________________ શ્રી બપ્પભદિસરિચરિત્ર. ( 11 ) આવા અવસરે મારા સાચા મિત્ર મને આવી મળ્યા. હવે મારા પર તમે ઉપકાર કરો.” એમ કહી સાવધાનપણે વાકપતિરાજ મૌન ધરી રહ્યો, એટલે ધર્મ, દેવ અને ગુરૂરૂપ તત્ત્વત્રથી સમજાવતાં શ્રી બપ્પભદ્રિ સૂરિ કહેવા લાગ્યા કે— ધર્મતત્વ:-- “ત્રણે કાળે વર્તનારા નવ તો સહિત છ દ્રવ્યો, છ કાય, છ લેશ્યા, પંચાસ્તિકાય, વ્રત, સમિતિ, ગતિ, જ્ઞાન અને ચારિત્રના ભેદે,ત્રિભુવનના હિતકારી શ્રી જિનેશ્વર દેવોએ જે બતાવેલ છે, તે મોક્ષના મૂળરૂપ છે, તેનામાં જે સુજ્ઞ શ્રદ્ધા રાખે છે, તે સમજે છે, સમજવાની લાગણી ધરાવે છે, તે શુદ્ધ દષ્ટિ સમજવો, તે સમ્યગ્દષ્ટિ જાણ. દેવત: સર્વજ્ઞ જિનેશ્વર, યાદવકુળમાં તિલક સમાન કૃષ્ણ, ઉત્સંગમાં પાર્વતીને ધારણ કરનાર શંકર, નિરંતર જપમાળાને ધારણ કરનાર બ્રહ્મા, કૃપાળુ બુદ્ધ, કે જગતને પ્રકાશિત કરનાર સૂર્ય અથવા અગ્નિ–ગમે તે હોય, પણ રાગાદિ દોથી જેનું હૃદય કલુષિત થયેલ નથી, તે દેવને મારા નમસ્કાર થાઓ. | ગમે તે સમયે, ગમે તે રીતે, અને ગમે તે નામથી જે તે દેવ, દેશની કલુષતાથી રહિત હોય, તે હે ભગવન્! તે તું એકજ છે, માટે તને મારા નમસ્કાર છે. મદ, માન, કામ, ક્રોધ, લોભ અને હર્ષ–એ છ રિપુથી પરાજિત થયેલા દેવ બીજાને સામ્રાજ્ય રૂપ વ્યાધિ આપે તે વૃથાજ છે. મુનિઓ જેને મુગટ સમાન સમજીને મસ્તકે ધારણ કરે છે, તે અક્ષય, નિરંજન અને પરમપદને પ્રાપ્ત થયેલા દેવ સદાને માટે અશરીરી છે, તે કદાપિ અવતાર લેતા નથી. ગુરૂતવઃ પંચ મહાવ્રતને ધારણ કરનાર, પંચ પરમેષ્ઠીનું ધ્યાન ધરનાર, પંચંદ્રિયોને નિગ્રહ કરનાર, પાંચ વિષયથી વિરક્ત, પાંચ સમિતિધારી, અનેક ગુણગણુલંકૃત, આગમાનુસારે વર્તનાર, કુવિધિ કદાગ્રહનો ત્યાગ કરનાર, પરમાર્થ બુદ્ધિથી ભવ્યજનેને પ્રતિબંધ આપનાર, અજ્ઞાન દષથી વિમુક્ત, છકાય જીવની રક્ષા કરનાર, મત્સર રહિત, કેસરી સમાન, ત્રણ ગુપ્તિથી ગુપ્ત, કુક્ષિશંબલ એટલે માત્ર ભિક્ષાથી જીવન નિર્વાહ ચલાવનાર અને ધનની મૂછોને તજનાર એવા મારા ગુરૂ છે. ગૃહસ્થ ગુરૂની કેણ ઉપાસના કરે ? જે સારંભી ગૃહસ્થ સારંભી ગુરૂને માને અને પૂજે, તે કાદવથી કાદવ જોવા જેવું છે. અર્થાત્ તેથી મલિનતા કેમ જાય?” P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust