________________ ( 180), સી પ્રભાવક ચરિત્ર.' એટલે પ્રધાને જણાવ્યું કે હે સ્વામિન ! જે તમે સાંભળો, તો હું નિવેદન કરૂં. જૈન વેતાંબરાચાર્ય શ્રી માનતુંગ નામે એક વિદ્વાન મહાપ્રભાવસંપન્ન છે અને તે હાલ આપના નગરમાં બિરાજમાન છે, જે તમારે કૌતુક જેવું હોય, તે તે ગુરૂને તમે અહીં બોલાવે, એટલે તમારા મનમાં જેવું આશ્ચર્ય હશે, તેવું તે પૂર્ણ કરશે.” - એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે- એ સત્પાત્રને સન્માનપૂર્વક બેલાવો. કારણ કે તેવા નિઃસ્પૃહ પુરૂષ આગળ રાજા શું માત્ર છે.?” ' એટલે મંત્રી ત્યાં જઈ, ગુરૂને નમન કરીને કહેવા લાગ્યો–“રાજા આપને વાત્સલ્યથી લાવે છે, માટે પધારે.” ત્યારે ગુરૂ બોલ્યા- હે મહામંત્રિન ! અમારે રાજાની પાસે શું પ્રયોજન છે? પરભવના સાધક એવા અમો નિ:સ્પૃહ મુનિઓ માટે તે ભૂમિ ઉચિત નથી.” આથી મંત્રી પુન: બે હે ભગવન ! ભાવનાથી શ્રેષ્ઠ પ્રભાવના થાય છે. આપને શાસનની પ્રભાવના કરવાની છે અને તે રાજાને પ્રસન્ન કરવાથી થાય તેમ છે.” આવા પ્રકારના મંત્રીના આગ્રહથી શ્રી માનતુંગસૂરિ રાજભવનમાં આવ્યા એટલે રાજાએ ઉભા થઈને તેમને સન્માન આપ્યું, ત્યારે ધર્મલાભરૂપ આશિષ આપીને તેઓ ઉચિત આસને બેઠા. એવામાં રાજા કહેવા લાગ્યો કે- પૃથ્વીપર બ્રાહ્મણે કેવા મહાપ્રભાવી છે કે એકે સૂર્યને આરાધીને પોતાના શરીરમાંથી રોગ કહાલ્યો અને બીજાએ ચંડિકાની સેવા કરીને હાથ પગ મેળવ્યા. તે હે યતિનાયક ! જે તમારામાં કોઈ અદ્દભુત શકિત હોય, તે અત્યારે કંઈક ચમત્કાર બતાવો.” એ પ્રમાણે સાંભળતાં ગુરૂ બોલ્યા કે –“હે રાજન ! અમે ગૃહસ્થ નથી કે ધન, ધાન્ય, ગ્રહ, ક્ષેત્ર, કલત્ર, પુત્રાદિકને માટે રાજાને રીઝવીએ કે લૌકિક ક્રિયા અથવા વિદ્યાને પ્રાપ્ત કરીએ, પરંતુ અમારે તે શાસનને ઉત્કર્ષ કરવો, એ અમારી ફરજ છે.” એમ ગુરૂ બોલતા હતા, તેવામાં રાજાએ આદેશ કર્યો કે– એમને પગથી મસ્તક પર્યત નિગડ (સાંકળ) વતી બાંધે અને નિબિડ અંધકારમાં બેસાડી મુકો.” એમ રાજાને હુકમ થતાં રાજપુરૂષાએ લેહના યંત્ર સમાન ગુરૂને લોખંડનીની ગુમાળીશ સાંકળવતી બાંધ્યા અને પછી ઉપાડીને એક તમો વ્યાપ્ત ઓરડામાં બેસારી, તેના દ્વાર-કપાટ બંધ કરી દીધા, વળી ત્યાં જબરજસ્ત એક લેખંડનું તાળું લગાવી દીધું. એ ઓરડામાં પાતાલ સમાન સેયથી ભેદાય તે અંધકાર વ્યાપી રહ્યો હતો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust