________________ શ્રી પાદલિપ્તસૂરિ ચરિત્ર. ( 65 ) એટલે રાજાએ ભેગવતી નામની વારાંગનાને કહ્યું કે –“હે ભદ્ર! તું એમના વખાણ કર.” તે બોલી–- પાદલિપ્ત વિના હું બીજા કોઈની સ્તુતિ કરતી નથી, આકાશ માગે ગમન કરવામાં સમર્થ, વિદ્યાસિદ્ધ અને મહાક્રિયાયુક્ત એવા પાદલિપ્ત વિના અન્ય કોણ એવા ગુણોને ધરાવનાર છે!” એવામાં સંધિ વિગ્રહ કરાવનાર શંકર નામે કઈ મત્સરી અને પાદલિપ્તના વખાણને સહન ન કરનાર રાજપુરૂષ કહેવા લાગ્યા કે “મરણ પામેલ જે જીવતા થાય, તેના પ્રગટ પાંડિત્યને અમે માનીએ છીએ. અન્ય તો ગગનમાં ચાલનારા શુકપક્ષીઓ જેવા વિદ્વાને ઘણું પડ્યા છે.” ત્યારે ભગવતી બોલી—“એ કળા પણ તેમનામાં અવશ્ય સંભવે છે, કારણ કે જૈન મહર્ષિઓ દેવોની જેમ અતુલ્ય પ્રભાવવાળા હોય છે. એ કૈક જોવાની ખાતરજ રાજાએ કૃષ્ણ રાજાને પૂછાવીને પાદલિપ્તસૂરિને માનખેટ નગરથી ત્યાં બોલાવ્યા. એટલે તે જૈનાચાર્ય આવ્યા અને બહારના ઉદ્યાનમાં ઉતર્યા તેમના આગમનના સમાચાર વિદ્વાન્ બહસ્પતિના જાણવામાં આવતાં તેણે તેમની પરીક્ષા કરવાનો વિચાર કર્યો, પછી તેણે એક ચાલાક પુરુષને ઓગળેલ ઘતથી રૂપાની કટોરી ભરીને મોકલી. એટલે તેણે આવીને તે આચાર્યની આગળ મૂકી ત્યારે સૂરિએ ધારિણી વિદ્યાના બળથી તેમાં સોય ભરાવીને ઉભી રાખી દીધી અને તે કટોરી આવેલ પુરૂષ મારફતે પાછી મોકલાવી તે જોતાં બ્રહસ્પતિ ભારે ખેદ પામે. પછી રાજાએ સન્મુખ આવીને તેમનો પ્રવેશ મહોત્સવ કર્યો અને ત્યાં ગુરૂ મહારાજને ઉતરવા માટે તેણે એક સારૂં મકાન કહાડી આપ્યું ત્યાં રાજાની સમક્ષ તરંગલા નામની અભિનવ કથા કહેનાર એક પાંચાલ નામે કવિ હતા. ગુરૂનું સન્માન જોઈને તેને ભારે અદેખાઈ આવી ગઈ. આચાર્યો તેની કથા વખાણું નહિ, પણ તેમાં ઉલટું દુષણ બતાવ્યું, કારણકે ગદંભના મુખમાંથી શાંતિ જળ કદિનીકળે શું? વળી પ્રસંગોપાત તેમણે જણાવ્યું કે –મારા ગ્રંથમાંથી અર્થબિંદુ ચોરીને એણે કથા નહિ, પણ કંથા (દડી) રચી છે કારણ કે એનું વચન સદા બાળ, ગોપાળ અને અંગનાઓને આનંદ આપે તેવું છે. તે પ્રાકૃત (સામાન્ય) વચન વિદ્વાનોના ચિત્તને રમાડે તેવું નથી તેવાને ઉચિત એવી તેની કથાને ભગવતી બરાબર વર્ણવી બતાવે છે. હવે એકદા પાદલિપ્ત સૂરિએ કપટથી પિતાનું મરણ બતાવ્યું, એટલે હા હા P.P.AC. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust