________________ શ્રી છવદેવસૂરિ ચરિત્ર. (87) પોતાની સભામાં આવ્યા. આ બનાવથી સંતુષ્ટ થયેલા બ્રાહ્મણો તે વખતે વેદોક્ત આશિષથી જ્યધ્વનિ કરવા લાગ્યા. ત્યારથી વાયડ નગરમાં જાણે ભ્રાતૃ ભાવથી તેમણે સ્નેહ સ્થાપન કરેલ હોય, તેમ અદ્યાપિ જૈનો સાથે સ્નેહ સંબંધ ત્યાં ચાલ્યો આવે છે. પછી શ્રી આચાર્ય મહારાજ અન્યત્ર વિહાર કરી ગયા. એવામાં પિતાને મૃત્યુ સમય નજીક આવેલ જાણુને તે પુન: પિતાના સ્થાને આવ્યા અને ત્યાં પિતાના પદ પર એક યોગ્ય શિષ્યને સ્થાપન કર્યો. વળી પોતે સર્વસંગનો પરિત્યાગ કરતાં ધ્યાનમાં મન લગાવવાની ઈચ્છાથી તેમણે પોતાના ગચ્છ અને નવા આચાર્યને શિક્ષા આપી તે વખતે ગચ્છ--પ્રવર્તકને તેમણે ગુપ્ત આદેશ કર્યો કે–જે સિદ્ધ યોગીને અમે પૂર્વે પ્રતિહત કર્યો છે. કે જે અનેક સિદ્ધ યુક્ત છે, તેને ખોપરીનો એક ખંડ હાથ લાગે છે, અમારૂં મરણ તેના જાણવામાં આવતાં તે અવશ્ય અહીં આવશે એટલે જે તે પાપમતિ અમારી પણ ખોપરી પામી જશે, તો શાસનને તે અનેક પ્રકારના ઉપદ્રવ કરશે, માટે હે ભદ્ર! અમારા નિર્જીવ કલેવર પર સ્નેહની દરકાર ન કરતાં ખોપરીના ભૂકેભૂકા કરી નાખજે, કે જેથી તેને ઉપદ્રવને સંભવ ન રહે, આ સંબંધમાં મારી આજ્ઞાનું પાલન કરવું એજ તારી કુલીનતા છે. તો જિનશાસનની રક્ષા માટે એક કામ તારે અવશ્ય કરવાનું છે. એ પ્રમાણે તે શિષ્યને શિક્ષા આપીને ગુરૂમહારાજે પોતે પ્રત્યાખ્યાન કર્યું, તથા આરાધના પૂર્વક તે પરમેષ્ઠીના ધ્યાનમાં લીન થયા; પછી પવનને નિરોધ કરી મસ્તક માર્ગે પ્રાણ ત્યાગ કરતાં ગુણના નિધાનરૂપ તે આચાર્ય વૈમાનિક દેવની સમૃદ્ધિ પામ્યા. એટલે એક પ્રચંડ દંડ લઈને લબ્ધલક્ષ તે શિષ્ય કપાળનું એવી રીતે ચુર્ણ કરી નાખ્યું કે જેથી તેને આકાર પણ લેવામાં ન આવી શકે. એવામાં લોકોનો શેકપૂર્વક હાહારવ થતાં ગીતાર્થ મુનિઓએ શિબિકામાં રહેલ ગુરૂના શરીરને ઉપાડયું. એવામાં ડમરૂના ધ્વનિથી ભયંકર ભાસતો તે યોગી ત્યાં આવ્યા અને તે લોકોને પૂછવા લાગ્યો કે–આ કો પુરૂષ મરણ પામે ?" ત્યારે અથથી પિતાની મુછને ભીંજાવતાં એક મુખ્ય બ્રાહ્મણ ગદ્ગદ અવાજથી તેની આગળ બોલ્યો કેજાણે વાયુદેવની બીજી મૂર્તિ હોય અને મહાસ્થાનરૂપ ધરા-પૃથ્વીને ઉદ્ધાર કરવામાં વરાહરૂપ એવા જીવદેવ મુનીશ્વર સ્વર્ગવાસી થયા.” એ પ્રમાણે સાંભળતાં કપટથી શાક બતાવી વક્ષસ્થલને કુટતાં મોટે પિકાર કરી અત્યંત રૂદનપૂર્વક તે યોગી કહેવા લાગ્યો કે–અરે ! હવે મારા સ્વામીનું એક વાર તમે મને મુખ બતાવે નહિ તો પોતાનું શિર કૂટીને હું અવશ્ય પ્રાણત્યાગ કરીશ.” ત્યારે પ્રવર્તક બેલ્યા–“શિબિકાને પૃથ્વી પર મૂકો. આ યોગી સ્વામીને I P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust