________________ ( 182 ) શ્રી પ્રભાવક ચરિત્ર..! - ' એ પ્રમાણે સદ્ગતિના પ્રદેશ સમાન ધર્મોપદેશ આપીને આચાર્ય મહારાજ પોતાના સ્થાને ચાલ્યા ગયા. આ વખતે તેમણે સર્વ ઉપદ્રનો નાશ કરનાર જે ભક્તામર સ્તોત્ર બનાવ્યું, તે અદ્યાપિ ભૂતલપર પ્રખ્યાત છે. છે. હવે કોઈવાર કર્મની વિચિત્રતાથી તેમને ઉન્માદ–રોગ થઈ આવ્યું. કારણકે શિલાકાપુરૂષે પણ કર્મથી સંડોવાયા છે. એટલે તેમણે ધરણેનું સ્મરણ કરી, તેને અનશનને માટે પૂછ્યું. ત્યારે ધરણેન્દ્ર બે -“હે ભગવન્ ! અદ્યાપિ આપનું આયુષ્ય બાકી છે, તો તે ક્ષીણ કેમ થઈ શકે? કારણકે આપ જેવાનું આયુષ્ય અનેક પ્રાણુઓને ઉપકારરૂપ થાય છે.” એમ કહીને છેલ્લે તેમને અઢાર અક્ષર મંત્ર આવે, કે જેના સ્મૃતિ-જળથી નવ પ્રકારના રોગો નષ્ટ થાય. પછી ધરણેન્દ્ર પાતાળમાં ચાલ્યો ગયે. ; પછી શ્રીમાનતુંગસૂરિએ તે મંત્રાક્ષ અનુસારે ભયહર સ્તવન બનાવ્યું કે જે અદ્યાપિ પ્રવર્તમાન છે. તે મંત્રના પ્રભાવથી શ્રી ગુરૂ મહારાજને દેહ હેમંતઋતુના કમળની શોભા સમાન થઈ ગયે, કારણ કે અદ્ભુત તેજના નિધાન એવા તેમને એવું શું દુર્લભ હોય? જે પુરૂષ સવારે અને સાંજે શુભ ભાવથી એ સ્તવન ભણે તેના વિવિધ ઉપસર્ગો બધા દૂર થાય છે. * " એ પ્રમાણે શ્રીમાનતુંગ આચાર્યો અનેક પ્રકારે જિનશાસનને ઉદ્યોત કરી, સન્મતિ શિષ્ય ઉપજાવી, ગુણના નિધાન એવા ગુણકર નામના એક શિષ્યને પિતાના પદે સ્થાપી, પ્રાંતે અનશન લઈને સ્વર્ગે ગયા. એ રીતે સ્થિરતા ઉપજાવનાર જૈનધર્મરૂપ પ્રાસાદના સ્તંભરૂપ તથા સુકૃતરૂપ મહાપટ્ટ (તબુ) ના અવખંભરૂપ એવું શ્રીમાનતુંગ પ્રભુનું ચરિત્ર, મેં ક્યાંકથી સાંભળી તેમજ સંપ્રદાયથકી મેળવીને અહીં કંઇક કહી બતાવ્યું. તેમાં કંઈ ન્યૂનતા કે અલના રહી ગઈ હોય, તો બુદ્ધિપ્રધાન પંડિતોએ હાસ્ય ન કરતાં તે સુધારી લેવા કૃપા કરવી. : : શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરેવરને વિષે રાજહંસ સમાન તથા શ્રી રામ અને લક્ષમીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ પોતાના વિચારપર લેતાં શ્રી પ્રદ્યુનસૂરિએ શોધેલ શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂ૫ રોહણાચલને વિષે શ્રીમાનતુંગસૂ રિના અદભુત ચરિત્રરૂપ આ બારમું શિખર થયું. ઈતિ શ્રી માનતુંગસૂરિ-પ્રબંધ. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust