________________ (11) શ્રી પ્રભાવક ચરિત્ર. સહજ સધાય તેવું ન હતું. પછી તે આચાર્ય કહેવા લાગ્યા કે –“વિનયમાં સિહ સમાન શિખ્યાની સેનાથી, અદ્ભૂત ચિત્તની નિવૃત્તિને નાશ થવાથી અપરાધ એવા તે બદ્ધોને ગૃહસ્થપણામાં પૂર્ણ પરાભવ પમાડયા છે; વળી પોતાનું સમસ્ત બળ વાપરીને શત્રુઓનું નિવારણ કરવાનું જે શાસ્ત્રવિહિત ન્યાયમાં બતાવેલ છે તે પણ યુક્તજ છે; કારણ કે શલ્યસહિત મરણ પામે, તેની પરભવમાં સદ્દગતિ ન થાય, એમ જિનશાસનમાં પણ બતાવેલ છે. વળી શિલ્યનો ઉદ્ધાર ન કરવો, તે મોટામાં મોટો દોષ છે; માટે પ્લેનના પુત્રનો ઘાત કરવાથી ઉત્પન્ન થયેલ - રેષને લીધે દ્ધોનો મારે નાશ કરવો.” એમ અંતરમાં દઢ નિશ્ચય કરી, ગુરૂને પૂછીને સહાય વિના હરિભદ્ર સૂરિ ચાલી નીકળ્યા. અને હદયમાં સંયમ અને અનુકંપાને ક્ષીણ બનાવતા તે સરપાલ રાજાના નગરમાં જઈ પહોંચ્યા, ત્યાં સત્વર તે રાજા પાસે આવી, પોતે જેનલિંગને પ્રગટ રાખી તે ધર્મલાભરૂપ આશિષથી રાજાને અભિનંદન આપતાં કહેવા લાગ્યા કે—“હે શરણાગત વત્સલ! અને સત્તભંગથી રહિત એવા હે રાજન ! તું મારું એક વચન સાંભળ તે મારા પરમહંસ શિષ્યને બચાવ્યું. હે રાજેંદ્ર! તારા એ સાહસની હું કેટલી પ્રશંસા કરૂં? વળી એ શરણાગતનું રક્ષણ કરવા માટે લાખ સુભટની અવગણના કરી, આવું ઉન્નતિકારક બળ બીજુ કાણુ બતાવી શકે? હું સુજ્ઞજનની રીતિથી ઉન્નત પ્રમાણુ યુકત યુદ્ધ કરવાની વૃત્તિથી નીકળ્યો છું અને હૈદ્ધમતના અતિશય પ્રવીણ પંડિતોને જીતવાની મારી ઇચ્છા છે.” ત્યારે સૂરપાલ રાજાએ કહ્યું કે –“હે મહાત્મન ! વિજયને માટે તમે કહે છે, તે ચુકત છે, પરંતુ તીડના સમૂહની જેમ તે ઘણું હોવાથી તથા બળવડે વાદ કરવામાં ચાલાક એવા તે જીતવા દુષ્કર છે; પરંતુ અહીં કંઈક પ્રપંચ રચું કે જેથી તમારે શત્રુવર્ગ પોતે નાશ પામે પણ મારું વચન તમારે પ્રતિકૂલ ન ગણવું. વળી સાવધાન થઈને તમે મારું એક વચન સાંભળો-“તમારામાં કેઈ અજેય શકિત છે. ? એટલે હરિભદ્ર મુનીશ્વર બેલ્યા–“મને કોણ જીતી શકે તેમ છે કે જેને અંબિકાદેવી હોય છે ?" એ પ્રમાણે વચન સાંભળતા રાજાએ શ્રાદ્ધ-નગરમાં પિતાનો દૂત મોકલ્યો. એટલે વચનમાં વિચક્ષણ અને પ્રપંચ રચવામાં પ્રવીણ એવો તે દૂત સત્વર તે નગરમાં પહોંચ્યા. ત્યાં બાદ્ધગુરૂને પ્રણામ કરતાં તેણે નિવે. દન કર્યું કે-“હે ભગવાન્ ! સૂરપાલ રાજા ભારે ભકિતને લીધે સાક્ષાત્ સરસ્વતી સમાન એવા આપને વિજ્ઞપ્તિ કરે છે કે ખાદ્ધમત સાથે વિરેાધ ધરાવનાર એક પંડિત મારા નગરમાં આવ્યું છે. આપ ત્રણે ભુવનમાં પ્રકાશમાન છતાં આ વળી વાદી શબ્દ કે ? એ બાબત અમને ભારે લજજા ઉપજાવે છે, માટે તમે એ ઉપાય છે કે જેથી તે પરાજય પામીને પોતે મરણાધીન થાય. અને તેથી અન્ય કાઈ આવીને એ પ્રમાણે અભિમાન ન ધરાવે.’ ત્યારે અભિમાન અને ક્રોધને વશ થયેલ દ્ધગુરૂ પ્રમોદથી કહેવા લાગ્યો P.P. Ac Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust