________________ શ્રી હરિભદરિચરિત્ર (115) મૂકાવવાના પાપમાં તમે પાડતા હતા. છતાં તેમણે પિતાનું સત્વ છોડયું નહિ. તે કાર્યમાં સાવચેતી વાપરી પ્રતીકાર ચલાવતાં તે સત્વર ભાગી છુટયા. તે ન્યાયમાર્ગના પથિક મહામુનિ હતા. તેમના પ્રત્યે આચરેલ તે દુષ્કૃતનો આ તમારા ગુરૂને બદલે મળે, તેથી તેની ઉપેક્ષા કરી. એટલે તે પિતાના પાપથીજ વિનાશ પામ્યો છે. હવે જેઓ એને પક્ષ કરશે, તેમની પણ હું સદા ઉપેક્ષા કરીશ, માટે તમે એ બાબતને શોક તજી, ધીરજ ધરીને પિોતપોતાના સ્થાને ચાલ્યા જાઓ. હું તમારા સંકટને દૂર કરતી રહીશ. તમે મારા સંતાન સમાન છે, તેથી તમારા૫ર મારે કોપ શો કરવો?” એમ કહીને તે દેવી અદશ્ય થઈ ગઈ, અને શિષ્ય પોતપોતાના દેશમાં ચાલ્યા ગયા. ત્યાં એ વૃત્તાંત સાંભળતાં બદ્ધમતા વૃદ્ધ સાધુઓએ અન્ય અન્ય શિખ્યામાં સંતોષ માની લાવા. અહીં કેટલાક એમ કહે છે કે--મહામંત્રના પ્રભાવથી શ્રીહરિભદ્રસૂરિએ બૈદ્ધમતના સાધુઓને ખેંચીને તમ તલમાં હોમ્યા.” એવામાં શ્રીજિનભટસૂરિએ પિતાના શિષ્યને આવો પ્રચંડ કેપ સાંભળીને કેપને ઉપશાંત કરવા માટે તેમણે વિચાર કર્યો. પછી બે મુનિને કમળ વચનથી શિક્ષા આપી, તેના ક્રોધની શાંતિ માટે તેમના હાથમાં સમરાદિત્યના વૃત્તાંતના બીજરૂપ ત્રણ ગાથા આપીને તેમને મોકલ્યા એટલે તે બંને સૂરપાલ રાજાના નગરમાં આવ્યા અને શ્રી હરિભદ્રસૂરિને મળ્યા. પછી ગુરૂએ જે ઈષ્ટ નિર્દેશ કર્યો હતો, તે તેમણે હરિભદ્રમહારાજને સંભળાવતાં જણાવ્યું કે-“તમારા ક્રોધરૂપ વૃક્ષના ફળના ઉદાહરણ સમાન આ ત્રણ ગાથા તમે ધારી લે.” ' એ પ્રમાણે બોલતાં તેમની પાસેથી ગુરૂએ લખેલ ગાથા લઈને હરિભદ્રસૂરિ પોતે ભકિતપૂર્વક વાંચવા લાગ્યા,–તે ગાથાઓ આ પ્રમાણે હતી - "गुणसेण अग्गिसम्मा सीहाणंदाय तहपियापुता / सिहिजालिाण माइसुआ धण धणसिरि तहय पइभज्जा" // 1 // "जय विजया य सहोअर धरणो लच्छी य तहप्पइ भज्जा। सेण विसेणय पित्तिय उत्ता जम्ममि सत्तमए " // 2 // "गुणचंद अ वाणमंतर समराइच्च गिरिसेण पाणोय / एगस्स तो मुरकोऽणंतो अन्नस्स संसारो" // 3 // એટલે–પ્રથમ ભવમાં ગુણસેન અને અગ્નિશર્મા, બીજા ભવમાં સિંહ અને આનંદપિતા પુત્ર થયા, ત્રીજા ભવમાં શિખી અને જાલિની માતા પુત્ર થયા, ચેથા ભવમાં ધન અને ધનશ્રી પતિ પત્ની થયા, પાંચમાં ભાવમાં જય અને વિજય બે સહદર થયા, છઠ્ઠા ભાવમાં ધરણુ અને લક્ષ્મી પતિ પત્નિ થયા, સાતમા ભવમાં સેન વિષેણુ નામે બંને પિત્રાઈ બંધ થયા, આઠમે ભવે ગુણચંદ્ર અને વાનમંતર થયા અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust