________________ ( 12 ) શ્રી પ્રભાવક ચરિત્ર. થયા. કારણ કે બુદ્ધિને શું દુષ્કર છે? તેમજ જ્ઞાનપ્રવાદ નામના પાંચમા પૂર્વથકી પૂર્વાર્ષિઓએ અજ્ઞાનનાશક નયચકનામે મહાગ્રંથ ઉદ્ધર્યો. તેમાં પણ વિશ્રામરૂપ બાર આરા છે. તેમના આરંભે અને પ્રાંતે ચૈત્યપૂજન કરવામાં આવે છે. એ નયચક્ર વિના ગુરૂએ તે શિષ્યોને કંઇક પૂર્વમાંનું પણ બધું ભણાવ્યું, જેથી તે શુભ મતિના ભાજન થયા. એક વખતે ગુરૂ મહારાજને વિચાર આવ્યો કે–“તેજમાં હીરા સમાન તથા મહાબુદ્ધિશાળી આ મલમુનિ પોતાની બાળ ચપળતાને લીધે તે પુસ્તક લીને વાંચશે, જેથી તેને ઉપદ્રવ થતાં અમને ભારે દસ્તર સંતાપ થઈ પડશે.” એમ ધારી જનનીની સમક્ષ ગુરૂએ તેને ભલામણ કરી કે “હે વત્સ! આ પુસ્તક પૂર્વમાં નિષિદ્ધ છે. માટે તેને ઊઘાડીશ નહિ.' એમ નિષેધ કરીને પિતે તીર્થ - યાત્રા કરવાની ઈચ્છાથી વિહાર કર્યો. પછી માતાની પક્ષમાં ગુરૂએ નિવારણ કરેલ હોવા છતાં તે પુસ્તક ખોલીને તેના પ્રથમ પત્રમાં મલ્લમુનિએ આલેક વાંચ્યા " विधि नियमभंगवृत्तिव्यतिरिक्तत्वादनर्थकमवोचत् / जैनादन्यच्छासन-मनृतं भवतीति वैधर्म्यम् " // 1 // એટલે–વિધિ, નિયમ, ભાંગા અને વૃત્તિ રહિત હોવાથી જૈનશાસન કરતાં અન્યશાસન અનર્થ કરનાર કહેલ છે અને અસત્ય છે, તે અધર્મજ છે.” એ લોકને અર્થ વિચારતાં શ્રુતતદેવીએ તેના હાથમાંથી તે પુસ્તક અને પત્ર છીનવી લીધાં. અહે! ગુરૂવચનનું અપમાન કરવાથી વિપરીત જ થાય છે. પછી કર્તવ્ય મૂઢ બનેલ મલમુનિ ભારે આકુળ વ્યાકુળ થઈ ગયા અને બાળપણાને લીધે તે રોવા લાગ્યા. કારણ કે દેવતા સાથે શું બળ ચાલે ? ત્યારે માતાએ રૂદનનું કારણ પૂછતાં તેણે જણાવ્યું કે મારા હાથમાંથી પુસ્તક ગયું, " આથી તેના નિમિત્ત સંઘને ભારે ખેદ થઈ પડ્યો. તે પછી મલમુનિએ વિચાર કર્યો કે –“સાધુ પુરૂષ પિતાની ખૂલના પિતે સુધારે છે.” એમ ધારી સુજ્ઞ મલમુનિ મૃતદેવતાની આરાધના કરવા લાગ્યા. ત્યાં ગિારખંડ નામના પર્વતની ગુફામાં રહેતાં છઠ્ઠ તપના પારણે રૂક્ષ ધાન્યના ક્ષેતરાંનું ભજન કરતા; આથી પણ તેમની માતા સહિત સંઘને ભારે વિષાદ થયો. કારણ કે અજ્ઞ જનેને શ્રુતનું તેવું પાત્ર મળવું બહુ દુર્લભ છે. પછી સંઘે ચાતુર્માસિક પારણામાં તેમનેવિગઈ લેવરાવી, સાધુઓએ ત્યાં જઈને તે મુનિને ભોજન આપયું. ત્યારબાદ શ્રીસંઘે આરાધેલ શ્રુતદેવતાએ તેની પરીક્ષા કરવા જણાવ્યું કે– મિષ્ટ શું ? - . એટલે તનિધાન મલ્લ મુનિએ ઉત્તર આપે–વાલ (ધાન્ય વિશેષ)” P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust