________________ . શ્રી હરિભદ્રસૂરિ–ચરિત્ર. ( 117 ) w 1. ત્યારે હરિભદ્રસૂરિ બોલ્યા--મારા જેવા જડમતિ શિષ્યના અવલંબનરૂપ હે દેવી ! એ નિર્મળ ક્રિયાપાત્ર બે શિષ્યના મરણથી મારા મને કંઈ દુઃખ લાગતું નથી, પરંતુ મારી નિરપત્યતા જોતાં મને ભારે દુ:ખ લાગે છે. શું નિર્મળ ગુરૂકુ ળની પણ મારાથી સમાપ્તિ થઈ? એમ સાંભળતાં અંબાદેવી કહેવા લાગી–“હે ભદ્ર ! મારું એક સત્ય વચન સાંભળ. કુળવૃદ્ધિનું પુણ્ય તારે માટે નિર્માણ થયેલ નથી. શાસ્ત્રસમૂહ એજ તારા સંતતિરૂપ છે.” એ પ્રમાણે બેલતાં દેવી અંતર્ધાન થઈ અને તેના વચનથી હરિ. ભદ્રસૂરિએ શેકને ત્યાગ કર્યો. પછી પિતાના મનમાંના મોટા વિરોધનો વિનાશ કરનાર અને મોટા પ્રસાદથી ગુરૂએ મોકલેલ પેલી ત્રણ ગાથાનો વિચાર કરીને તેમણે પ્રથમ સમરાદિત્યનું ચરિત્ર બનાવ્યું, અને ત્યારપછી કુશાગ્રબુદ્ધિ એવા તેમણે જિનસિદ્ધાંતના શ્રેષ્ઠ ઉપદેશથી રમણીય એવા ચાદમેં બીજા ગ્રંથ રચ્યા, એટલે સૂરિએ એનેજ પિતાની સંતતિ માની લીધી. વળી સંતશિરોમણિ તથા હૃદયને અતિશય અભિરામ એવા બે શિષ્યના વિરહ-તરંગથી શરીરે સંતાપ પામેલા એવા તેમણે વિરહપદસહિત પિતાનું સમસ્ત ચરિત્ર રચ્યું. પછી એ ગ્રંથસમૂહના વિસ્તાર માટે હૃદયમાં થતી ચિંતાથી ગ્રસ્ત થયેલા તેમણે સામાન્ય જનમાં વસનાર એક કાર્યાસિક નામના ભવ્ય જનને જે. એટલે શુભ શકુનના ગે તેમણે પોતાના શાસ્ત્રોને વિસ્તારવા માટે તે ભવ્યને યોગ્ય વિચારી લીધો. પછી પ્રાચીન ભરતાદિનું ચરિત્ર સંભળાવતાં સંતુષ્ટ થયેલા તેને જ્ઞાની આચાર્ય કહેવા લાગ્યા–“ આ લાક સંબંધી જે કાવ્યાદિ શાસ્ત્ર છે, તે રાસભાના લીંડા જેવા માત્ર ઉપરથી સારા લાગે છે, પણ તેને ફોડતાં તો સર્વ તુસબુસર્ભાસથી વ્યાપ્ત હોય છે.” ત્યારે વણિક બેલ્યો–એનું પ્રગટ રીતે વિવેચન કરે.” એટલે આચાર્ય કહેવા લાગ્યા– અહો ! અસત્યથી ભરેલા એવા ઈતિહાસેમાં ગમે તે રીતે તેની પ્રતીતિ અધિક લાગે છે.” એમ કહી તેની મૂઢતા દૂર કરવા માટે વિષધર (સર્પ) ને મંત્રની જેમ તેના મિથ્યાગ્રહરૂપ વિષપ્રસારને દૂર કરવામાં સમર્થ એવી પાંચ ધૂકથા તેને ગુરૂએ કહી સંભળાવી. જે સાંભળતાં જૈનધર્મપર તેને શ્રદ્ધા પ્રગટ થઈ. પછી તેણે જણાવ્યું કે –“હે ભગવન્! દાન પ્રધાન જૈનધર્મ દ્રવ્ય વિના શી રીતે આરાધી શકાય?” ત્યારે આચાર્ય બોલ્યા કે—હે ભદ્ર! ધર્મ આરાધવાથી તેને પુષ્કળ દ્રવ્યની પ્રાપ્તિ થશે.” એમ સાંભળતાં વણિક કહેવા લાગ્યો--જે એમ હોય, તે હું મારા પરિ. વારસહિત આપના કહ્યા પ્રમાણે કરૂં.’ એટલે ગુરૂએ કહ્યું–‘તું સાવધાન થઈને સાંભળ, આજથી ત્રીજે દિવસે કઈ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust