________________ શ્રી હરિભદ્રસુરિ–ચરિત્ર. ( 113) આ જગતમાં સમસ્ત દેશના તમામ પંડિતને મેં પરાસ્ત કર્યા છે, છતાં જિનસિદ્ધિાંતમાં વિશારદ છતાં મૂખ કઈ જૈન વાચાળ પંડિત ત્યાં આવેલ હશે, માટે ગહન વિકાસમની ક૯૫નાઓથી હું તેને વચનમદ ઉતારીશ આ બાબતમાં શું તે પિત મરણની પ્રતિજ્ઞા કરશે? હે ચાલાક ! દૂત ! તે તો તું જ કહી દે. ! - એમ સાંભળતાં દૂત બોલ્ય–આ૫ની આગળ હું શું બોલી શકું? છતાં આપના ચરણ-કમળના પ્રસાદથી શું મારૂં અદ્દભુત શુભ નહિ થાય ? મારી અ૯૫ મતિ તો એમ ચાલે છે, છતાં તમારે અહીં વિચાર કરવાનો છે. ત્યાં એવા પ્રકારની શરત કરવી કે જે પરાજિત થાય, ત તપેલ તલના કુંડમાં પ્રવેશ કરે. ! એટલે—-“ભલે, એમ થાઓ” એ રીતે પોતાનો અભિપ્રાય બતાવતાં પ્રસન્ન થયેલ ગુરૂએ તે દૂતની પ્રશંસા કરી, તેમ છતાં બુદ્ધિશાળી અને બોલવામાં પ્રવીણ એવા તે તે બાબતને વધારે દઢ કરવા માટે ફરીને પણ કહ્યું કે જો કે એ પણ તમારે કબૂલ છે, છતાં ધૃષ્ટતાથી ફરી હું આપને કંઈક વિનંતિ કરવા ધારું છું, તે સાંભળો–આ વસુમતી રત્નગર્ભો કહેવાય છે, તેથી તેમાં અતિશય પ્રગલભ કઈ વિદ્વાન નીકળી આવે, અને તમે પરાજિત થાઓ, તે એ પણુમાં તમારી અવજ્ઞા ન થાય, એ વિચારવાનું છે, જે કે એ મારી કલ્પના તે માત્ર આકાશના પુષ્પ સમાન જ છે. તમારે જય થાય, તેથીજ અમે સનાથ રહીએ, તો પણ લાંબા વિચાર કરવાની જરૂર છે.” ત્યારે બાદ્ધગુરૂ બાલ્યો-“તમને આ ભય કેમ લાગે છે? એવો મિથ્યા ભ્રમ કોને થાય? કારણ કે ચિરસેવિત હું સમર્થ છતાં તમને પરના વિજયની શંકા , કેમ થાય છે? પ્રમાણુશાસ્ત્રમાં પ્રવીણ એવો કયા વિદ્વાન મારી સામે ટકી શકે તેમ છે? હું તેના મદરૂ૫ રેગને દૂર કરીશ, નહિતો હું મારું નામ તજી દઈશ. વાદી ના પિરૂષને પરાસ્ત કરનાર એવા મારૂં આ વચન છે દૂત ! તું તારા સ્વામીને જઈને સંભળાવજે, અને પરવાદીના લાભથી સંતુષ્ટ થયેલા અમે આ તારી પાછળ આવ્યા સમજજે. એ પ્રમાણે શ્રદ્ધગુરૂનું વચન સાંભળી મનમાં હર્ષ પામતે દૂત પિતાના નગરમાં આવ્યો અને બોદ્ધગુરૂને છેતરી આવવાના સંદેશાથી તેણે સૂરપાલ રાજાને વધા, પછી ત્રણ ચાર દિવસમાં બે દ્વગુરૂ પણ ત્યાં આવ્યા અને સમર્થ શિષ્યોથી સેવા તે વાદ કરવા તત્પર થયો. આ વખતે તેણે વિચાર કર્યો કે –“આ એકને જીતવાની ખાતર હું તારા દેવીનું શું સ્મરણ કરૂં? એ શું કરવાની હતી? મરણ કરતાં પણ જે દેવી પરાજિત થયેલ મારા શત્રુને સત્વર ઘાત કરનાર નથી” એમ ચિતવી, વાદ સભામાં હરિભદ્રસૂરિ પાસે આવીને તેણે પ્રતિપાદન કર્યું કે“આ બધું અનિત્ય છે. સત્ એ શબ્દ માત્ર વ્યાકરણથી સિદ્ધ છે. આ પક્ષમાં હેતુ એ છે કે જગતના સર્વ પદાર્થો જલધર (મેઘ) ના જેમ અનિત્ય (ક્ષણિક) છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust