________________ (148) ( 4 શ્રી પ્રભાવક ચરિત્ર હોય, તો એ તારી શ્રદ્ધાને પણ પૂર્ણ કરીશ. ભલે એ તારું વચન પણ કબૂલ છે. પરંતુ તેમાં પરાભવ પામનાર રાજાએ ગર્વવિના પિતાનું સપ્તાંગ રાજ્ય વિજય પામનાર રાજાને સમર્પણ કરી દેવું જોઈએ. એમ જે તારે રાજા કબૂલ કરતા હોય, તો કબુલ છે, નહિ તે નકામ પ્રયાસ કરવાની અમારી ઈચ્છા નથી.” I ! એમ સાંભળીને દૂત બેલ્ય–હે પૃથ્વીનાથ ! બુદ્ધિના અપરિપાકથી તે તારૂં આમ ( અપરિપકવ ) એવું નામ સત્ય કરી બતાવ્યું. વળી વારંવાર કહેવાથી તો એક જડે પણ સારી રીતે સમજી શકે, કારણકે ઘરે આવેલ પોતાના શત્રુ રાજાને પણ કાણુ સત્કાર ન કરે? પરંતુ સત્કારને માટે પણ તું પ્રગટ ન થયે. એમ ભયથી તે પોતાનું નામ સત્ય કરી બતાવ્યું. વળી પલાયન કરતાં પણ જે બહારના રાજપુરૂષના તે હાથમાં આવે, તે નાશ પામે, પરંતુ તેથી અમારા સ્વામીનું દઢ નામ પ્રગટ રીતે અસત્ય ઠરે અને વિગ્રહ કરતાં પણ અમારા રાજામાં એ દોષ નથી, માટે હે રાજન ! તેનામાં એક વિચારીને કામ કરવાની જે આદત છે તેજ અપરાધને પાત્ર છે. વળી ક્ષમાવડે તેની નિર્બળતા જણાઈ આવે છે. અમારો વાદી જે તને જીતી લે, તે સર્વસ્વને નાશ થતાં તું અપમાનને પાત્ર થઈશ. સરસ્વતીના પ્રસાદથી તેને પરાજય તે થવાનેજ નથી, એમ વાદીઓએ ત્યાં વિચાર કરી રાખ્યો છે, માત્ર તેમાં અમર્શ (ઈર્ષ્યા) છે. એજ નાશનું કારણ છે.” એમ દૂતનું કથન સાંભળતાં રાજાએ બમ્પટ્ટિના હસતા મુખ તરફ જોયુ. એટલે મુનિશ્વર આનંદપૂર્વક કહેવા લાગ્યા કે પૂર્વના પરિચિત ધર્મરાજા પ્રત્યે કેને ઉત્કંઠા ન હોય? જે એને રાગી જનને માટે આગ્રહ ન હોય, તે તે પોતાના હિતથી બહાર છે. વસ્તુના અનિત્યપણામાં કદાગ્રહ ધરાવનાર તે રક્ત ભિક્ષપરથી એ જયને આગ્રહ કરે છે; વળી ક્ષણભર તે રાગમાં કદાચ જય માનીએ તો મોક્ષ ક્યાંથી ? કારણ કે વૈરાગ્યમાં જ મુકિત છે અને તે સર્વ દર્શનેને માન્ય છે. માટે આ બાબતમાં તમારે ગભરાવું નહિ. ધર્મરાજા થકી ઉન્નત થનાર એ ભિક્ષુને હું અવશ્ય જીતીશ. વળી ધર્મરાજાના સમ્યક વિચારથી આ આદરવામાં આવેલ વાદ મારા લીધે એ તેને જ ઉપકારક થઈ પડશે, માટે ગમે તે અવસરે વાગ્યુદ્ધ થાય. હવે એ દૂતને સત્કાર કરીને ધર્મરાજા પાસે મેકલો.” પછી આમરાજાએ તેનું સન્માન કરતાં વિદાય કર્યો. એટલે સ્થાનની વ્યવસ્થા કરીને તે વિદાય થ અને પિતાના સ્વામી પાસે આવીને તેણે બધી હકીકત નિવેદન કરી, તેથી ધર્મ રાજાએ ઈદ્ર જેમ બૃહસ્પતિને તૈયાર કરે તેમ વાદદ્ર વદ્ધનકુંજરને તૈયાર કર્યો. તેમજ ચારે દિશામાં પ્રસિદ્ધિ પામેલા એવા મિત્રને બેલાવી, તેમને સત્કાર કરીને આનંદપૂર્વક તેમને એ વાદમાં સભ્ય પણે સ્થાપન કર્યા. વળી ધર્મરાજા પાસે પરમાર મહાવંશમાં ઉત્પન્ન થયેલ તથા અનુપમ તેજસ્વી એવે વાક્પતિરાજ ક્ષત્રિયવિદ્વાન હતો. તે બમ્પભદિગુરૂને પૂર્વોપરિચિત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust