________________ શ્રી વૃદ્ધવાદીસુરિ-ચરિત્ર. ( 5 ) ( હવે બીજો અર્થ બતાવે છે)– અથવા અણુ એટલે અલ્પ ધાન્ય, તે અલ્પ વિષયપણાથી માનવદેહના પુપે સમજવાં. તે અ૫ પુષ્પી નરદેહના શીલાંગ મહાવ્રત રૂપ પુષ્પોને વિનાશ કર નહિ. મન રૂ૫ આરામને મરડી નાખ, એટલે ચિત્તના વિકલ્પજાળનો સંહાર કર. તથા મુક્તિપદને પ્રાપ્ત થયેલા નિરંજન વીતરાગ દેવની પુષ્પોથી અર્ચા ન કર, અર્થાત્ ગૃહસ્થને ઉચિત છકાય જીવનની વિરાધના રૂપ દેવપૂજામાં પ્રયત્ન ન કર. કારણ કે તે સાવદ્ય છે. કીર્તિની કામનાથી સંસાર રૂપ અરણ્યમાં શા માટે ભ્રમણ કરે છે, અર્થાત મિથ્યાવાદને તજી જિનેશ્વરે કહેલ સત્યમાં આદર કર. એ બીજે અર્થ બતાવ્યું. (હવે ત્રીજો અર્થ કહે છે)– અથવા તે કીર્તિના સ્યાદ્વાદ વચન રૂ૫ પુષ્પોને તોડ નહિ. તથા મનના અધ્યાત્મપદેશ રૂપ આરાને તોડી ન નાખ, અર્થાત્ ખાટી વ્યાખ્યાથી તેને વિનાશ ન કર, વળી રાગાદિ લેપરહિત નિરંજન મનની, સુગંધિ અને શીતળ સદુપદેશ રૂપ પુષ્પોથી પૂજા કર. અર્થાત મનને લાધ્ય બનાવ. તથા સંસાર રૂપ અરયના સ્વામી પરમ સુખી હોવાથી તે તીર્થકર છે તેમના શબ્દ-સિદ્ધાંત સૂત્રમાં ભ્રાંતિ શા માટે લાવે છે? કારણ કે તેજ સત્ય છે. માટે તેમાં જ પ્રેમ-ભાવના રાખવી જોઈએ. એ ત્રીજો અર્થ બતાવ્યા. ઈત્યાદિ શ્રી વૃદ્ધવાદી મહારાજે તે ગાથાના બુદ્ધિવર્ધક અનેક અર્થ બતાવ્યા પણ અમે જડ જેવા તે કેટલું સમજી શકીએ ? એ રીતે ગુરૂના ઉપદેશરૂપ મેઘના ગરવ અને વર્ષણના આડંબરથી સિદ્ધસેન સુરિની મનોભૂમિ બોધને લીધે અંકુરિત થઈ, એટલે તેમને વિચાર થયો કે –“મારા ધર્માચાર્ય વિના આવી શક્તિ બીજા કેઈમાં નથી.” એમ ધારી શિબિકાથી નીચે ઉતરીને તે ગુરૂના ચરણે ઢળી પડ્યા, અને કહેવા લાગ્યા કે–“ભાવ-શત્રુઓથી જીતાયેલા એવા મેં આપ ગુરૂની મોટી આશાતના કરી, આપ દયાળુ તે ક્ષમા કરો.” એ પ્રમાણે સાંભળતાં ગુરૂ બોલ્યા કે –“હે વત્સ! એમાં તારે દેષ નથી, આ સમય જ એવો છે. આ દુઃષમાકાળ શત્રુની જેમ પ્રાણીઓની સદ્ગતિને નાશ કરે છે. જેના સિદ્ધાંતનું પાન કરાવીને મેં તને સંપૂર્ણ તૃપ્ત કર્યો, છતાં મંદ અગ્નિવાળાને સિનગ્ધ ભજનની જેમ જે તું પણ જીર્ણ ન કરી શક્યા તે જડતારૂપ વાયુ, પનસા (નાસિકારોગ) તથા લેમ્પવાળા અને અલ્પ સત્વરૂપ અગ્નિવાળા અન્ય વિદ્યારૂપ અન્ન શી રીતે જીર્ણ કરી શકે? માટે હે ભદ્ર! ક્ષુધાતુર થયેલ તું પિતે, આપેલ શ્રુત, સંતેષરૂપ ઔષધથી વૃદ્ધિ પામેલ ધ્યાનરૂપ અંતર–અગ્નિવડે જીર્ણ કર, સ્તંભથકી પ્રાપ્ત થયેલ પુસ્તક તારી પાસેથી શાસન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust