________________ IITTIT શ્રી પ્રભાવક ચરિત્ર.ડ - હવે અહીં શ્રી સિદ્ધસેનસૂરિ અત્યંત જરાગ્રસ્ત થયા અને પોતે કૃતકૃત્ય થવાથી અનશન વિધિ કરવાની તેમની ઈચ્છા થઈ. એટલે મુખ્ય શિષ્ય બપ્પભદિનું મુખ જેવાની ઈચ્છાથી તેમણે એક મુનિને પોતાને અભિપ્રાય જણાવીને શિષ્યને બેલાવવા માટે મેકલ્યા. તે મુનિએ આવીને શ્રીબપ્પભટ્ટસૂરિને ગુરૂને અભિપ્રાય સંભળાવતાં જણાવ્યું કે–“મારૂં શારીરિક બધું બળ નષ્ટ થઈ ગયું, દષ્ટિ પદાર્થ જોવામાં મહા કષ્ટ પ્રવર્તે છે, અવયવે બધા શિથિલ થઈ ગયા છે, અને પ્રાણ હવે પાહુણા થઈને જવાની તૈયારીમાં છે પણ હે વત્સ! માત્ર એક તને જેવાને માટે અટકી રહ્યા છે, માટે જે મને જોવાની તારી ઈચ્છા હોય, તો સત્વરે મારી પાસે આવી જા.” છે. આથી પિતાના ગુરૂપરની બહુ ભકિતથી બમ્પટ્ટિસૂરિ રાજપુરૂષ સહિત સત્વર મઢેરક તીર્થમાં ગુરૂ પાસે હાજર થયા. ત્યાં ગુરૂનું પ્રથમ દર્શન થતાં તેમનું વચન રૂંધાઈ ગયું એટલે પિતામાં અત્યંત વાત્સલ્ય ધરાવનાર એવા બમ્પટ્ટિને ગુરૂ કહેવા લાગ્યા કે—હે વત્સ! મારું શરીર તો વાંકું વળી ગયું છે, શરીરને લાકડીના ટેકાની જરૂર પડે છે, દાંત બધા પડી ગયા. કાન સાંભળવાથી રહિત થયાં, ચક્ષુનું તેજ બધું ઉડી ગયું અને સ્પામતા આવી ગઈ, આટલું થયા છતાં મારૂં નિર્લજજ મન હજી વિષયને માટે તલસે છે, માટે સ્વચ્છમતિ અને પવિત્ર ગચ્છપર વાત્સલ્ય ધરાવનાર હે વત્સ ! અંતિમ વિધિ સાધતાં મારે સહાયક થઈને તું અનૃણ (ઋણમુકત ) થા.” પછી આરાધના કરીને ગુરૂ પરલેકે ગયા, એટલે રાજમાન્ય શ્રી બપ્પભટ્ટસૂરિએ ગુરૂનું શાસન ચલાવ્યું. ત્યાં શ્રીમાન ગોવિંદસૂરિ અને શ્રીમન્નસૂરિને ગચ્છને ભાર શેંપી અને શ્રી સંઘની અનુમતિ લઈને તે નિર્ગથનાયક રાજાના પ્રધાન સાથે આદરપૂર્વક પાછા આમ રાજાની રાજધાનીમાં આવ્યા ત્યારે રાજાએ તેમનું બહુમાન કર્યું, પણ તેમના રાગને માટે રાજાને વિકલ્પ થયે. એક વખતે રાજસભામાં પુરૂષરૂપધારી જાણે સાક્ષાત્ સરસ્વતી હોય એવા આચાર્ય હાથમાં પોથી લઈને બેઠા હતા, તેમની નિર્દોષ દષ્ટિ અક્ષર અને પદમાં હતી, એવામાં કઈ રીતે અચાનક લીલા કણેરના ઝાડ પર તેમણે નજર નાખી, જેથી તેમના ચિત્તને અભિપ્રાય અન્યથા કલ્પીને રાજાએ વિચાર કર્યો કેસિદ્ધાંતના પારંગામી અને આવા પ્રકારના યોગથી યુકત છતાં એમના મનમાં અમદા રમે છે માટે તેને એ પ્રમાણ કરશે.” પછી આવા પ્રકારના કાર્યને નિર્વાહ કરવામાં જ્ઞાનના હેતુરૂપ એવી રમણને રાત્રે તેણે નેહને લીધે ગુરૂના ઉપાશ્રયમાં મોકલી એટલે પ્રથમ તે ઉપાશ્રયમાં આવીને છુપાઈ ગઈ, પછી શ્રાવકો જ્યારે પિતપોતાના સ્થાને ચાલ્યા ગયા ત્યારે આચાર્યનું હૈયે ભેદવા માટે તે એકાંતમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust