________________ શ્રી બપ્પભદિસરિચરિત્ર. (16) નમસ્કારરૂપ મંત્ર સાંભળતાં તથા શ્રીજિનેશ્વર અને સન્મિત્ર ગુરૂના ચરણનું સ્મરણ કરતાં શ્રીમાન નાગાવલેક (આમ) રાજા સ્વર્ગસ્થ થયે. * એટલે કંઇક મિત્રના મેહને લીધે પાસે રહેલા શ્રીબપ્પભદિ ગુરૂએ ત્યાં રહીને તેના સમાન પ્રધાન પુરૂષના હાથે તેનું મૃતકાર્ય કરાવ્યું. પછી કંઈક શોકઉમિથી સંતપ્ત થયેલ તથા રાજાના ગુણે વારંવાર યાદ કરતા શ્રીગુરૂ ઉદ્વેગપૂર્વક કરૂણ સ્વરે આ પ્રમાણે, કહેવા લાગ્યા “આ 890 મું પણ વર્ષ ન થાઓ, ચિત્રા નક્ષત્ર પણ ન હો, તે ભાદરવા મહિનાને ધિક્કાર થાઓ, તે ખલ શુકલપક્ષને પણ ક્ષય થાઓ, સિંહ રાશિમાં સંક્રાંતિ તથા શુક્રવારની પંચમી અગ્નિમાં પડે કે જ્યાં નાગાલેક રાજા ગંગાના જળ–અગ્નિમાં સ્વર્ગસ્થ થયે.’ એ પ્રમાણે શેક કરતા શ્રીઅ૫ભક્ટિ મુનીશ્વર નિરૂપાય થઈને દુંદુક રાજાના કાન્યકુજ નગરમાં પાછા આવ્યા.. હવે દુંદુક રાજા કંધા નામની વેશ્યામાં આસક્ત થયે, તેથી તે વેશ્યાના વચનથી મૂઢ બનેલ રાજા, ભાગ્યોદય અને કળાના વિલાસરૂપ એવા પિતાના ભેજપુત્રપર પણ દ્રોહ કરવા લાગ્યો. અહા ! અવિવેકના અગ્રસ્થાનરૂપ વેશ્યાસમાગમને ધિક્કાર થાઓ. આથી દુઃખિત થયેલ તેની માતાએ તે વૃતાંત પિતાના બાંધવોને નિવેદન કર્યો. કારણ કે સંકટમાં કુલીન કાંતાઓને પોતાનું પીયરજ શરણરૂપ છે. એટલે તેણુને બાંધએ આવીને પુત્ર જન્મના બહાને ભેજને બોલાવ્યો. ત્યારે અનુજ્ઞા મેળવવા માટે તે રાજભવનમાં ચાલ્યા. આ વખતે આચાર્ય મહારાજના સૂચનથી મહેલના દ્વાર પર શસ્ત્રધારી પુરૂષોને જાણીને તે પાછો વન્યો અને પોતાના મામા સાથે પાટલીપુરમાં ચાલ્યા ગયા. એવામાં એકદા મત્સર ધરાવનાર દુંદુક રાજાએ આચાર્ય મહારાજને જણાવ્યું કે –“તમે મારા પર પ્રસાદ લાવીને તે ઉત્તમ પુત્રને લઈ આવો.” એટલે ઉત્તરોત્તર ધ્યાન, યેગાદિના પ્રારંભથી તેમણે પાંચ વરસ વ્યતીત કર્યા, ત્યાં પોતાના આયુષ્યનો અંત નજીક આવ્યો. એવામાં સમય પર રાજાએ ભારે આગ્રહ કરીને ગુરૂને આદરપૂર્વક પુત્રને બોલાવવા માટે મોકલ્યા. ત્યારે ગુરૂ તે નગરને પાદર આવી ચિંતવવા લાગ્યા કેજે ભેજને ત્યાં લઈ જઈશ, તે રાજા તેને મારી નાખશે, અને ન લઈ જતાં તે મૂખ ભારે ઈર્ષો લાવી મુનિઓને ઉપદ્રવ તથા શાસનની હીલણા કરશે.” માટે હવે અનશનથી મૃત્યુ સાધી લેવું એજ ઉચિત છે.” એમ ધારી અનશન કરી, ગીતાર્થ મુનિઓ પાસે આદરથી આરાધના કરાવતાં પોતે શ્રી બ૫ભદ્રિ મુનિરાજે અધ્યાત્માગથી એકવીસ દિવસ વ્યતીત કરી દશમા દ્વારથી પોતાના પ્રાણ છોડયા અને ઈશાન દેવલોકમાં તે દેવપણે ઉત્પન્ન થયા. વિક્રમ સંવના 800 વ્યતીત થતાં ભાદરવા માસની ત્રીજ અને રવિ• 22 . '. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust