________________ -અપભદિસરિ-ચરિત્ર. ( 143) શુશ્રુષા કરવા લાગી. એવામાં સ્ત્રીના કરસ્પર્શથી ઉપસ્થિત થયેલ ઉપસર્ગ જાણવા માં આવતાં ગુરૂએ વિચાર કર્યો કે–આ અવશ્ય રાજાની આજ્ઞાન-ચેષ્ટા લાગે છે એમ ધારી ધૈર્યપૂર્વક અષ્ટાંગ યોગરૂપ સદ્ધર્મરૂપ બખ્તરથી સજજ થઈને તે કામદેવનો વિજય કરવાને તૈયાર થઈ ગયા. એટલે સંતોષરૂપ અક્ષત પલાણ માંડીને તે શુભ ધ્યાનરૂપ અશ્વપર આરૂઢ થયા. દઢ સંયમરૂપ ધનુષ્ય અને તરૂપ બાણને ધારણ કરતા, તથા સધની પુષ્ટિરૂપ શકિત (શસ્ત્ર-વિશેષ)ને હાથમાં લેતાં અંતરંગ શત્રુને જય કરવા તે તત્પર થયા. પછી અનાદરપૂર્વક તેમણે તેરમણને કહ્યું કે તું કોણ છે અને અહીં શામાટે આવી છે? આ તો બ્રહ્મચારીઓનું સ્થાન છે, તારા જેવી રમણીને માટે આ સ્થાન ઉચિત નથી કારણ કે મુસાફરોમાં જેમ વાઘ, વિપ્રગૃહમાં જેમ મદ્ય, ધર્મશાળામાં જેમ માંસ, રાજભવનમાં હળ, ધર્મમાં જીવહિંસા, વેદાચારમાં જેમ અંત્યજ, કપૂરમાં જેમ નાળીયેર, કાગડાને કોઠ, ચંદનમાં મક્ષિકા, કુંકુમમાં હીંગ, તથા લસણમાં જેમ કપૂર અનુચિત છે, તેમ તું મને હારિણી હોવાથી આ સ્થાનને યોગ્ય નથી, વળી બધા દ્વારથી નીકળતી અશુચિ-દુર્ગધરૂપ કાદવથી કલુષિત અને લજજારૂપ અબળા દેહમાં કૃમિ વિના કે મૂખે જનજ તેમાં આશત થાય.” એ પ્રમાણે સાંભળતાં પેલી રમણું કહેવા લાગી કે હું પૂજાની અભિલાષી નથી, પણ માર્ગથી ભ્રષ્ટ થયેલા એવા તમને સ્પષ્ટ બોધ આપવા આવી છું. સંપત્તિ મેળવવા માટે લોકે દાનધર્મ આચરે છે અને વર્ષ માટે તપ તપે છે, તે ઐશ્વર્ય રાજ્ય વિના નથી. સ્વર્ગમાં પણ એક સારંગલોચના–રમણી સારરૂપ મનાય છે કે જેના વિના મનુષ્ય અને દેવ શોભા પામતા નથી. કહ્યું છે કે - “ષે સારં વસુધા વસુધાયાં કુt gરે સૌના ધે ત તને વરાળનાનાલા " i ? રાજ્યમાં સારરૂપ પૃથ્વી છે, પૃથ્વીમાં નગર અને નગરમાં સુશોભિત મકાન સારરૂપ છે, મકાનમાં શમ્યા અને શય્યામાં વિલાસી વનિતા સારરૂપ છે. વળી જગતમાં પણ એવા કોઈ વિપરીત કદાગ્રહી નહિ હોય કે વિના વાંછાએ પ્રાપ્ત થયેલ વસ્તુને તે ત્યાગ કરે, કારણ કે તેમ કરવાથી તે હાંસીપાત્ર બને છે. દબુદ્ધિની વૃદ્ધિને લીધે તે દૈવથી દંડાયેલા છે, માટે હે પ્રભો! તમે પૂરતે વિચાર કરો. કઈ પાખંડીના ભમાવવાથી તમે જડ જેવા ન થાઓ. આમ રાજાએ મહાભક્તિથી મને તમારી પ્રાણવલ્લભા કરીને મોકલી છે, હું રૂપવતી, ચતુર અને ગુણથી અનુરાગી બનું છું, વળી તમે જે કહે છે કે બીભત્સ રસ-દુર્ગધને લીધે સ્ત્રીનું શરીર ખરાબ હોય છે, પરંતુ તે શુશ્રુષા વિનાની અન્ય કુરમણીઓનું સમજવું, પણ અમે તો નિરંતર પવિત્ર રહેતી હોવાથી જાણે વિધાતાએ કપુરથી બનાવી P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust