________________ | 1 - મા પ્રભાવ, ચરિત્ર. III રતિ સુખ પછી પોતાના એક હાથનો ભાર શેષનાગપર મૂકી અને બીજા હાથે વસ્ત્ર પકડીને ઉડતી તથા છુટી ગયેલ અંબોડાના ભારને ખંભાપર વહન કરતી એવી લક્ષમીની દેહકાંતિથી રતિ સુખમાં બમણું પ્રીતિ લાવનાર કૃષ્ણ તેના શરીરને આલિંગન કરી શાપર શિથિલ ભુજાએ લઈ ગયે, એવું તે લક્ષમીનું શરીર તમને પાવન કરો. લેક સમક્ષ પ્રમાણ કરી અંજલિ જેડીને જે સંધ્યા યાચના કરે છે, વળી હે નિર્લજ ! શિરપર જે બીજીને વહન કરે છે, તે પણ મેં સહન કર્યું સમુદ્રમંથન માં હરિને લક્ષમી મળી, તો તે વિષનું ભક્ષણ શા માટે કર્યું ? માટે હે લલના લંપટ ! તું મને અડકીશ નહિ એમ પાર્વતીથી પરાભવ પામેલા શંકર તમારું રક્ષણ કરે. - હે આજ ! તેં જળમાં અમેધ્ય બીજ વાવ્યું તેથી તું ચરાચર જગતના કારણરૂપ કહેવાય છે. . હે વાક્ષતિરાજ ! તે કુળને પવિત્ર કર્યું, માતા તારાથી કૃતાર્થ થઈ, વસુંધરા તારાથી પુણ્યવતી થઈ કે જેનું અંતર જ્ઞાનના સુખસાગરમાં મગ્ન થયેલ ચિત્ત બ્રહ્મમાં લાગી રહ્યું છે.' એ પ્રમાણે કાનને કટુ લાગે તેવું વચન સાંભળતાં તેણે શિર ધુણાવ્યું અને મનમાં ફ્રભાતાં નાસિકા મરડીને કહેવા લાગ્યો કે–“હે મિત્ર આ રસિક કાવ્યોની પ્રશંસા શું કરું ? આ અવસર કે છે ? તારી મિત્રાઈ આવી કેમ? આ શું બમ્પટ્ટિને ગ્યા હોય તેવું કથન છે? અત્યારે તે પારમાર્થિક વચનથી મને બધ આપવાને અવસર છે.” એટલે ગુરૂ કહેવા લાગ્યા કે–“હે મિત્રવર્ય ! સારૂં!સારૂં ! આ જ્ઞાનને હું વખાણું છું. પરંતુ હવે તને કંઈક મારે પૂછવાનું છે, તે એ કે તારી આગળ મેં જે દેવનું સ્વરૂપ કહી બતાવ્યું, તે યથાર્થ છે, વિપરીત નથી, છતાં તારૂં મન કેમ દૂભાય છે ? જે પ્રત્યક્ષ સંદેહાત્મક છે, તે વિપરીત કેમ હોઈ શકે ? રાજ્યાદિક ઈચ્છાના વશથી આ કાર્યમાં જે તારી પ્રવૃત્તિ હોય, અથવા પરમાર્થની પ્રાપ્તિને માટે પ્રથમ વિકલ્પ હોય, તો અમારે સંમત છે કે દેવ અને રાજાઓની તારે આરાધના કરવી; પરંતુ સંશય વિના સ્નેહી જનોને શત્યાનુસાર ઈષ્ટ બતાવવું. હવે જે તારે પરમાર્થ સાધવાની ઈચ્છા હોય, તે તું તત્ત્વનો વિચાર કર. સંસારની ઉપાધિમાં મગ્ન થયેલા દેવતાઓ જે મુક્તિ આપતા હય, તે એ બાબતમાં અમારે કઈ જાતને મત્સર નથી, હું પોતે બધું જાણી શકે તેમ છે.' એ પ્રમાણે પંકને દૂર કરવામાં જળ સમાન એવું ગુરૂનું વચન સાંભળતા, અસ્માત ભયથી જેમ હેડકી ચાલી જાય, તેમ તેને ગર્વ બધો દૂર થઈ ગયે. તે તમાં આવી ને તરત કહેવા લાગ્યું કે અહે મારા પુછયનો ઉદય થયો કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust