________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. ( 61 ) ક્ષત્રિયમાં મુગટ સમાન અને યુદ્ધ કર્મમાં કુશળ એ સંગ્રામ નામે પ્રખ્યાત ક્ષત્રિય હતું. તેની સુવ્રતા નામે પત્ની હતી. સહસ્ત્રફણા શેષનાગના સ્વખથા સૂચિત અને પુણ્યના સ્થાનરૂપ એ નાગાર્જુન નામે તેમનો પુત્ર હતો. તે ત્રણ વરસનો થયે, ત્યારે એક વખતે બાળકો સાથે રમત કરતાં એક બાળસિંહને વિદારી તેમાંથી કંઈક ભક્ષણ કરતો તે પોતાના ઘરે આવ્યો ત્યારે પિતાએ તેનો નિષેધ કરતાં જણાવ્યું કે--“હે વત્સ! આપણે ક્ષત્રિયકુળમાં નખી–નખવાળા પ્રાણીનું ભક્ષણ કરવાની મનાઈ છે. એવામાં ત્યાં આવેલ એક સિદ્ધ પુરુષે વર્ણન કર્યું કે “હે નરોત્તમ! પુત્રના એ કર્મથી તું વિષાદ ન કર. જેનું રહસ્ય પામવું અશક્ય છે એવા સૂત્રના રહસ્યને પણ એ જ્ઞાતા થશે.” પછી બાલ્યાવસ્થામાં જ તેજવડે સૂર્ય સમાન, ઉદ્યમી અને સાવધાન એવો નાગાઅર્જુન અદ્દભુત કળાવાળા વૃદ્ધ પુરૂષનો સંગ કરવા લાગ્યો. ઘણું કળાઓ ગ્રહણ કરવાથી પર્વત અને નદીઓ જેને ઘરના આંગણુ જેવી અને દૂર દેશાંતર જેને ગૃહાંતર જેવું થઈ પડયું. પર્વતમાં પેદા થતી વનસ્પતિનો અભ્યાસ કરતાં તે ભારે રહસ્યજ્ઞાતા થયે અને રસસિદ્ધિ કરનાર ઔષધિઓને તે સંગ્રહ કરવા લાગે. હડતાલ (તાડ) નું સત્ત, ગંધકનું ચુર્ણ, અભ્રક (અબરખ) નો દ્રવ તથા પારાનું કારણ મારણ જાણવામાં તે અસાધારણ નીવડયો અને દુઃસ્થિતિને છેદનાર થયે. રસસાધનામાં નિષ્ણાત એ નાગાર્જુન સહસ્ત્ર, લક્ષ અને કોટિપુટ રસાયન બનાવવામાં તે નિપુણ બને. એવામાં મહીતલપર ભ્રમણ કરતાં એકદા નાગાર્જુન પિતાના નગરમાં આવ્યું. ત્યારે સમસ્ત સિદ્ધિને જાણનાર અને ત્યાં બિરાજમાન એવા પાદલિપ્તસૂરિ તેના જાણવામાં આવ્યા. એટલે પર્વતભૂમિમાં નિવાસ કરી પાદલેપને ઈચ્છનાર નાગાર્જુને પોતાના શિષ્ય દ્વારા આચાર્યને જ્ઞાપન કર્યું ત્યાં તેના શિષ્ય તૃણ-રત્નમય પાત્રમાં સિદ્ધ રસ લાવીને શ્રી પાદલિપ્ત ગુરૂ આગળ ધર્યો.” - એટલે ગુરૂ ત્યા–એ સિદ્ધરસે મને આપવા માટે રસ બનાવ્યો! અહો! તેનો કેટલે બધે નેહ?” એમ કહેતાં તેજરા હસ્યા. પછી તે પાત્ર હાથમાં લઈ ભીતે પછાડી તેમણે ભાંગીને ભૂકો કરી નાખે. તે જોતાં આવેલ પુરૂષ મુખ વાંકું કરીને ખેદ પામે. ત્યારે ગુરૂએ તેને કહ્યું કે હે ભદ્ર! તું ખેદ ન પામ. તને શ્રાવક પાસેથી સારૂં ભેજન અપાવીશ; એમ કહી સન્માન પૂર્વક તેને ભોજન અપાવ્યું. પછી તે જવા લાગ્યા, ત્યારે ગુરૂએ તે રસવાદીને એક કાચપાત્ર મૂત્રથી ભરીને આપ્યું. તેથી તે શિષ્ય વિચારવા લાગે કે- મારો ગુરૂ ખરેખર મૂર્ખ લાગે છે કે આની સાથે સ્નેહ કરવા ઈચ્છે છે.” એમ ચિંતવત તે પિતાના ગુરૂ પાસે આવ્યો ત્યાં આવી અત્યંત વિસ્મયપૂર્વક સત્ય વૃત્તાંત નિવેદન કરતાં તેણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust