________________ ( 11 ) શ્રી પ્રભાવક ચરિત્ર. તેથી એનું મુખ અમારે જેવું નથી. પછી જે એનામાં શક્તિ હોય. તે એ સત્વર અમારા શાસ્ત્ર પ્રમાણ હેતુઓને હઠાવે, એમ કરતાં જે એને જય થાય, તે ભલે સુખે એ પોતાના સ્થાને ચાલ્યા જાય અને પરાજિત થાય, તે વધ્ય છે.” - હવે ત્યાં એકાંતમાં રહીને ઘટના મુખે વાદ કરનાર ક્રેની શાસનદેવી બોલતી હતી અને અહીં શ્રીહરિભદ્રસૂરિન પોતે શિષ્ય હતો, તે બંનેને દષ્ટિમેલાપ તો થતાજ ન હતો, એવામાં પોતાના ભક્તો પર એક નિષ્ઠાવાળી તે દેવી વિચારવા લાગી કે- “બદ્ધમતમાં ઘણું આચાર્યો સમર્થ છે તેથી આ અયુક્ત વાદ ઉચિત નથી કારણ કે તેની આગળ મારું વચન કદિ તુટવાનું નથી.” આ પછી ઘણું દિવસ વાદ ચાલતાં સુજ્ઞ પરમહંસ કંટાળી ગયે. એટલે તેણે વિચાર કર્યો કેમેટું સંકટ આવી પડતાં પિતાના ગચ્છની શાસન દેવતા અંબાદેવીનું સ્મરણ કરવું જોઈએ. એમ ધારી તેનું સ્મરણ કરતાં જિનમતનું રક્ષણ કરવામાં સદા લબ્ધલક્ષ એવી તે દેવી સભામાં આવીને તેને કહેવા લાગી કે-“હે વત્સ ! મહા સત્ત્વશાળી એ દુષ્ટ પુરૂષથી મુક્ત થવાને ઉપાય સાંભળ. બોદ્ધની શાસનદેવી તારા અહીં નિરંતર બોલે છે, તેથી તેનું વચન સ્મલિત થતું નથી. તારા વિના ક સત્ત્વશાળી પુરૂષ દેવતાઓની સાથે વાદ કરવામાં ટકી શકે ? માટે અસાધારણ પ્રતિજ્ઞા કરનાર તે દંભવાદીને આજે કહી દે કે જે કંઈ બોલવું હોય, તે સમક્ષ આવીને બોલવું, તે વિના વાદ કેમ થઈ શકે ?" એટલે હમણું જ તેના બળને નાશ કરી પ્રગટ રીતે બોલતાં તારો જ વિજય થશે.” એમ સાંભળતાં પરમહંસ બોલ્યા કે હે જનની! તારા વિના અહીં મારી અન્ય કેણ સંભાળ કરે તેમ છે?”એમ યોગ્ય ઉત્તર આપી બીજે દિવસે તેણે દેવીના આદેશ પ્રમાણે કર્યું. ત્યારે પ્રતિવાદીએ મન ધારણ કરતાં તેણે પડદાનું વસ્ત્ર ખેંચીને દૂર કર્યું અને પગવતી વિપરીત કરનાર તે ઘટના ભૂકેભૂકા કરી નાખ્યા. પછી તેણે તે દંભવાદીને કહ્યું કે –“તમે અધમ પંડિતો છે.” એવામાં રાજાએ તેમને જણાવ્યું કે એના વધને ઈચ્છનારા તમે શત્રુઓજ છે. ન્યાયથી વિજય પામનાર અને અસાધારણું ચારિત્રવાન એ આ સાધુ પુરૂષ શું વધ કરવા - લાયક છે? કદાચ તમે એને કુનયવાદી બોલશે, તો પણ તમારૂં તે વચન હું સહન કરનાર નથી. માટે સાંભળ–સમરાંગણમાં મારે પરાભવ કરીને જે એને લે, તે અચલ સમૃદ્ધિવાન તે ભલે લઈ જાય.” એમ બોલતાં રાજાએ નેત્રસંજ્ઞાથી તે વિદ્વાનને ભાગી જવાને સંકેત કર્યો. એટલે તેણે પલાયન કર્યું, કારણ કે મરણના ભયથી આકુળ વ્યાકુળ થયેલ કેણ ભાગી ન છૂટે ? પછી ઉતાવળે પગલે બહાર જતાં એક બેબી તેના જેવામાં આવ્યું. એવામાં ઘોડેસ્વારે પોતાની પાછળ નજીકમાં આવી પહોંચ્યા. તેથી તેણે ધાબીને કહ્યું કે– આપત્તિ આવે છે, માટે ભાગી છુટ.” એમ પોતાની ચાલાકીથી ધાબીને ભગાડતાં તે પોતે વસ્ત્ર ધોવા બેસી ગયો. તેવામાં એક ઘોડેસવારે આવીને તેને પૂછયું કે- આ રસ્તે કઈ P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust