________________ ( 88 ) શ્રી પ્રભાવક ચરિત્ર. મિત્ર છે, તેથી તેમનું મુખ જોઈને ભલે એ ચિરકાળ જીવતો રહે.” એટલે શિબિકા નીચે મૂકવામાં આવી અને ગુરૂનું મુખ તેને બતાવવામાં આવ્યું, ત્યાં તે ચણિત થયેલ જોઈ હાથ ઘસીને તે કહેવા લાગ્યું–‘વિક્રમાદિત્ય રાજાની એક ખંડ ખોપરી તો મને મળી, પણ આ મારા આચાર્યનું કપાળ પુણ્યવંત પુરૂષના લક્ષણ યુક્ત છે, તે જે મારા હાથમાં આવી એ અર્ધ કપાળ સાથે સંયુક્ત થાય, તો મારા બધા મને રથ સિદ્ધ થઈ જાત; પણ શું કરીએ, નિર્ભાગીને આવું કયાંથી પ્રાપ્ત થાય? તેથી જીવતાં અને મરતાં પણ એ મિત્રે મને હાથ ઘસતે કર્યો. મનુષ્યોમાં તેજ એક પુરૂષ હતો, કે જેણે પોતાની મતિથી મને જીતી લીધે, તેમ છતાં આ લોકો એના દેહસંસ્કારને માટે મને અનુજ્ઞા આપે તે સારૂં; કારણ કે અસાધારણ મિત્રાઈથી આજે મને પણ પુણ્ય વિભાગ પ્રાપ્ત થાઓ.’ પછી લેકીએ તેમ કરવાની તેને અનુજ્ઞા આપી, એટલે આકાશ માર્ગે જઈને તે યોગી મલયાચલ થકી ચંદનકાઇ ત્યાં લઈ આવ્યો, અને ગુરૂના શરીરને તેણે અગ્નિસંસ્કાર કર્યો. તેના પ્રભાવથી અદ્યાપિ તેમના વંશમાં પિતાના તેજથી અમર સમાન અને કળાના નિધાન એવા પ્રભાવક આચાર્ય થાય છે. - એ પ્રમાણે મહાપ્રભાવ યુક્ત અને દુરિતને દૂર કરનાર એવું શ્રી જીવદેવ ગુરૂનું ચરિત્ર જાણુને વિબુધ જનો સાવધાન થઈને નિરંતર તેનું સ્મરણ કરો. તથા આચાર્ય મહારાજનો મહિમા બતાવવામાં એક કારણરૂપ એ ચરિત્રને ચિરકાળ જયવંત રહો. શ્રી ચંદ્રપ્રભસૂરિના પટ્ટરૂપે સરોવરને વિષે હંસ સમાન તથા શ્રીરામ અને લહમીદેવીના પુત્ર એવા શ્રી પ્રભાચંદ્રસૂરિએ વિચારપર લાવતાં, શ્રી પ્રદ્યુમ્નસૂરિએ શોધેલ, શ્રી પૂર્વર્ષિઓના ચરિત્રરૂ૫ રેહણાચલને વિષે શ્રીજીવદેવસૂરિના સુચરિત્રરૂપ આ સાતમું શિખર થયું. શ્રીમાન પ્રદ્યુમ્નસૂરિરૂપ કલ્પવૃક્ષ, તે વચનની દરિદ્રતાનું મથન કરનાર છે, મનની પ્રસન્નતારૂ૫ લતાના દઢ આધાર અને સુજ્ઞ જનેરૂપ પુષ્પસમૂહને ઉલ્લાસ પમાડનાર છે. ઈતિ-શ્રીજીવસૂરિ–પ્રબંધ. P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust