________________ ('52) શ્રી પ્રભાવક ચરિત્ર. જીતી લીધો. તે જેણે વિદ્વાનેને જોયા નથી એવો એ બાળક શું કરવાને હતો. એ તે ઘરમાં ગર્જના કરનાર કુતરા સમાન પરાક્રમ રહિત છે. જે તેનામાં એવી કઈ શકિત હોય, તો તે રાજસભામાં મારી સમક્ષ આવીને ઉભે રહે, એટલે હરિ ને વરૂની જેમ હું તેને ગ્રાસ કરી જાઉં.” એ પ્રમાણે સાંભળતાં મલસૂરિ તે લીલાથી સિંહની જેમ સ્થિર રહ્યા, અને ગર્વરહિત તથા આંતર શત્રુના દ્વેષી એવા તે લોકો આગળ ગંભીર વાણીથી કહેવા લાગ્યા–વિવાદ વિના નિર્મળ બુદ્ધિવાળા તથા શાંત એવા કેઈ જૈન મુનિને મેં જીતી લીધે–એમ સ્વેચ્છાએ બેલવું, તે તે માત્ર આડંબર છે. અથવા તો તે ભલે ગમે તેવો છે, પણ દઢ શલ્ય સમાન તે પિતાના મનમાં જે મિથ્યા ગર્વ ધરાવે છે, તેનો ઉદ્ધાર કરવા જયશીલ એ હું તૈયાર જ છું. તે સજજન હોય કે મિત્ર હાય, પણ મારી આગળ ઉભું રહેશે, ત્યારે હું જાણું લઈશ. પિતાના ઘરમાં બેસીને તે લેકે રાજાની પણ નિંદા કરે, તેથી શું? પણ રાજસભામાં પ્રાક્ષિકોની સમક્ષ જે જવાબ આપવા, તેમાં જ પોતાની બુદ્ધિની કુશળતા જણાય છે.” એમ મલ્લુસૂરિનું વચન સાંભળવામાં આવતાં બુદ્ધાનંદ જરા હસીને કહેવા લાગ્યો “એ બાળક તો વાચાલ લાગે છે, માટે તેની સાથે વાદ શ? અથવા તો તે ભલે ગમે તે છે, પણ મારે તે શત્રુપક્ષને પરાજ્ય કરવો જ જોઈએ; નહિ તો વખત જતાં અલ્પ ત્રણની જેમ તે અસાધ્ય અને દુર્ભય થઈ પડે છે.” પછી કૂર મુહ તે વાદી અને પ્રતિવાદી અને રાજસભામાં આવ્યા. એટલે સભાસદેએ પૂર્વવાદ મન્નુસૂરિને આપે જેથી તે છ મહિના પર્યત નયચક મહા ગ્રંથના અભિપ્રાય પ્રમાણે વિદ્વત્તાને યોગ્ય અખલિત વચનથી બોલ્યા, પણ તે બૅદ્ધવાદી ધારી ન શકો, તેથી તે પિતાના સ્થાને ચાલ્યો ગયો, એટલે અદ્વિતીય મલ્લ એવા મહ્નસૂરિ છત્યા” એમ સે કોઈ કહેવા લાગ્યા. શાસનદેવીએ તેમના પર પુષ્પવૃષ્ટિ કરી. પછી રાજાએ મહેસવપૂર્વક તેમને સ્વસ્થાને બિરાજમાન કર્યો. ત્યાં બુદ્ધાનંદના પરિવારને અપમાનપૂર્વક બહાર કાઢી મૂકતા રાજાને ગુરૂએ ખાસ આગ્રહ કરીને અટકાવ્યું. ત્યારબાદ રાજાએ આચાર્યને વાદી એવું બિરૂદ આપ્યું, એટલે જ્ઞાનનિધાન તે ગુરૂ મહુવાદી એવા નામથી પ્રસિદ્ધ થયા. - હવે એ પ્રમાણે પિતાનું અપમાન થતાં બુદ્ધાનંદ નિરાલંદ થઇ ગયો અને શકને લીધે તે અત્યંત પ્રતિભા રહિત બની ગયે. તેથી રાત્રે દી લઈને તે લખવા લાગ્યા. તેમાં પણ પક્ષ, હેતુઓ વિગેરે વિસ્મૃત થવાથી ભારે ભય અને લજજાના ભારથી દબાઈ જતાં તેનું હૃદય કુટી પડયું અને તે મરણ પામ્યા. ત્યાં પ્રભાતે રાજાએ તેને હાથમાં ખડી સહિત જોયે, એવામાં તેનું મરણું સાંભળતાં મલવાદી ગુરૂને શેક થયે કે- અહા ! એ વાદી મરણ પામ્યા. કયા પ્રમાણુથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust