________________ ( 86) શ્રી પ્રભાવક ચરિત્ર. પૂર્વે વાયુ નામના દેવે આ સ્થાન સ્થાપન કરેલ છે, અને તમારા બળથી તેને તુલ્ય જીવદેવ નામને વશ થઈને તે કરેલ છે. માટે બાળકોના ખોટા અપરાધથી એ સંકટમાં આવી પડેલ છે, તે તેનો પ્રતીકાર કરવાને તમારા સિવાય અન્ય કોઈ ભૂતલપર સમર્થ નથી. માટે તે દેશના અવતારરૂપ તથા નિઃસ્પૃહ એવા હે સ્વામિન ! પિતાના યશના સ્થાનરૂપ એવા આ સ્થાનનું રક્ષણ કરે અને અમને જીવિતદાન આપ પોતાના નામાંતરરૂપે રહેલ એવા તે દેવના તમે જે જામીન થવા માગતા હે, તો સ્થાનનું રક્ષણ કરે, નહિ તો અસ્થય અને દુર્યશ સ્થિર થઈ જશે.” એ પ્રમાણે સાંભળતાં આચાર્ય મિાન ધરી રહ્યા, એવામાં યશસ્વી લાલ શેઠ કહેલા લાગ્યો કે—'હે બ્રાહ્મણ ! તમે મારી એક સત્ય વિનંતિ સાંભળી–હું જીવવધ થતે જોઈને તમારા ધર્મથી વિરક્ત થયો અને પિતાનાજ દષ્ટાંત પરથી આ દયાપ્રધાન ધર્મમાં હું અનુરાગી થયો. જેથી તમે અદેખાઈ અને ઈષ્યાને લીધે નાપર ઉપદ્રવ કરવા લાગ્યા. એટલે તમારા વિરોધી અલ્પ છે, તેથી અહીં તમારી સામે કેશુ થાય? હવે જો તમે આ સંબંધમાં કોઈ સ્થિર મર્યાદા બતાવતા હે, તો ગુરૂ મહારાજને વિનંતિ કરીને હું કંઈક પ્રતીકાર કરાવું.' ત્યારે મુખ્ય વિપ્રો બેલ્યા–“ તમે યુક્ત કહે છે. અમારા દુર્વાર્ય ઉપદ્રવમાં એમની ક્ષમાની બરોબરી કરી શકે એવો કેણ છે? હવે પિતાની ઈચ્છાનુસાર જૈન ધર્મમાં સતત્ મહેન્સ કરતા ધમી જનોને કોઈ પણ વિન્ન કરનાર નથી.” ત્યાં લલ્લ શેઠે કહ્યું– શ્રી વીરના સાધુઓની જે પ્રથમની વ્યવસ્થા છે, તે ભલે સદાને માટે કાયમ રહે. હવે પછી બ્રાહ્મણોએ તેમાં અંતરાય કદિ ન કરે, વળી સુવર્ણની જનોઈ પહેરાવીને પ્રતિષ્ઠિત આચાર્યને બ્રાહ્મણોએ બ્રહ્મામંદિરમાં સ્થાપિત ન કરવા.” એ પ્રમાણે જ્યારે વિપ્રેએ બધું કબુલ કર્યું, એટલે લલલ શેઠ સદ્દગુરૂના ચરણે મસ્તક નમાવીને કહેવા લાગ્યા કે—“હે ભગવન મહાસ્થાનનો ઉદ્ધાર કરે.” ત્યારે ઉપશમયુક્ત શ્રી જીવદેવસૂરિ બોલ્યા કે—કના શત્રુ રૂપ એવા રષ કે તોષ તો ત્રણે કાળે પણ અમને થવાના નથી, પણ વિન્ન કે ઉપદ્રવને નાશ કરનાર તો શાસન દેવતા છે. તેથી અત્યારે પણ મારા સ્મરણથી તેજ તમારા ઉપદ્રવને ટાળશે.” એ પ્રમાણે કહી ઉપાશ્રયમાં આચાર્ય દયાનાસન પર બેસી, નાસિકાના અગ્ર ભાગે દષ્ટિ સ્થાપન કરી તથા પ્રાણાયામથી રેચકને અટકાવીને તે એક મુહૂર્તમાત્ર સ્થિર રહ્યા. તેવામાં તે ગાય બ્રહ્મભવનમાંથી ઉઠી અને પોતે ચાલીને બહાર નીકળી ત્યારે હર્ષથી તાળીઓ દેતા બ્રાહ્મણે તેને જોઈ રહ્યા, એવામાં નગરની બહાર પાદરે જતાં ત્યાં નિરાલંબ થઈ ને તે જમીન પર તરત પડી ગઈ. પછી ગુણગરિષ્ઠ ગુરૂ પુનઃ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust