________________ ( 14 ) :: મી પ્રભાવક ચરિત્ર. હોય તેમ દુર્ગધાદિકની કથાથી પણ અજ્ઞાત છીએ. માટે હે નાથ ! હું પ્રાર્થના કરૂં છું કે નાગાંગના સાથે ભેગવિલાસ કરતા નરેંદ્રની જેમ ભેગવિલાસથી મારા શરીરને સફળ કરો.” એમ સાંભળતાં પ્રથમ બમ્પભટિસૂરિ જરા હસ્યા અને પછી તેના વચનથી તે વિસ્મય પામી, ધર્યના આધારરૂપ અને નિર્ભય એવા ગુરૂ, દઢ વચનથી તે - રમણને કહેવા લાગ્યા કે-અંદરના ભાગમાં પોકળ એવી એક સુવર્ણની પૂતળીને અશુચિથી ભરીએ અને ઉપરથી ચંદન ચચી તેને અલંકારથી શોભાવીએ, એ કેવું કહેવાય ? તેમ વિષ્ટાગૃહસમાન મલ, મૂત્રાદિકથી ભરેલા રમણીઓના શરીરપર કયે સુજ્ઞ અનુરાગ ધરાવે ? માટે હે ભદ્રે ! કટાક્ષપાત કરતી તારી ચક્ષુને સંકેલી લે, વક્ષસ્થળને ઢાંકી દે, અનેક ચેષ્ટાથી કુટિલ અને રમ્ય હાવભાવયુક્ત તારા વચનને બંધ કર. માખણના પિંડ સમાન તે અન્ય પુરૂષ કે જેઓ રમણએને વશ થાય, પણ હે મુગ્ધા ! અમે પાષણ જેવા છીએ, તો તારા શરીરને વૃથા ખેદ શા માટે આપે છે?” એ પ્રમાણે સાંભળ્યા છતાં જાણે સાંભળ્યું જ ન હોય તેમ તે બાધ ન પામી; પરંતુ ઉલટી નિર્લજજ થઈને તે આચાર્યના સ્વભાવથી કઠિન એવા હાથ પોતાના શરીર પર અડાડવા લાગી, તથા કામહસ્તીના કુંભસ્થળ સમાન પોતાના કોમળ સ્તનનો તે હાથવતી સ્પર્શ કરાવા લાગી, એટલે શુંગારપર્વતના ખેરના અંગારા સમાન તે સ્પશ સમજીને મુનીશ્વરે દંભ અને શોક વિના એકદમ પોકાર કર્યો. આથી તે સ્ત્રી “શું શું ?" એમ કહેવા લાગી ત્યારે તેના સ્તન પરથી પોતાને હાથ ખેંચી લઈને આંસુ લાવ્યા વિના મહાકલ્ટે ગદ્ગદ્ વાણીથી તેમણે જણાવ્યું કે–આજે તેં તારા અંગરપર્શથી, અમૂલ્ય અને અતુલ્ય વાત્સલ્યથી વૃદ્ધિ પામેલા અમારા જેવાને વડીલેનું સ્મરણ કરાવ્યું છે.” આથી તેણે પૂછ્યું કે–તે શી રીતે ?" ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે -, રાત્રે સ્વાધ્યાય કર્યા પછી હમેશાં હું ગુરૂના સર્વ અંગે શુશ્રુષા કરતો હતો, ત્યાં કેડ દબાવતાં નિતંબને સ્પર્શ થઈ જતે. તેથી આજે ગેળ અને મૃદુતાની સમાનતાથી તેનું સ્મરણ થઈ આવ્યું. જેવા તારા સ્તન છે, તે પણ તેવાજ હતા.” એમ સાંભળતાં તેની રસિકતા નિવૃત્ત થઈ ગઈ અને આશાનો ભંગ થતાં કામાંધતા દૂર થવાથી તે ચિંતવવા લાગી કે– “અહો ! મને કેવું કર્મ ઉદય આવ્યું ? પત્થર, લોહ અને વા તો શું પણ વેતાંબર મુનિ દુર્ભેદ્ય છે. કારણ કે અગ્નિ કે ટાંકણું વિગેરેથી પત્થર ભેદાય છે, અગ્નિથી લેહ ભેદાય છે અને કુશલી (વૃક્ષ વિશેષ) ના કમળ ફળના ચૂર્ણાદિકથી વજ પણ લેવાય છે, પરંતુ આ મહાત્માની કઠિનતા કેઈ વિચિત્ર પ્રકારની છે કે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust