________________ ( 130 ) શ્રી પ્રભાવક ચરિત્ર, એ પ્રમાણે તેમના અત્યાગ્રહથી ગુરૂએ તેમ કરવાનું કબૂલ કર્યું. પછી શ્રી સંઘને બોલાવીને સૂરિપદને માટે આદેશ કર્યો. એટલે ઓચ્છવને ઈચ્છનારા, - સ્વસ્થ અને ગ૭નું વાત્સલ્ય ધરાવનારા શ્રાવકોએ સત્વર જિનાલયને વિષે બધી સામગ્રી તૈયાર કરી, પછી સામ્ય અને ષકવર્ગથી અધિષ્ઠિત તથા સમગ્રહના બળયુક્ત લગ્નને વિષે ગુરૂ મહારાજે વિશ્વને શિષ્ય બનાવનાર એવા પોતાના શિષ્યને સમસ્ત, વાજિંત્રો વાગતાં શ્રોક્ત વિધિપૂર્વક તેના ચંદનશ્ચિત કાનમાં અત્તત્વ રૂપમત્ર સૂરિમંત્ર સંભળાવ્યું. એટલે પંડિતમાં સૂર્ય સમાન અને દુષ્ટ વાદીરૂપ સિંહને નાશ કરવામાં અષ્ટાપદ સદશ એવા શ્રી બમ્પટ્ટિ જગતમાં આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. પછી ગુરૂ મહારાજે વિધિપૂર્વક બ્રહ્માની રક્ષા કરવાનો ઉપદેશ આપતાં તે નૂતન સૂરિને જણાવ્યું કે–“હે ભદ્ર! એક તારૂણ્ય અને રાજસન્માન–એ બંને અનર્થના ઉત્પાદક છે. માટે તારે આત્મરક્ષા એવી રીતે કરવી કે દુષ્ટ કામ-પિશાચ તને કદાપિ છેતરી ન શકે, તે બ્રહ્મચર્યની તારે વારંવાર સંભાળ રાખવાની છે.” ત્યારે બમ્પટ્ટિસૂરિએ ત્યાં એ નિયમ લીધો કે –“જન્મ પર્યત મારે મંગળગીત ગાતાં તથા શ્રી સંઘે ગૌરવપૂર્વક પ્રાર્થના કરતાં ગુરૂ મહારાજ પોતાના પરિવારસહિત ઉપાશ્રયમાં આવ્યા, વિક્રમ સંવતના આઠસેં અગીયાર વર્ષ જતાં ચૈત્ર મહિનાની કૃષ્ણ અષ્ટમીના દિવસે શ્રી બમ્પટ્ટિ આચાર્ય થયા. હવે શ્રીમાન્ આમ રાજાના અમાત્યના વિશેષ આગ્રહથી શ્રી સંઘની ઈચ્છા ન હોવા છતાં ગુરૂ મહારાજે શ્રી બમ્પટ્ટિસૂરિને તેમની સાથે મોકલ્યા. એટલે ત્વરિત પ્રયા કરીને તે કાન્યકુજ નગરમાં આવ્યા, અને ત્યાં બાદા ઉદ્યાનના એક નિર્જીવ પ્રદેશમાં રહ્યા. ત્યારે ઉદ્યાનપાલકે રાજાને આચાર્યના આગમનના સમાચાર આપ્યા, જે સાંભળતાં હર્ષથી તેનું શરીર રોમાંચિત થયું.. પછી રાજાએ દરેક બજારે હાટની શોભાથી રસ્તા સુશોભિત કરાવ્યા. મકાને મકાને દરેક દ્વારે તેણે બંધાવ્યાં, ધૂપધાનીઓમાંથી નીકળતા ધૂમને લીધે ત્યાં શ્યામ વાદળાંને જમા થવા લાગે, ઉપર બાંધેલ ચંદ્રવાએથી પૃથ્વીતલ એક છાયારૂપ બની ગયું, કુંકુમના. છાંટણાંથી તે ભૂમિ કાશ્મીરની ભૂમિ જેવી દેખાવા લાગી. એવી રીતે ઈદ્રના નગર સમાન તે નગરને શણગારતાં, પ્રઢ મિત્રાઈને લીધે રાજાથી સ્તુતિ કરાયેલ તથા છત્ર અને ચામરથી વિરાજમાન એક રાજાની જેમ, ઉન્નત હસ્તીપર આરૂઢ થયેલ અને ઉપશમ-લક્ષ્મીથી સુશોભિત. એવા શ્રી બમ્પટ્ટિસૂરિએ જ્યાં નગરનારીઓ અટારીઓને સંકીર્ણ કરી રહી છે. એવા તે નગરમાં પ્રવેશ કર્યો. પછી રાજાએ આનંદપૂર્વક ભવ્ય ભવનમાં ગાલીચા પાથરેલ સિંહા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust