________________ શ્રી બપ્પભદિસરિ-ચરિત્ર. ( 137). કમલાકરની પણ શેભા શી ? એક કૌસ્તુભમણિ વિના પણ બીજાં શ્રેષ્ઠ રત્નથી રત્નાકર (સમુદ્ર) શોભે છે અને જેના વક્ષસ્થળમાં કસ્તુભ રત્ન છે તે પણ લોકોને પૂજનીય થઈ પડે છે. પૂર્ણિમાને ચંદ્ર ખંડવિના અખંડમંડળવાળો કહેવાય છે. વળી તે શંકરના શિરે જતાં પણ પોતાના પ્રકાશ અને શીતલતાને ન તજતાં શોભે છે. તરૂવરને પત્ર (પાંદડાં) મૂકી દે, તો તેની શોભા બધી ચાલી જાય છે. કારણ કે તે પત્રોના ગેજ તે જગતને જોઈએ તેવી છાયા આપી શકે છે. વળી પુપોને લીધે બધાં વૃક્ષો માનનીય થાય છે, અને વૃક્ષેને લીધે પુ માન પામે છે, એમ બંને એક બીજાના ગુણથી માન્ય થાય છે. ઇક્ષુદંડ સમાન સજજનો મહીમંડળમાં માનનીય થાય છે, પણ જડ (ળ) ના મધ્યભાગમાં તે સરસ છતાં વિરસ દેખાય છે. ઉજવળ શીલથી અલંકૃત અને પાપવાસનાને દૂર કરનારા એવા ગુણવંત જનને આપત્તિ તે ગુણરૂપ થાય છે. અહો ! જગતમાં ગુણવંત જ દુર્લભ છે માટે હે પ્રધાનો ! જે તમારે તમારા સ્વામીને) અમારી સાથે પ્રયોજન હોય, તે તે પોતે સત્વર ધર્મરાજાની સભામાં ગુપ્ત વેશે આવીને અનુમતિ માગે, એમ પ્રતિજ્ઞાને નિર્વાહ થતાં અમે તારી પાસે આવી શકીએ.” એ પ્રમાણે શિક્ષા આપીને આચાર્ય મહારાજે તે પ્રધાનને પાછા મોકલ્યા, એટલે તે પોતાના સ્વામી પાસે આવ્યા અને માહાભ્યયુક્ત સૂરિનું વચન તેમણે સમ્યક્ પ્રકારે રાજાને નિવેદન કૈયું. ત્યારે શત્રુને ભય ન લાવતાં ભારે ઉત્કંઠાપૂવક આમરાજા ઉંટ પર આરૂઢ થઈને ચાલ્યો. માર્ગે જતાં તે ગોદાવરીના કિનારે એક ગામમાં પહોંચે, ત્યાં પાદરે કઈ દેવકુળમાં તેણે નિવાસ કર્યો. એવામાં તે મંદિરમાંની દેવી આમરાજા પર આસકત થઇ જેથી અર્ધરાત્રે આવીને પ્રાર્થનાપૂર્વક તેણે રાજા સાથે ભેગવિલાસ કર્યો. કારણ કે ભાગ્ય સર્વત્ર જાગ્રત હોય છે. પછી પ્રભાત મિત્રને મળવાને ઉત્કંઠા ધરાવતો આમ રાજા તે દેવીને પૂછ્યા વિના ઉંટપર આરૂઢ થઈને આગળ ચાલ્યા અને શ્રીબમ્પટ્ટિ પ્રભુ પાસે આવી પહોંચ્યો ત્યાં વિરહના શેકથી વ્યાકુળ થયેલ રાજા નિદરૂપ અગ્નિની જવાળા સમાન વચન કહેવા લાગ્યો કે “નિદ્રા, જાગરણાદિ કૃત્યને વિષે નિરંતર યાદ કરનારા, તેમ સ્વમમાં પણ અને સુક્ષમ ચેષ્ટાઓને વિષે પણ યોગીઓના લોચનની જેમ સ્થિર છતાં શ્રેષ્ઠ હદયવાળા મિત્રોની પણ જે આવી નિષ્ઠા હોય, તે હે મન મિત્રની આશા તજી દે. હે પ્રભો ! હવે પ્રસન્ન થાઓ.” પછી ગુરૂના સત્ય વચન માટે પિતાને પ્રતીતિ હોવા છતાં રાજા કેતુકથી ગાથાઉં બે - “અવે સુમરિન શો ને રા i" અહો! તે રાગી રમણને કે નેહકે જે અદ્યાપિ યાદ આવે છે?” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust