________________ (992) શ્રી પ્રભાવક ચરિત્ર. ત્યારે તે બધા બોલી ઉઠયા કે– જૈન ચૈત્યમાં જિન સર્વજ્ઞ વિદ્યમાન છે, માટે એનું વચન મિથ્યા છે. આ પ્રમાણ વિનાના વિપ્ર વચનને અમે માન્ય કરતા નથી. પછી આચાર્ય પુનઃ કહેવા લાગ્યા કે –“હે વિપ્ર ! હું સત્ય વચન કહું છું, તે સાંભળ–અજ્ઞાતિશય ક્યાંક તરતમતામાં વિરામ પામે છે. પરમાણુંઓમાં જેમ ન્યૂનાધિકતા છે, તેમ અતિશયમાં પણ તે સ્કુટ છે. અને તે લઘુ કે ગુરૂતર, પર માણુ અને આકાશમાં પણ ઉપલબ્ધ છે. પ્રજ્ઞા અવધિ તે કેવળજ્ઞાન સિદ્ધજ છે. એ જ્ઞાન તો ગુણ છે, માટે વિચાર કરે, તેના આધારરૂપ કંઈ દ્રવ્ય પણ હોવું જ જોઈએ. તે આધારરૂપ દ્રવ્ય તેજ સર્વજ્ઞ છે. એમ સર્વશની એ સિદ્ધિ થઈ જ જાય છે.” એ પ્રમાણે વચન વિસ્તારથી વૃદ્ધવાદી સૂરિએ પિતાને પંડિત માનનાર એવા સિદ્ધસેન બ્રાહ્મણને જીતી લીધે કારણ કે આવા સમર્થ વિદ્વાન આગળ તે શું માત્ર છે ? . એવામાં હર્ષાશ્રુથી લોચનને આ બનાવતાં સિદ્ધસેન પણ કહેવા લાગે કેહે ભગવાન પ્રથમ તો તમે પોતે જ ખરેખરા સર્વજ્ઞ છે કે મને જીતી લીધે, તો હવે મેં પૂર્વે કરેલ પ્રતિજ્ઞા પ્રમાણે તમે મને શિષ્ય થવાની અનુમતિ આપે અર્થાત શિષ્ય બનાવે કારણ કે પૂર્વે મેં એવી પ્રતિજ્ઞા લીધી છે કે- જેને હું ઉત્તર આપવા અસમર્થ થાઉં, તેને શિષ્ય બનું. એટલે ગુરૂ મહારાજે પોતે તત્પર થયેલ એવા સિદ્ધસેન વિપ્રને જેન વિધિ પ્રમાણે દીક્ષા આપી, અને તેનું કુમુદચંદ્ર એવું નામ રાખ્યું. પછી બાણની જેમ પોતાની તીક્ષણ અને પ્રકૃષ્ટ પ્રતિભાના બળે સિદ્ધસેન મુનિ તે કાળના સર્વ સિદ્ધાંતના સત્વર પારંગામી થઈ ગયા. એટલે ગુરૂએ પ્રમેદપૂર્વક તેમને આચાર્યપદે સ્થાપન કર્યા. પૂર્વે તેમનું નામ તે પ્રસિદ્ધ હતું અને આ વખતે વધારે વિખ્યાત થયું. પછી ગુરૂ મહારાજે શ્રી સિદ્ધસેનસૂરિને ગચ્છ ભળાવીને પોતે અન્યત્ર વિહાર કર્યો. કારણ કે ગુરૂ દૂર રહીને જ શિષ્યને પ્રભાવ જુએ છે. - હવે એકદા શ્રી સિદ્ધસેનસૂરિ બાહ્ય ભૂમિકાએ જતા હતા, તેવામાં રાજમાગે થઈને જતા વિક્રમાદિત્ય રાજાના તે જોવામાં આવ્યા ત્યારે અલક્ષ્યરીતે રાજા એ તેમને પ્રણામ કર્યા. એટલે ઉંચા અવાજે ગુરૂએ તેને ધર્મલાભ આપે. આ તેમની દક્ષતાથી સંતુષ્ટ થયેલ રાજાએ પ્રીતિદાનમાં તેમને એક કોટિ સોનાહેર આપી અને પત્રમાં લેખ લખે કે– " धर्मलाभ इति पोक्ते, दूरादुद्धृतपाणये / सूरये सिद्धसेनाय, ददौ कोटिं नराधिपः" . એટલે-દુરથી હાથ ઊંચો કરીને ધર્મલાભ આપતાં શ્રી સિદ્ધસેનસૂરિને રાજા એ એક કટિ સેના મહાર આપી.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust