________________ શ્રી બપ્પભદિસરિ-ચરિત્ર. ( ૧૬પ ). “શુદ્ધ હવા દુર્ય, IT વિનુંપત્તિ " તે બંનેના ભિક્ષાપાત્ર અને કડછી કાગડાઓ આવીને ઉચ્છિષ્ટ કરે.” એમ સાંભળતાં સંતુષ્ટ થયેલ રાજા તે કલ્યાણ અને બુદ્ધિના નિધાન એવા ગુરૂને કહેવા લાગ્યો કે– મારા મિત્ર વિના આ મેં સાક્ષાત્ જોયેલ સમસ્યા કણ પૂરે?” * એ પ્રમાણે સત્ય, મિત્રતા અને માર્દવના લેપમાં ભીતિ ધરાવનાર રાજા, ગુરૂના મુખકમળને વિષે નિરંતર ભ્રમર થઈને રહેવા લાગ્યો. એવામાં એકદા સમસ્ત કળાઓના આધારરૂપ તથા ચિત્રકર્મમાં ભારે કુશળ એવો એક ચતુર ચિત્રકાર ત્યાં આવ્યો. “પૂર્વે બરાબર આળેખેલ હોય અને પછી મલિન વભ્રવતી આચ્છાદિત કરેલ હોય, રંગીન વર્ષોથી પૂર્ણ અને સ્પષ્ટ રેખાવાળું હોય તેવું અલક્ષ્ય ચિત્ર પણ હું સુધારી શકું, નહિંત પ્રાણ આપવા તત્પર થાઉં” એમ પિતાની અદભુત કળાને લીધે પ્રતિજ્ઞા કરનાર એવા તે ચિત્રકારે એક વિકટ પટપર તેર ભાગમાં રાજાનું રૂપ ચિત્રી તે સુંદર ચિત્ર તેણે રાજાને બતાવ્યું, પણ રાજા તે મિત્રના ગુણેની રમણીયતામાં લુબ્ધ હતા, ઈચ્છા વિના અવલોકન કરતાં તેણે ચિત્રકારને જવાબ પણ ન આપ્યા, એમ તેણે ત્રણવાર ચિત્ર બનાવ્યું છતાં રાજાએ તેને બોલાવ્યા નહિ. આથી ખેદ પામતાં દીન વચનથી તે બીજા પ્રેક્ષકોને કહેવા લાગ્યા કે—“મારા હાથ છેદી નાખું કે કપાળ ફોડું? ભાગ્યહીન એવા મને કળાથી કંઈ લાભ ન મળે; હું ખેદની વાત કેટલી કહું?” ત્યારે કેટલાક દયાળુ પ્રેક્ષકો બેલ્યા કે-“બપ્પભદિ ગુરૂને તું તારી ચિત્રકળા બતાવ.” એટલે તેણે જિનબિંબ ચિત્રીને ગુરૂને આપ્યું. આથી તેમણે તેની પ્રશંસા કરતાં રાજા આગળ કહ્યું કે –“આ ચિત્રકાર કળામાં ભારે પ્રવીણ છે.” એમ સાંભળતાં રાજાએ પ્રદપૂર્વક તેને એક લાખ રૂપિયા આપ્યા. પછી તેણે ચાર ચળકતા પટમાં તેણે શ્રીવર્ધમાનસ્વામીનું બિંબ ચિતર્યું. તેમાંનું એક કાન્યકુજ નગરમાં સ્થાપન કર્યું, એકમથુરા નગરીમાં, એક અણહિલપુરમાં અને એક સતારક નગરમાં ગુરૂએ પ્રતિષ્ઠાપૂર્વક સ્થાપન કર્યું. શ્રીપાટણમાં મ્યુ. ૨૭ભંગથી પૂર્વે મહત્યની અંદર હતું અને તે વખતે ત્યાં ધાર્મિક પુરૂષના જેવામાં આવેલ હતું. વળી શ્રીબપ્પભટ્ટ આચાર્યો શિષ્ય કવિઓને સારસ્વત મંત્ર સમાન તારાગણુદિ બાવન પ્રબંધે રચ્યા. - હવે એકદા આમ રાજાએ શત્રુઓને જીતતાં, સમુદ્રસેન રાજાથી અધિષ્ઠિત એવા રાજગિરિ દુર્ગને ઘેરે ઘાલ્યો, કે જે ગજ, અવે, રથ અને પદાતિઓના ઉચે ઉછળતા કોલાહલથી એક શબ્દમય જણાતે, સમગ્ર ઉંચા પ્રકારની સામગ્રીને જ્યાં સંગ્રહ કરવામાં આવ્યો હતો, વિગ્રહ કરતા શત્રુઓને લાખે પ્રપંચોથી જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust