________________ ( 94) શ્રી પ્રભાવક ચરિત્ર પછી રાજાએ જણાવ્યું કે–“હે ભવતારક નાથ ! હું શત્રુના ભયરૂપ અંધકારમાં પડ્યો હતો, પણ સૂર્ય સમાન તમે તેમાંથી મારો ઉદ્ધાર કર્યો. માટે હે પ્રભે દિવાકર એવું આપનું નામ પ્રસિદ્ધ થાઓ. ત્યારથી સિદ્ધસેન દિવાકર એવા નામથી પ્રસિદ્ધ થયા. પછી રાજાને તે અત્યંત માનનીય થઈ પડ્યા. તેથી રાજા તેમને ભક્તિથી બલાત્કારે સુખાસન તથા હસ્તી વિગેરે ઉપર બેસારતો અને તે રાજભવનમાં જતા. એ હકીક્ત લોકોના મુખથી વૃદ્ધવાદીસૂરિના જાણવામાં આવી એટલે રાજસન્માનના ગર્વથી ભ્રમિત થયેલ મતિયુક્ત શિષ્યને શિક્ષા આપી ક્ષણવારમાં તેનો દુષ્ટ આગ્રહ દૂરકરવાને પોતાનું રૂપ છુપાવીને ગુરૂ કમરપુરમાં આવ્યા. ત્યાં રાજાની માફક સુખાસનમાં બેઠેલ અને બહુ લોકોથી પરવારેલ એવા સિદ્ધસેન શિષ્યને તેમણે રાજમાર્ગમાં જોયો. ત્યારે ગુરૂ તેને કહેવા લાગ્યા કે “તું બહુ વિદ્વાન છે. માટે મારા સંદેહને દૂર કર. તારી ખ્યાતિ સાંભળીને હું બહુ દૂર દેશાંતરથી આવ્યો છું.” એટલે સિદ્ધસેન રિએ કહ્યું-તારે જે પૂછવું હોય, તે પછ.” ત્યારે સમીપે રહેલા વિદ્વાને વિસ્મય પમાડતાં ગુરૂ ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યા કે– “અછ8 મતોડદુ મન ઝારામ મમદુ.. मणकुसुमेहिं अच्चि निरंजणु हिंडहकाई वणेण वणु" // 1 // આ ગાથાને વિચાર કરતાં પણ અર્થ જાણવામાં ન આવ્યો, તેથી તેણે છેટે ઉત્તર કહીને જણાવ્યું કે–બીજું કંઈ પૂછો.” એટલે ગુરૂ બોલ્યા–“એજ ગાથાને વિચાર કરો.” આથી તેણે અનાદર પૂર્વક અસંબદ્ધ કંઈક કહી બતાવ્યું, કે જે ગુરૂએ માન્ય ન કર્યું, ત્યારે સિદ્ધસેન સૂરિએ કહ્યું-“તો પછી તમે એને અર્થ કહી બતાવે.” જેથી વૃદ્ધવાદી ગુરૂ કહેવા લાગ્યા–“હે ભદ્ર! તું સાવધાન થઈને સાંભળ કે જેથી તું માર્ગભ્રષ્ટ છતાં એનું તત્ત્વ સાંભળવાથી પુન: માર્ગને પામી શકે. તે આ પ્રમાણે– જેનું અલ્પ આયુષ્ય રૂપ પુષ્પ છે એવું મનુષ્યનું શરીર, તેના આયુખંડ રૂપ પુપને રાજસન્માનને ગર્વ રૂ૫ લાકડી વતી તોડ નહિ. આત્મા સંબંધી અને સંતાપને હરનારા એવા યમ, નિયમાદિ રૂપ બગીચાને ભાંગ નહિ. ક્ષમા, માદેવ, આર્જવ અને સંતોષાદિ મન પુષ્પોથી નિરંજનનું પૂજન કર. અર્થાત જેના અહંકારના સ્થાન જાતિ, લાભાદિ રૂપ અંજન દૂર થયેલ છે તથા સિદ્ધિપદને પ્રાપ્ત થયેલ એવા નિરંજનનું ધ્યાન ધર. મોહાદિ વૃક્ષઘટાથી ગહન એવા આ સંસાર રૂપ અરણ્યમાં એક સ્થાનથી બીજે સ્થાન શા માટે ભમે છે. આ એક અર્થ થયો. P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust