________________ શ્રી અપભદિસરિચરિત્ર. અરિપત્ત એ શબ્દથી તેણે અરિપાત્ર (શત્રુ) એ સંસ્કૃતથી અર્થ થાય છે, તે તારી આગળ સ્કુટ કહી બતાવ્યું.’ એ પ્રમાણે સાંભળતાં રાજાને ભારે પસ્તાવો થયે. તેણે ખેદ સાથે ચિંતવ્યું કે–અહા ! મારી મૂર્ખતાને ધિક્કાર છે કે તેણે સ્પષ્ટ કહ્યા છતાં હું સમજી ન શકયે.” એવામાં વારાંગનાએ આવીને રત્નના તેજથી અંધકારને દૂર કરનાર એવું કંકણ રાજાની આગળ મૂકયું, તેમજ બીજું કંકણુ દ્વારપાલે આપીને રાજાને નિવેદન કર્યું કે-“હે નાથ ! દ્વારના ખીલાપર આ કંકણ કણ મૂકી ગયેલ છે, તે હું જાણતો નથી. એટલે રાજાએ બારીકાઈથી તપાસતાં તેના પર આમ રાજાનું નામ જોવામાં આવ્યું. આથી બપ્પભદિ ગુરૂના વચનપર તેને સંપૂર્ણ ખાત્રી થઈ. આ બધી હકીક્તથી ખેદ પામતાં રાજા કહેવા લાગે કે-“અહા! ઘરે આવેલ શત્રુ રાજાને મેં સાળે પણ નહિ અને તેને સત્કાર પણ ન કર્યો. તેથી ચિરકાળથી ચાલ્યા આવતા વૈરની નિવૃત્તિ ન થઈ અને વળી પૂજ્ય ગુરૂને વિરહ ભારે દુઃખદાયક થઈ પડશે. શું કહીએ ? હવે સ્વામીનું અલભ્ય દર્શન કાંઈ મળવાનું છે ?' ત્યારે આચાર્ય બાલ્યા કે–“હે રાજન ! તું ખેદ ન કર. કારણ કે અમે હંસની જેમ અપ્રતિબદ્ધ વિહારી છીએ. હે મહાબાહ ! અમે તારી અનુમતિ લઈને જઈએ છીએ, હવે હે મિત્રવર્ય! તું તારા નામને સાર્થક કરજે કે જેથી બીજા લેકે તારૂં અનુકરણ કરીને નિર્મળ થાય.” એમ કહી ત્યાંથી નીકળીને ગુરૂ મહારાજ આમરાજાને જઈને મળ્યા. ત્યાંથી ઊંટ પર આરૂઢ થયેલ રાજા, યશથી શેભતા ગુરૂ સાથે માર્ગે ચાલે, એવામાં બકરાની જેમ જળમાં મુખ નાખીને પાણી પીતે એક ભીલ રાજાના જોવામાં આવ્યું, ત્યારે કંઈક અપૂર્વ સાંભળવાની ઈચ્છાથી તેણે આચાર્યને પૂછયું કે–આ પથિક ભીલ પશુની જેમ શા માટે પાણી પીએ છે ?" એમ સાંભળતાં ગુરૂરાજ તરત ગાથાના ઉત્તરાર્ધથી જણાવ્યું. કારણ કે સારસ્વત મંત્રથી સિદ્ધ થયેલા પુરૂષો કાવ્યમાં વિલંબ કરતા નથી–“હે રાજન ! મુગ્ધાના આંસુ લુંછતાં એના બંને હાથ કાજળથી શ્યામ થઈ ગયા છે.” એટલે તેની ખાત્રી કરવા રાજાએ તે ભીલને બોલાવીને હકીકત પૂછી. ત્યારે શરમને લીધે પિતાનું મુખ નીચું કરી યથાસ્થિત વૃત્તાંત જણાવતાં તેણે કહ્યું કે-“હે નાથ ! પ્રવાસે નીકળતી વખતે વધુને શાંત કરતાં અને તેના કાજળસહિત આંસુ લુંછતાં મારા હાથ કાજળવાળા થયા છે. આ વૃત્તાંત સાંભળતાં હર્ષ પામતો રાજા, સૌધર્મ દેવલોક પહોંચનાર ઇંદ્રની જેમ પિતાના કાન્યકુબ્ધ નગરમાં પહોંચે. એટલે પ્રથમ કરતાં પણ અધિક મહોત્સવથી તેણે ગુરૂને નગર પ્રવેશ કરાવ્યો અને અત્યંત બહુમાનથી તેમની પૂજા કરી. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust