર્ણ સ્તોત્ર બેલી રહેતાં બધી સાંકળ તુટી ગઈ અને શ્રી માનતુંગસૂરિ તરત મુકત થયા, પછી દ્વારા પોતાની મેળે ઉઘડી જતાં સંયમરકત તથા સદા ગંભીર એવા ગુરૂ શૃંખલા રહિત થતાં શોભવા લાગ્યા, ત્યાંથી રાજસભામાં આવીને તેમણે રાજાને ધર્મલાભરૂપ આશિષ આપી ત્યારે પ્રભાતે પૂર્વાચલથી નિકળતા મહાતેજસ્વી સૂર્ય સમાન તે દીપવા લાગ્યા. આ બધું આશ્વર્ય જોતાં રાજા કહેવા લાગ્યું કે –“શમભાવ પણ અદ્ભુત છે અને ભકિત પણ અસાધારણ છે. વળી દેવ-દેવીના આધારવિના આવું અદ્દભુત તેજ કેનું હોય? હે ભગવન ! આ દેશ, નગર અને હું પણ ધન્ય છું, તથા આ દિવસ પણ પવિત્ર છે કે જ્યાં પ્રતિભાયુકત આપનું વદનકમળ મારા જેવામાં આવ્યું. તે પવિત્રતાના ધામ ! આપ મને સુકૃતરૂપ આદેશ કરે છે જેથી આપને અનુગ્રહ, જન્મપર્યત મારૂં રક્ષણ કરનાર થાય.” | એ પ્રમાણે રાજાનું વચન સાંભળતા આચાર્ય કહેવા લાગ્યા કે અર્કિ ચન ( નિઃ પરિગ્રહ) અમે કઈ પણ કાર્યમાં લક્ષમીને ઉપયોગ કરતા નથી, પૂર્વક ઉપદ્રવ દૂર નિવારીને તું જૈન ધર્મનું પરિપાલન કર.” એટલે રાજાએ જણાવ્યું કે- આપના દર્શન વિનાજ આટલે કાળ હું જેનમાર્ગનું સેવન ન કરી શક્યો, તેથી છેતરાયો. અવળી મને એવો ગર્વે હતું કે બ્રાહ્મણેજ પ્રભાવશાળી છે કે જેમણે દેવને સંતુષ્ટ કરીને પોતાનો પ્રભાવ મને બતાવ્યું પરંતુ અહંકારથી પરસ્પર વિવાદ કરતાં તે વિરામ ન પામ્યા. જે વિદ્યાથી ગર્વ વધે, તે વિદ્યા નહિ પણ એક પ્રકારને મતિમ છે. જેમને સર્વોત્કૃષ્ટ પ્રભાવ છે, અભુત પ્રશમ છે તથા અસાધારણ સંતેષ છે, તેમને કહેલ ધર્મ પરીક્ષાવડે શુદ્ધજ હેય. માટે હવે હું આપના ઉપદેશનેજ સ્વીકાર કરું છું. હવેથી કટુ દ્રવ્યને ત્યાગ કરીને સ્વાદિષ્ટ દ્રવ્ય ગ્રહણ કરું છું, તે આપ મને આદેશરૂપ અમૃતથી તૃપ્ત કરો. આ એ પ્રમાણે રાજાનું વચન સાંભળતાં આચાર્ય મહારાજ કહેવા લાગ્યા કે— હે નરેંદ્ર! સુપાત્ર, અનુકંપા અને ઉચિત-એ ત્રણ પ્રકારના દાનમાં રૂચિકર, જિનચૈત્યને જીર્ણોદ્ધાર અને જિનબિંબ કરાવજે.” એવામાં મંત્રી કહેવા લાગે –“હે સ્વામિન્ ! બ્રાહ્મણના પરિચયથી તમને અજ્ઞાન-મિપ્યાત્વરૂપ કાજળ લાગેલ છે, તે જૈનાચાર્યના આદેશરૂપ ક્ષીરથીજ જેવાઈ જશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust