________________ શ્રી બપ્પભટ્ટસૂરિ ચરિત્ર. (133) "बाला चंकमती पए पए कीस कुणई मुहभंग"। ગમન કરતી તરૂણું પગલે પગલે મુખભંગ શા માટે કરતી હશે?” એમ સાંભળતાં સૂરિ સત્યવચનના તરંગથી મનોહર એવું વચન બોલ્યા. કારણ કે વચનસિદ્ધ પુરૂષ કલ્પાંતે પણ અસત્ય વચન ન બોલે. નૂનં રમવા માયા વિવર નાપતિ છે અવશ્ય તે પ્રમદા પતિપરાયણ હશે, જેથી નખ પંક્તિને બતાવે છે. ' એ પ્રમાણે સાંભળી રાજા કંઈક સંભ્રાત થયો અને હિમપાતથી પ્લાન થયેલા કમળની જેમ તેણે પિતાનું મુખ નિસ્તેજ અને વિકૃત કરી દીધું, એટલે રાજાની વિપરીત દશા જોતાં આચાર્ય ઉપાશ્રયમાં આવ્યા અને સ્નેહ તથા મોહથી અપરાજિત એવા તેમણે મુનિઓને વિહાર કરવાની સૂચના આપી દીધી, પછી ત્યાં બહાર દ્વારના કમાડપર એક શ્લોક લખી, સંઘની પણ અનુમતિ લીધા વિના તે નગરની બહાર ચાલી નીકળ્યા. તે લોક આ પ્રમાણે હતે– ! " -- " यामः स्वस्ति तवास्तु रोहणगिरेमत्तः स्थितिः प्रच्युता, वर्षिष्यन्त इमे कथं कथमिति स्वप्नेऽपि मैवं कथा। श्रीमंस्ते मणयोवयं यदि भवल्लब्धप्रतिष्ठास्तदा,...' તે પરાયણ ક્ષિતિયુગો મૌd wષ્યન્તિ છે ?.. અમે જઈએ છીએ, રેહણાચલ સમાન તારું કલ્યાણ થાઓ. “આ મારાથી ભ્રષ્ટ થયા, એટલે હવે કેમ વતી શકશે?’ એમ સ્વને પણ વિચાર કરીશ નહિ. હે રાજન ! જે મણિરૂપ એવા અમે જે તારા સહવાસથી પ્રતિષ્ઠા મેળવી છે, તે શૃંગારપરાયણ રાજાઓ અમને પોતાના મસ્તક પર ધારશે.” . પછી કેટલેક દિવસે ગાડ દેશમાં વિચરતાં ગુરૂમહારાજ લક્ષણાવતી નગરીના ઉદ્યાનમાં પધાર્યા. ત્યાં ધર્મરાજાની રાજ સભામાં એક પંડિતરાજ કે જે વિદ્વાનોમાં મુગટ સમાન અને કાવ્ય રચવામાં અસાધરણ કવિ હતા. એટલે મેઘના આગમનને જાણું રસીક રમણની જેમ પ્રભુનું આગમન જાણું તે પંડિતે તેમના આગમનના સંદેશાથી રાજાને સંતુષ્ટ કર્યો. વળી તેમની સ્તુતિ કરતા તેણે જણાવ્યું કે–જેને સરસ્વતી દેવી વશ છે અને મારા પૂર્વજોથી જે પ્રશંસા પામેલ છે, એવા બપભક્ટ્રિ મુનિશ્વર આપના પુણ્યને અહીં પધાર્યા છે. એ જ્યાં પધારે તે દિવસ પણ પવિત્ર સમજો.’ * ત્યારે ચંદ્રોદયથી ચકરની જેમ આનંદ પામતા રાજાએ પણ વિદ્વાનોના મુગટ સમાન એવા તે પંડિતને જણાવ્યું કે –“એ જૈનાચાર્ય જ્યાં પધારે તે I IIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust