________________ (176 ) - શ્રી પ્રભાવક ચરિત્ર. લેક સાંભળવાથી તે સંક્રાંત થઈને બોલી ઉઠ્યો કે-“હે ભદ્ર! સુષ શબ્દને ઠેકાણે તું ચંડી શબ્દનો ઉપયેગ કર, કારણ કે એ દઢ કોપ કરનારીને તેજ શબ્દ ઉચિત છે.” પિતાના મુખથી એ શબ્દો સાંભળતાં લજજાથી તેણે પોતાનું મુખ નમાવી દીધું અને તે ચિંતવવા લાગી કે–અહો ! રાત્રિને મારે બધે વૃત્તાંત પિતાએ સાંભળી લીધો હશે, માટે મૂખ અને અવિચારપણે વર્તનારી એવી મને ધિક્કાર છે.” એમ ધારી તેને પોતાના પરજ તિરસ્કાર છુટયો, તથા પિતાપર તેને ભારે ક્રોધ આવ્યો એટલે માન મૂકીને શંકરપર જેમ ગંગા અને પાર્વતી પ્રેમ રાખે, તેમ તે પોતાના પતિપર સ્થિર પ્રેમ રાખવા લાગી. વળી તેને વિચાર આવ્યો કે-“અહો ! મારે પિતા સુજ્ઞશિરોમણિ છતાં બાલ્યાવસ્થાથીજ શું એ બ્રાંત (બ્રમિત) છે? એ મશ્કરાએ આવા અનુચિત શબ્દો કેમ ઉચ્ચાર્યા? તેવા પુરૂષને કુલીન એવી પોતાની માતા, બહેન કે પુત્રી સામે આવું અવાએ વચન બોલવું શું ઉચિત છે? ના, તેમ કદિ બલવું નહિ જોઈએ.” એમ ધારી કોપના આવેશમાં સ્પષ્ટાક્ષરે તેણે પિતાને શ્રાપ દીધો કે– ક્રિયાભ્રષ્ટ, અવજ્ઞા પામેલ અને રસલુખ્ય તું કેઢીયો થા.” એટલે તેણના શીલપ્રભાવથી વેત અંગે ચંદ્રક (ચાંદા) નીકળતાં તે પ્રથમ કલાપી અને મયૂર હતું અને અત્યારે ચંદ્રકી (ચાંદાયુક્ત કુકી અથવા મયૂર) થઈ ગયો. પછી બાણ પર બહુ સ્નેહ દર્શાવતી તે પિતાના ઘરે ચાલી ગઈ. તે વખતે પિતાનું દુર્વચન તેણીને બેધદાયક થઈ પડયું. હવે પોતાને સદ્ય કોઢયુક્ત જેઈને મયૂર વિપ્રને ભારે પશ્ચાત્તાપ થવા લાગ્યો. તે રાજસભામાં ન જતાં નીચું મુખ કરીને પોતાના ઘરમાં જ બેસી રહ્યો. એમ પાંચ છ દિવસ તે રાજભવનમાં ન ગયે. એવામાં અહીં બાણ પણ તેના પર ક્રોધ લાવીને તેના ઘણા દેષ પ્રકાશવા લાગે એ મયુર, ભેગી (સર્પ) ના ભેગ (શરીર) નો વિનાશ કરવામાં એક પ્રતિજ્ઞા કરનાર, મલિન અંગને ધારણ કરનાર, મિત્રના સમાગમે લજજા-સ્થાનને પ્રગટ કરનાર તથા મયુર સમાન શરીરે ચંદ્રકી (ચાંદાવાળો) હોવાથી અને ચિત્રીયુક્ત થવાથી તે પાપી રાજસભામાં આવવાને લાયક નથી.’ એ પ્રમાણે સાંભળતાં રાજા કહેવા લાગ્યો કે-“શું મયૂર કઢથી દૂષિત થયો છે, એ સત્ય વાત છે ? ' એમ આશ્ચર્ય થવાથી રાજાએ તેને પોતાના માણસે મેકલીને બોલાવ્યો. એટલે પિતે તે સ્થાને આવવાને ઇચ્છતો ન હતો, છતાં રાજાની આજ્ઞાને લીધે વસ્ત્રાદિકથી પિતાના શરીરને બરાબર આચ્છાદિત કરીને તે રાજસભામાં આવ્યું. ત્યાં મયૂરને સાક્ષાત આવેલ જોઈને બાણ કહેવા લાગે કે– શીતથી રક્ષણ પામવા માટે વસ્ત્રથી શરીર આચ્છાદિત કરીને આવરકર (પંડિત પ્રધાન) રાજસભામાં આવ્યો છે. " પછી પિતાના ઘરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust