________________ શ્રી વૃદ્ધવાદીસરિ-ચરિત્ર (91) તે મારી સામે આવીને બેલે.” આ તેની પ્રતિજ્ઞાથીજ તે વખતના વાદીઓ બુદ્ધિમાં પ્રતિહત થઈ બધા શૂન્યમતિ જેવા બની ગયા. આથી ગુરૂએ ભારે વાત્સલ્યથી તેમને આચાર્યપદે સ્થાપ્યાં. કારણ કે પાત્રે નિયુક્ત થયેલ અર્થની જેમ ગુણો વૃદ્ધિ પામે છે. પોતે વૃદ્ધ છતાં જગતમાં તે વાદમુદ્રાથી વિભૂષિત થઈને વિખ્યાત થયા. તેથી તે વૃદ્ધ આચાર્ય વૃદ્ધવાદી એવી અન્વયયુક્ત પ્રસિદ્ધિને પામ્યા. એવામાં શ્રી જિનશાસનરૂપ કમળવનને વિકસિત કરવામાં ભાસ્કર સમાન એવા શ્રી સ્કંદિલાચાર્ય અનશન લઈને સ્વર્ગસ્થ થયા. એટલે ગચ્છરૂપ પૃથ્વીનો ઉદ્ધાર કરવામાં કચ્છપ (કાચબા) સમાન એવા વૃદ્ધવાદી ગુરૂએ ગુણ સંતતિના સ્થાનરૂપ એવી વિશાલા નગરી ભણી વિહાર કર્યો. એ અરસામાં દારિદ્રયરૂપ અંધકારનો નાશ કરવામાં સૂર્ય સમાન એવો વિક્રમાદિત્ય નામે રાજા રાજ્ય કરતો હતો. ત્યાં કાત્યાયન ગેત્રમાં ઉત્પન્ન થયેલ દેવર્ષિ બ્રાહ્મણ અને દેવશ્રીને પુત્ર સિદ્ધસેન નામે એક વિદ્વાન્ વિપ્ર પ્રખ્યાત હતે. સર્વ શાસ્ત્રોમાં પારંગત એ તે કઈવાર ત્યાં આવ્યા અને શ્રીમાન વૃદ્ધવાદીસૂરિને મળે. એટલે તેણે પ્રશ્ન કર્યો કે—હે મુનિનાથ! આજકાલ વૃદ્ધવાદી અહીં વિદ્યમાન છે ? ત્યારે ગુરૂ બેલ્યા–“હું પિતેજ તે વૃદ્ધવાદી છું, એમ સમજી લે.” ત્યાં સિદ્ધસેને કહ્યું–મારે વિદ્ધ ગાઝી કરવાની ઈચ્છા છે, માટે અહીં જ આપણે તે કરાવા બેસીએ, કે જેથી લાંબા વખતનો મારો સંકલ્પ સિદ્ધ થાય.” એટલે આચાર્ય બોલ્યા “જે એમ હોય, તો પિતાના હૃદયને સંતોષ પમાડવા માટે આપણે વિદ્વાનોની સભામાં શા માટે ન જઈએ? કારણ કે સુવર્ણની પ્રાપ્તિ થતી હોય, તે પિતળને કોણ ગ્રહણ કરે? એમ કહ્યા છતાં જ્યારે તેણે “મારે તે અહીંજ વાત કરે છે, એ પિતાનો કદાગ્રહ ન મૂકો, ત્યારે આચાર્યો એ વાત કબુલ કરી અને ગોવાળને તે વખતે સભાસદો બનાવ્યા. એટલે પ્રથમ સિદ્ધસેને પોતાને પક્ષ સ્થાપન કરતાં જણાવ્યું કે–સર્વજ્ઞ કઈ છે જ નહિ, કારણ કે આકાશપુષ્પના દષ્ટાંતની માફક પ્રત્યક્ષ, અનુમાદિક પ્રમાણોથી તે ઉપલબ્ધ નથી.” એમ કહીને તે મન રહ્યો. ત્યારે ગોવાળોને સંતોષ પમાડતાં વૃદ્ધવાદી કહેવા લાગ્યા કે આ સિદ્ધસેનનું કથન તમે કઈ સમજી શકયા કે નહિ?” તેઓ બોલ્યા–ઈરાની ભાષા જેવું અવ્યક્ત વચન શીરીતે સમજી શકાય?” એટલે વૃદ્ધવાદીએ જણાવ્યું—“હે ગોવાળ! એનું વચન હું બરાબર સમજી શક્યો છું. એ કહે છે કે જિન-વીતરાગ નથી,” માટે તમે સત્ય કહી બતાવે કે તમારા ગામમાં વીતરાગ સર્વજ્ઞ છે કે નહિ ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust