________________ (158 ). શ્રી પ્રભાવકરિત્ર રાજાને કહેવા લાગ્યા કે હે ભૂપ ! આ તે સ્ત્રીઓના જેવી ચેષ્ટા શું માંડી છે ? વિદ્વાને નિંદનીય એવું આ શું આદરી બેઠે?”. છે ત્યારે રાજાએ જણાવ્યું કે–ગુપ્ત રીતે મનથી પાપ કરતાં મલિન થનાર એવા મને તે દુકૃતને નાશ કરવા સ્વદેહનો ત્યાગ એજ દંડ છે. જેમ દુષ્ટ લેકેને અમે દંડ આપીએ છીએ, તેમ કર્મને ઉછેદ કરવા અને પિતાને પણ દંડ શા માટે ન આપીએ ?" એટલે ગુરૂં હસીને કહેવા લાગ્યા–“હે રાજન ! તું વિચાર તો કર કે તે ચિત્તથી કર્મ બાંધેલ છે, તેથી તે ચિત્ત વડેજ દૂર થાય તેમ છે. માનસિક પાપને ભેદવા માટે તું ઋતિકારોને તે પાપનું પ્રાયશ્ચિત્ત પૂછી જે. કારણ કે સ્મૃતિઓમાં વિદ્વાનોએ સર્વને માટે મોક્ષ બતાવેલ છે. " આથી ન્યાયપાકના રસાયા રૂપ રાજાએ વેદાંત, ઉપનિષદુ, શ્રુતિ અને સ્મૃતિમાં પારંગત થયેલા વિદ્વાને ને, ત્યાં બેલાવ્યા, અને તેમની આગળ તેણે યથાસ્થિત મનનું શલ્ય નિવેદન કર્યું. એટલે સ્મૃતિમાં વાચાલ એવા તે શાસ્ત્રાનુસારે બેલ્યા કે–તેના જેવી લોખંડની પૂતળી અગ્નિથી તપાવેલ હોય, તેનું આલિંગન કરતાં પુરૂષ, માતંગીના સંસર્ગથી ઉત્પન્ન થયેલ પાપ થકી મુક્ત થાય છે..... આ તેમના કથન પ્રમાણે રાજાએ લોખંડની પૂતળી કરાવી અને તેને અગ્નિથી. ખૂબ તપાવી. પછી તેને આલિંગન આપવા રાજા તત્પર થયો. એવામાં એકદમ પુરોહિત અને આચાર્યો આવીને, પોતાની સિદ્ધિને માટે તેને આલિંગન કરતા રાજાને તરત ભુજામાં પકડી લીધો. ત્યાં બપભક્ટિ કહેવા લાગ્યા–“હે પૃથ્વીના આધાર ! સ્થિર થા, ધીરજ ધર. હે મિત્ર ! કરડેને પાળનાર એવા આ દેહનો વૃથા વિનાશ ન કર. એકાગ્ર ચિત્ત અને અસાધારણું સાહસ ધરનાર તે મન વડે કર્મ બાંધ્યું, તેનાથી તું હવે મુક્ત થયો. શ્યામ વાદળ થકી ભાસ્કરની જેમ એ પાપથી તું મુક્ત છે, તું તે હજી સજજને હૃદયને પ્રકાશિત કરીશ, માટે આ દુષ્કર કામને મૂકી દે. એ પ્રમાણે ગુરૂના વચનથી પ્રમોદ પામેલ રાજાએ પોતાનો કદાગ્રહ તજી દીધો. એટલે એ વૃત્તાંત જાણવામાં આવતાં જાણે રાજાને પુનર્જન્મ થયે હોય, તેમ સર્વત્ર હર્ષ વર્તાઈ રહ્યો. પછી અમાએ મોટા આડંબરથી તે નગરને અલંકૃત કરતાં–શોભાવતાં, હસ્તીઓ, અશ્વો, રથ અને પદાતિઓને સજજ કરતાં પટ્ટહસ્તી પર અગ્રાસને મુનીશ્વરને બિરાજમાન કરતાં તથા તેમના પર છત્ર, ચા મરાદિક ધરાવતાં, દેવતાઓને પણ આશ્ચર્ય પમાડે તેવા મોટા ઓચ્છવથી તેમણે યશસંપત્તિથી જાણે પિતે કૃષ્ણ હોય એવા તે રાજાને નગરમાં પ્રવેશ કરાવ્યો. - હવે રાજાને વિકૃત થયેલ જોઈને વાકપતિરાજ ભારે આગ્રહથી તેની અનુ. મતિ લઈને વૈરાગ્યને લીધે મથુરા નગરીમાં ચાલ્યા ગયે. . . . . -- .. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust