________________ શ્રી બપભદિસરિ–ચરિત્ર. ( 129) પછી જાણે ક્રોધાદિચાર કષાયોને જીતવાની નિશાની હોય, તેવા ચાર છત્રો તેમના પર ધરવામાં આવ્યાં અને તેમના પર ચામર ઢાળવામાં આવ્યાં. એમ સાધુઓના શિરદાર બમ્પટ્ટિ મહાત્માનું બહુમાન વિશ્વને બતાવતાં રાજાએ મહોત્સવ પૂર્વક તેમને નગરમાં પ્રવેશ કરાવ્યો, તેણે મુનિને કહ્યું કે આ સિંહાસન પણ રાજ્યનું મુખ્ય ચિન્હ છે, માટે એના પર બિરાજમાન થાઓ.” એટલે નિર્મળ અંતરવાળા રાજાને મુનિ કહેવા લાગ્યા કે –“આચાર્યપદ - પ્રાપ્ત થયા પછી અમને સિંહાસન પર બેસવું કલપે.” આથી રાજાએ ખેદ પૂર્વક તેમને અન્ય આસન પર બેસાર્યા. એમ કેટલાક દિવસ ત્યાં રાખીને રાજાએ પોતાના પ્રધાન પુરૂષો સાથે મુનિ પતિને તેમના ગુરૂ પાસે મોકલ્યા એટલે મઢેર તીર્થમાં બિરાજમાન શ્રી સિદ્ધસેન આચાર્યને વંદન કરીને નમ્ર વાણુથી તેઓ આ પ્રમાણે કહેવા લાગ્યા કે –“હે ભગવન્! ચંદ્ર વિનાના આકાશમાં ચકોર, ખાબોચીયામાં રાજહંસ, વનમાં એકાકી મૃગ, અલ્પ જળમાં મત્સ્ય, ગ્રીષ્મકાળમાં આર્ત થયેલ મયૂર, વર્ષાકાળમાં સમુદ્ર, રણભૂમિમાં કાયરપુરૂષ, મુર્ખામંડળમાં વિદ્વાન અને કૃષ્ણપક્ષમાં ચંદ્રમાની જેમ આ તેના મિત્ર વિના અમારો સ્વામી પ્રતિદિન ક્ષીણ થતો જાય છે. માટે શ્રદ્ધાના અધિષ્ઠાયક દેવ સમાન એવા આ બપ્પભદિ મુનિને આચાર્યપદે સ્થાપીને અમારા સ્વામીને અમેદ પમાડવા માટે એને અમારી સાથે મોકલો, કે એમના ઉપદેશથી જૈનમંદિર, પ્રતિમાદિક કરાવવા વડે ઉપાર્જન થતા સુકૃતથી રાજા ભવસાગરને પાર પામે.” એ પ્રમાણે સાંભળતાં ચારિત્રાચારમાં ધુરંધર એવા ગુરૂમહારાજ અમૃતસમાન મધુરવાણીથી કહેવા લાગ્યા કે–“ભવનમાં રત્નદીપકની જેમ એ તેજસ્વી અને અચળ સ્થિરતાવાળા અમારા બાલષિ બાહ્ય અને આત્યંતર તિમિરને નાશ કરનારા છે, તેથી જેમ સૂર્ય વિના કમળ, ચંદ્ર વિના રાત્રિ, મેઘ વિના મયૂર, મુદ્રા વિના મંત્રી, સ્તંભ વિના ઘર અને આત્મા વિના દેહની જેમ એના વિના અમારી મનોવૃત્તિ પ્લાન જ થાય તેમ છે. ' એ પ્રમાણે ગુરૂનું વચન સાંભળતાં તે પ્રધાન પુરૂષ કહેવા લાગ્યા કે હે પ્રભે! સંતપુરુષે પરોપકારની ખાતર પોતાની પીડાને ગણતા નથી. કારણકે વૃક્ષ સૂર્યના તાપને સહન કરે છે, સૂર્ય આકાશને ઓળંગવાની આપત્તિ વેઠે છે, સમુદ્ર નિકાને શ્રમ સહે છે, કાચબો પૃથ્વીના ભારને વહન કરે છે, મેઘ વરસવાની તકલીફ ઉઠાવે છે અને પૃથ્વી જગતના ભારને કલેશ ઉઠાવે છે. ઉપકાર વિના એમનું કંઈ ફળ જોવામાં આવતું નથી. માટે પ્રસાદ લાવી અમારા સ્વામીની બાધા રૂપ પર્વતને ભેદવામાં વા સમાન એવા સુજ્ઞ શિરોમણિ બમ્પટ્ટિને સૂરિપદથી વિભૂષિત કરીને અમારી સાથે મેકલે.” 17. . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust