________________ ( 166 ) શ્રી પ્રભાવક ચરિત્ર. દુર્વાહ્ય હતો, બાહા ભૂમિને તેડી નાખનાર ભરવાદિ મહામંત્ર, યષ્ટિ અને છેડેલા પત્થરના ગળામાંથી જ્યાં કિલ્લા ઉપરનો ભાગ ભગ્ન થતો હતો, ગઢની દિવાલ ઉપરના કાંગરાઓથી જે આકાશની સાથે વાત કરતો હતો, વૃક્ષઘટાને લીધે સૂર્ય અને ચંદ્રમાને સંચાર પણ જ્યાં મુશ્કેલીથી થતો હતો, તથા પડતા અત્કૃષ્ણ તેલ અને સુરંગાદિક પ્રપંચથી પણ જ્યાં શત્રુઓનું બળ નિષ્ફળ જતું હતું, ત્યાં ભારે પ્રપંચ અને પરિશ્રમ કરતાં કંટાળી ગયેલ આમરાજાએ શ્રીપભક્ટિ ગુરૂને પૂછયું કે-“હે ભગવન્! પર્વત સમાન આ દુર્ગ ક્યારે અને શી રીતે લેવાય તેમ છે?” એટલે પ્રશ્ર (%) શાસ્ત્ર થકી બરાબર વિચારીને આચાર્ય બોલ્યા કેરાજન ! તારે ભેજ નામે પત્ર એ અવશ્ય લઈ શકશે, તેમાં સંશય નથી.” એ પ્રમાણે સાંભળ્યા છતાં અભિમાનથી તે સહન ન કરતો રાજા ત્યાંજ રહ્યો. એમ બાર વરસ વિતતાં તેના હૃદક નામના પુત્રને પુત્ર થયે. તે જન્મતાંજ પ્રધાને તેને પાલખીમાં બેસારીને ત્યાં લઈ આવ્યા. તે પર્વતને ભેદવામાં વજા સમાન હતો. એટલે તેલ નાખેલ અગ્નિની જ્વાળા સમાન રક્તતાયુક્ત તેની દ્રષ્ટિ દુર્ગના અગ્રભાગપર પડે, એવી રીતે તે બાળકને ત્યાં સુખે સુવાર્યો. એવામાં તેની દ્રષ્ટિ પડતાં જાણે નીચે રહેલા સુભટએ નાશ પમાડેલ હોય તેમ તે કિલ્લો તુટવા લાગ્યો. ભાંગી પડતા મુખ્ય દ્વાર પરથી અટારીએ કુટવા લાગી, મર્દન કરતા મનુષ્ય, સ્ત્રીઓ, ગજ, અ તથા ગાય ભેંસેના આ આકંદથી સર્વત્ર કેલાહલ મચી રહ્યો, તથા એક સામાન્ય પર્વત જાણે ભેદાયો હોય તેમ મોટા પર્વત પર રહેતા દેવતાઓને પણ ભય પમાડતો તે કિલે તુટી પડ્યો. એટલે સમુદ્રસેન રાજા દયા માગીને બહાર ચાલ્યો ગયો અને આમરાજા તે રાજગિરિ દુગમાં દાખલ થયા. એવામાં આમરાજાના અધિષ્ઠાયકે સાથે વૈરભાવ હોવાથી તે દુર્ગને અધિષ્ઠાયક યક્ષ રાજમાર્ગમાંના લોકોને ખેંચવા લાગ્યો. એ વૃત્તાંત લોકોના મુખથી સાંભળવામાં આવતાં આમરાજા પોતે ત્યાં આવીને યક્ષને કહેવા લાગ્યો કે-“આ સામાન્ય લોકોને મૂકી દઈને મારોજ ઘાત કર.” આ તેના સાહસવચનથી યક્ષ સંતુષ્ટ થયા અને હિંસા કરવાનો આગ્રહ તેણે છોડી દીધો. તે સત્સંગથી શાંત અને ઉપકારક થઈ આમરાજાની સાથે મિત્રતા પાયે અને તેની આજ્ઞા ઉઠાવવા તૈયાર થયા. ત્યારે આમરાજાએ તેને પૂછયું કે–“હે મિત્ર! મારું આયુષ્ય કેટલું છે, તે જ્ઞાનથી જાણીને મને નિવેદન કર.” એટલે યક્ષે કહ્યું કે- છમહિના બાકી રહેશે, ત્યારે હું તને જણાવીશ.” એમ કહીને તે અદશ્ય થઈ ગયા. પછી અવસર આવતાં તે આવીને કહેવા લાગ્યા કે - હે રાજન ! ગંગાની અંદર માગધ તીર્થભણું નૈકા લઈને જતાં જેની આદિમાં મકાન આવેલ છે, એવા ગામના પાદરે તારૂં મરણ થશે. ત્યાં જળમાંથી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust