________________ - - શ્રી વૃદ્ધવાદિસૂરિ-ચરત્ર. ( 101 ) વાદી આચાર્ય તથા શ્રીસિદ્ધસેન દિવાકર વાદીંદ્ર એ બંનેનું ચરિત્ર કિંચિત્ વર્ણવી બતાવ્યું. તે ભવ્યાત્માઓને બુદ્ધિદાયક અને પ્રદદાયક થાઓ. શ્રીચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપ સરોવરને વિષે રાજહંસ સમાન તથા શ્રીરામ અને લક્ષમીના પુત્ર એવા શ્રીપ્રભાચંદ્રસુરિએ મન પર લેતાં શ્રી પ્રદ્યુમ્નસૂરિ શોધેલ શ્રી પૂર્વષિઓના ચરિત્રરૂપ રોહણાચલને વિષે શ્રીવૃદ્ધવાદી તથા સિદ્ધસેનસૂરિના સુચરિત્રરૂપ આ નિર્મળ આઠમું શિખર થયું. ઈતિ-શ્રી વૃદ્ધવાદીસૂરિ-પ્રબંધ. =- અમુલ્ય જૈન સાહિત્ય -- શ્રી પંચપ્રતિક્રમણ સૂત્ર અર્થ સહિત. મૂળ, ભાવાર્થ, વિશેષાર્થ, નોટ વગેરે. તદન શિક્ષણની પદ્ધતિએ નવી શૈલીથી અર્થ વગેરે સહિત રચના, બાળક બાળકીઓ જલદીથી મૂળ તથા અર્થ સરલ રીતે શીખી શકે તેવી રીતે તૈયાર કરી છપાવેલ છે. શાલાઓ માટે ખાસ ઉપયોગી. વધારે લખવા કરતાં મંગાવી ખાત્રી કરો. કિ. રૂા. 1-12-0 મુદ્દલ કિંમત પિોટેજ જુદું. - શ્રાવક ઉપયોગી ખાસ ગ્રંથ.” “શ્રી આચારપદેશ ગ્રંથ. આચાર એ પ્રથમ ધર્મ છે એમ શાસ્ત્રકારો કહે છે, તે શું છે તે આ ગ્રંથમાં બતાવેલ છે. રાત્રિના ચતુર્થ પહેરે (બ્રહ્મમુહૂર્ત વખતે) શ્રાવકે જાગ્રત થઈ શું ચિંતવવું ? ત્યાંથી માંડાને આખા દિવસની તમામ વ્યવહારિક તેમજ ધાર્મિક કરણ કેવા આશયથી તથા કેવી વિધિથી શું કરવી ? રાત્રિએ શયનકાળ સુધીમાં, મન, વચન, કાયાની શુદ્ધિપૂર્વક ધર્મ આજ્ઞાઓના પાલન તરીકેનું આચાર વિધાન કેવું હોવું જોઈએ ? વગેરે અનેક ગૃહસ્થ ઉપયોગી જીવનમાં પ્રતિદિન આચરવા યોગ્ય સરલ, હિતકર યેજના આ ગ્રંથમાં બતાવેલ છે. શ્રાવકધર્મને માટે જીદગીની શરૂઆતથી વ્યવહાર અને ધર્મના પાલન માટે પ્રથમ શિક્ષારૂપ આ ગ્રંથ છે, ખરેખર જેન થવા માટે એક ઉત્તમ કૃતિ છે કોઈ પણ જેન નામ ધરાવનાર વ્યક્તિ પાસે તેની પાસે તેના પઠન પાઠન માટે આ ગ્રંથ અવશ્ય હોવો જોઈએ. કિમત મુદલ રૂા. 0-8-0 માત્ર આઠ આના પોસ્ટેજ જુદું. શ્રી ધર્મરત્ન પ્રકરણ.” સર્વ ધર્મ સ્થાનની ભૂમિકારૂપ એકવીશ શ્રાવકના ગુણનું વર્ણન, ભાવશ્રાવકના લક્ષણે, ભાવસાધુના લક્ષણો, સ્વરૂપ અને ધર્મરત્નનું અનંતર, પરંપર ફળ, અનેક વિવિધ અઠ્ઠાવીશ કથાઓ સહિત આ ગ્રંથમાં આપવામાં આવેલ છે. પ્રથમથી છેવટ સુધીના તમામ વિષયો ઉપદેશરૂપી મધુર રસથી ભરપૂર હોઈ તે વાંચતાં વાચક જાણે અમૃતરસનું પાન કરતા હોય તેમ સ્વાભાવિક જણાય છે. વધારે વિવેચન કરતાં તે વાંચવાની ખાસ ભલામણ કરવામાં આવે છે. કિમત રૂ 1-0-0 પિસ્ટેજ જુદું. લખો - =શ્રી જેન આત્માનંદ સભા–ભાવનગર:– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust