________________ શ્રી વૃદ્ધવાદીસુરિ ચરિત્ર. (93) પછી રાજાએ આચાર્યને બોલાવીને નિવેદન કર્યું કે--“હું તમને દ્રવ્ય આપવા માગું છું.” ત્યારે ગુરૂ બેલ્યા-દ્રવ્ય લેવું અમને કપે નહિ. માટે તમે રૂચે તેમ કરે.” આથી રાજાએ ગરીબ સાધમી બંધુઓ અને સૈન્યના ઉદ્ધાર માટે તે દ્રવ્યને એક સાધારણ ભંડાર કર્યો. એક વખતે સિદ્ધસેન મુનીશ્વર ચિત્રકૂટ પર્વત પર આવ્યા, ત્યાં પર્વતના એક ભાગમાં એક સ્તંભ તેમના જેવામાં આવ્યા કે જે કાષ્ઠ, પત્થર કે માટીથી બનાવેલ ન હતો. ત્યારે વિચાર કરતાં તે એષિધના ચુર્ણને બનાવેલ તેમના જાણવામાં આવ્યા એટલે તેના રસ, સ્પર્શ અને ગંધાદિકની પરીક્ષાથી તથા મતિના બળથી ઓષધાઓળખીને તેમણે તેના વિરોધી ઔષધોને મેળવ્યાં અને તેના વતી વારંવાર ઘર્ષણ કરતાં તે સ્તંભમાં એક છિદ્ર કર્યું. એટલે ત્યાં હજારે પુસ્તકો તેમના જોવામાં આવ્યાં તેમાંથી એક પુસ્તક લઈ ઉઘાડતાં તેમાંના એક પત્રમાંની એક પંક્તિ તેમણે વાંચી જોઈ, તો તેમાં સુવર્ણસિદ્ધિનો યોગ જોવામાં આવ્યું તેથી વિસ્મય પામતાં બીજે એક લેક વાંચે, તેમાં સરસવથી સુભટે બનાવવાનું લખ્યું હતું. આથી વિશેષ હર્ષ પામી સાવધાન થઈને જેટલામાં આગળ વાંચવા લાગ્યા, તેવામાં શાસનદેવીએ તે પત્ર અને પુસ્તક હરી લીધું. કારણ કે કાળના દેષથી તેવા સમર્થ પુરૂષોની પણ તેવા પૂર્વગત ગ્રંથ વાંચવાની યેગ્યતા તેના જેવામાં ન આવી, પણ સત્તહાનિને સંભવ તેણે જોયે. પછી એકદા તે બંને વિદ્યાયુક્ત સિદ્ધસેન સૂરિ વિહાર કરતા પૂર્વ દેશના પ્રાંતમાં રહેલ કમરનગરમાં ગયા. ત્યાં પરાક્રમથી પ્રખ્યાત થયેલ એવો દેવપાલ નામે રાજા રાજ્ય કરતો હતો તે સત્વર શ્રી સિદ્ધસેન ગુરુને નમસ્કાર કરવા આવ્યો. એટલે આક્ષેપણું વિગેરે ચાર પ્રકારની ધર્મવ્યાખ્યાથી ગુરૂએ તેને પ્રતિબંધ પમાડ્યો અને મિત્રતામાં સ્થાપન કર્યો. એવામાં એકદા રૂપમાં કામદેવ સમાન અને અધર્મમાં મતિ રાખનાર એવા વિજયવર્મ રાજાએ તેને ઘેરી લીધે, અને અસંખ્ય અગ્રગામી સુભટો તેને ભારે પરાભવ પમાડયો ત્યારે દેવપાલ રાજાએ ગુરૂને વિનંતિ કરી કે હે દેવ ! આ રાજાના તીડની શ્રેણિ સમાન અભૂત સૈનિકે, અ૫ ભંડારવાળા એવા મારા સૈન્યને વિખેરી નાખશે. માટે તે સ્વામિન ! હવે આપજે મારા શરણરૂપ છે.” ત્યારે આચાર્ય બોલ્યા- હે રાજન! તું એ સંકટથી ભય ન પામ. હું પ્રાય: તેને પ્રતિકાર કરીશ.” પછી તેમણે સુવર્ણસિદ્ધિના યોગથી અગણિત દ્રવ્ય અને સરસવના યોગથી ઘણું સુભટો ઉત્પન્ન કર્યા. અથવા તે ગુરૂના પ્રસાદથી દેવપાલ રાજાએ શત્રુને પરાજિત કર્યો. કારણ કે તેવા ગુરૂની ઉપાસનાથી શું ન થાય? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust