________________ શ્રી પ્રભાવક ચરિત્ર. કહેવા લાગ્યો કે “અહો ! આ મુનીંદ્ર કળિકાળમાં પણ મહાજ્ઞાની અને કળાના નિધાન છે. વળી આ રાજા પણ ખરેખર ! પુણ્યશાળી કે જેના આવા અદ્ભુત ગુરૂ છે.” એમ સ્તુતિ કરી, આચાર્યના ચરણમાં પિતાનું મસ્તક નમાંવીને તે તેમની ઉપાસના કરવા લાગ્યા. એકદા પિતાના પ્રાસાદની અગાસી પરથી રાજાએ કઈ મકાનમાં, ભિક્ષાને માટે આંગણે આવેલા અને પરમબ્રાના ધ્યાનમાં નિમગ્ન એવા એક જેનભિક્ષુને કામગને માટે ઈચ્છતી એવી નવયુવતિ રામાને જોઈ, પણ તેણુને અનાદર કરતાં તે મુનિ ઘરથી બહાર નીકળતા હતા, તેવામાં એકદમ કમાડ મજબૂત રીતે બંધ કરી ચરણને પ્રહાર કરતાં જાણે કેતુકથીજ તેના પગમાંથી નપુર નીકળીને યતિના ચરણકમળમાં આવીને પડતાં હાસ્યસહિત નિલજજપણે જેતી તથા કામના દામણુતુલ્ય તે રમણીને પ્રાર્થના અને હાવભાવ બતાવતાં પણ મુનિએ ન ગણકારતાં તેની ઉપેક્ષા કરી. આ બધું જોવામાં આવતાં રાજા ગુરૂ આગળ પ્રાકૃત પદ્યનું એક ચરણ છે, એવામાં તે પહેલાંજ ગુરૂ મહારાજે ત્રણ ચરણ કહી બતાવ્યા. તે સંપૂર્ણ ગાથા. આ પ્રમાણે છે "कवाडमासञ्ज वरंगणाए, अब्भच्छिउ जुव्वणमत्तियाए / . अमन्निए मुक्कपयप्पहारे सनेउरो पन्वइयस्स पाउ" // 1 // . વનથી મદમાતી થયેલ અંગનાએ કમાડ બંધ કરી અભ્યર્થના કરી, છતાં તે મુનિએ ન માનવાથી પાદપ્રહાર કરતાં તેણીના પગમાંથી નપુર પડી ગયું. એક વખતે એક યુવાન ભિક્ષુક કઈ રમણના ઘરે ભિક્ષા માટે પ્રવેશ કરતાં, પિતાના મહેલની અગાસી પર રહેલ રાજાના જોવામાં આવ્યું. એટલે દવસહિત ભજન લાવી, તે મુનિમાં દષ્ટિ લગાવીને પેલી રમણ ઉભી રહી તેમજ તેણીની નાભિની સુંદરતામાં દષ્ટિ લગાવીને તે મુનિ પણ તેજ પ્રમાણે ઉભો રહ્યો. ત્યારે એકતાનને લીધે ભિક્ષા લેવાનું ભૂલી જતાં અને દાન આપવાનું પણ ભૂલી જતાં તે બંનેની દષ્ટિમાં એક ધ્યાન વર્તી રહ્યું, એવામાં કાગડાઓએ તે બધું ભેજન અસ્તવ્યસ્ત કરી મૂકયું. આ બધું સાક્ષાત્ નજરે જોતાં વિસ્મય પામતા રાજાએ ગુરૂ પાસે યથાદષ્ટ અર્થને સૂચવનાર અર્ધગાથા કહી સંભળાવી. તે આ પ્રમાણે– “મિરાતે વિશ્વ નાહિમંદ, સાવિ તરસ પ્રમ” | ભિક્ષાચર (ભિક્ષુક) નાભિમંડળને જુએ છે અને તે રમણી તેને મુખકમળને જોઈ રહી છે.” એમ સાંભળતા શ્રી અ૫ભદિ ગુરૂ રાજાને ઉત્તરાર્ધ સંભળાવતાં બોલ્યા કારણ કે સમુદ્રના પરપોટાની જેમ તેમને આવું શું માત્ર હતું P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust