________________ ( 140 ) ( શ્રી પ્રભાવક ચરિત્ર. વાનું મુહૂર્ત કેવું ? અર્થાત તે ગમે ત્યારે પણ દાન આપી સંતુષ્ટ થઈ શકે, વળી કાન્યકુજમાં મારા સમાન તેજસ્વી વિદ્વાન્ દોરા એટલે બંને રાજાઓને જાણે છે. અથવા ધર્મરાજા અને આમ રાજા બંનેને પંડિત પ્રિય છે, તેથી તે બંને મારા મનમાં રમી રહ્યા છે. અહીં ગઢાર્થ એ છે કે હે રાજન ! ગુરૂપ્રતિજ્ઞાના નિર્વાહ માટે આમ રાજા અહીં આવેલ છે. એ બીજો અર્થ કહ્યો. તથા એક તપ્ત સ્વભાવનો હોય અને બીજે શીતલ સ્વભાવનો હોય, ત્યાં મેલાપ કેવો? વળી ચમત્કારી કાવ્ય જેને પ્રિય છે એવા આચાર્ય, તે અમારા પર નેહરહિત છે, તે ઉપધથી ગ્રહણ કરી શકાય તેમ નથી. વળી વિષય, વિયાગાદિ સર્વ સંગનો પરિત્યાગ કરતાં જે પુરૂષ મરે, દેવ સમાન સુખી થાય, તેને નેહ કે ? સંબંધાદિકમાં તેને ઉપરાધ કે અર્થાત્ ઉપરોધથી તે ગ્રહણ ન થઈ શકે. વળી કર્ણ જેવા દાનેશ્વર તથા મહાબાહુ આમ રાજાને પણ આ સૂરિ સામાન્ય પુરૂષ સમાન સમજે છે. - તેમજ તત્વને ઈચ્છનાર તથા સંગના ત્યાગીનો મેલાપ થઈ શકે, વળી પરમબ્રહ્મને ઇચ્છનારપર ધનવંત જને અત્યંત પ્રીતિ કરે. કારણ કે વીતરાગમાં સર્વ પ્રીતિ કરે છે અને ધનવંતે પણ તેમાં પ્રીતિ ધરાવે છે. વળી વિરથ એટલે વિષ્ણુ, તેમાં મન લગાવીને જે મરણ પામે તેના જે અન્ય કેણુ હોઈ શકે ? તે રાજા સમાન થાય છે, અર્થાત્ ગુરૂના ધ્યાનમાં મરણ પણ લાધ્ય છે. વળી ગંગા કરતાં અન્ય કોણ પવિત્ર છે? અર્થાત્ એજ પૂજ્ય છે. વળી બે રાજા એકત્ર મળ્યા, તેમાં તું જ સર્વ સામયુક્ત છે માટે જે ઉચિત લાગે તે કર.” એ ચેાથે અર્થ થયો, એ પ્રમાણે શ્રી બમ્પટ્ટિ મહારાજે એકસો આઠ અર્થ કહી બતાવ્યા, પરંતુ મતિની મંદતાથી અમે તે જાણતા નથી. પછી આમ રાજા ત્યાંથી ઉઠીને રાત્રે વારાંગનાના ઘરે રહ્યો અને પ્રભાતે તેને એક અમૂલ્ય કંકણ ભેટ આપીને તેના ઘર થકી ચાલી નીકળ્યો, અને બીજું કંકણ કે જે સૂર્યના કિરણ સમાન તેજસ્વી હતુ, તે રાજભવનના દ્વાર પર મૂકી દઈને ત્યાંથી બહાર જઈને તે એકાંત ઉદ્યાનમાં રહ્યો. - હવે અહીં પ્રભાતે આચાર્યો રાજસભામાં આવીને કાન્યકુંજમાં જવા માટે રાજાની અનુમતિ માગી. એટલે પૂર્ણ થયેલ પ્રતિજ્ઞાને ન જાણવાથી રાજાએ પૂછ્યું કે “કેમ ?" ત્યારે તેમણે જણાવ્યું કે-“આમ રાજા અહીં આવી ગયો, તેણે વિકતા ભરેલા કથનથી જે જે કહી સંભળાવ્યું, એ તે પિતે હતે. વળી દોરા શબ્દથી બે રાજાની સૂચના કરી, તેમજ બીજોરું બતાવતાં “આ શું?” એમ પૂછવામાં આવતાં તેણે બીજરાજ (બીજે રાજા) એમ ઉત્તર આપે. તથા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust