________________ શ્રી વિજયસિંહરિચરિત્ર. ( 69 ) મુનિઓથી પરવરેલા પ્રભુ કેરિટક નામના બાહા ઉદ્યાનમાં એક આમ્રવૃક્ષ નીચે સમેસર્યો. તેમને સર્વજ્ઞ સમજીને પેલા અશ્વ સહિત રાજા ત્યાં આવ્યો અને તેણે યજ્ઞનું ફળ પૂછયું. એટલે ભગવંત બોલ્યા–“હે રાજન્ પ્રાણિવધથી નરકનું ફળ પ્રાપ્ત થાય છે. એવામાં ભગવંતના દર્શનથી અશ્વના લોચનમાં આંસુ આવી ગયાં ત્યારે જિનેશ્વરે રાજા સમક્ષ તેને બોધ આપતાં જણાવ્યું કે–“હે અશ્વ ! તારે પૂર્વભવ સાંભળ અને હે સુજ્ઞ! સાવધાન થઈને પ્રતિબંધ પામ. પૂર્વે આ નગરમાં સમુદ્રદત્ત નામે જૈન વણિક કતો. તેને સાગરત નામે મિત્ર કે જે મિથ્યાષ્ટિ હતો. સમુદ્રદત્તે તેને જીવદયા પ્રધાન જિનધર્મને પ્રતિબધ આપે. જેથી તે બાર વ્રતધારી બની હળવે હળવે સુકૃતનું ભાજન કહેવા લાગ્યા કે—પોતાના ધર્મનો ત્યાગ કરવાથી એને ક્ષયરોગ થયો છે.” એમ સાંભળતાં વ્યાધિગ્રસ્ત થયેલ સાગર પોતના ધર્મભાવમાં હાનિ થવા લાગી. અથવા તે પોતાના સ્વજનેના મીઠાં વચનથી કણ ન લેભાય ? એકદા ઉતરાયણ પર્વમાં લિંગમહોત્સવ થતાં અતિથિ બ્રાહ્મણે માટે પુષ્કળ વૃત લઈ જવામાં આવતું અને તે વખતે ઘણા વૃતબિંદુઓ માર્ગમાં નાખી દેવામાં આવ્યા હતા. એવામાં પાછા વળેલ દયાળુ સાગરપિતે તે ધર્મની નિંદા કરી, જેથી નિર્દય બ્રાહ્મણોએ લાકડી અને મુષ્ટિવતી તેને માર્યો તથા સેવકોએ પ્રહારથી તેને છુંદી નાખ્યો. પછી દયા લાવીને તેને જવા દીધું. ત્યાં આર્તધ્યાનથી મરણ પામી, સેંકડો તિર્યંચના ભાવમાં ભમીને તું અશ્વ થયે. અહો ! હવે મારો પૂર્વભવ સાંભળ– પૂર્વે ચંદ્રપુરમાં બોધિબીજ (સમ્યક્ત્વ) ની પ્રાપ્તિ પછી સાતમે ભવે હું શ્રી વર્મા નામે વિખ્યાત રાજા થયે. તે ભવ આ પ્રમાણે સમજવા–પ્રથમ શિવકેત, બીજે સાધર્મ દેવલોકમાં, ત્રીજે કુબેરદત્ત, ચોથો સનકુમારમાં, પાંચમો શ્રી વજકંડલ, છઠ્ઠો બ્રહ્મ દેવલોકમાં, સાતમે શ્રી વર્મા, આઠમો પ્રાણુત દેવલેકે અને નવમો આ તીર્થકરને ભવ–એમ સંક્ષેપથી ભવ બતાવ્યા. - હવે સમુદ્રદત્ત, વ્યવહારી ભગુપુરથી ઘણા કરીયાણાથી વહાણ ભરીને સમસ્ત લક્ષમીના સ્થાનરૂપ એવા ચંદ્રપુરમાં આવ્યું. ત્યાં ઘણાં કોંમતી ભેટણાથી તેણે રાજાને સંતુષ્ટ કર્યો અને રાજાએ પણ દાન તથા સન્માનથી તેને સંતોષ બતાવ્યું. પછી રાજાને પ્રસાદ વધવાથી અને સાધુ જનને આદર આપવાથી જિન ધર્મ પર તેને અનુરાગ વધવા લાગ્યા અને તેથી રાજાને પણ જિનધર્મને બંધ થયો. વળી ત્યાં આવેલ તેના મિત્ર સાગર પોતાની સાથે પણ સમાન બોધને લીધે રાજાની મિત્રતા થઈ. પછી પ્રાંતે સમાધિ પૂર્વક મરણ પામતાં શ્રી વર્મા રાજા પ્રાણત દેવલોકમાં દેવ થયે. ત્યાંથી આવીને તે હું ભરતક્ષેત્રમાં તીર્થકર થયો છું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust