________________ (80 ) શ્રી પ્રભાવક ચરિત્ર. કરનારની રસના (જીભ) તંભિત કરી. ત્યાં ઇંગિત ચેષ્ટાથી ગુરૂએ તે ચગીનું કૃત્ય બધું જાણી લીધું. એટલે પોતાની શક્તિથી વ્યાખ્યાનમાં પોતાના શિષ્યને શક્તિમાન બનાવીને સમય પર ગુરૂ પોતે મનમાં લેશ પણ વ્યાકળતા લાવ્યા વિના તેને વ્યાખ્યાન કરવા બેસાર્યા. એવામાં બેસવાની ભૂમિ પર તેનું આસન જાણે પત્થરથી બનાવીને લગાડેલ હોય તેમ વજા લેપ તુલ્ય સચોટ થઈ ગયું. ત્યારે અંજલિ જોડી મિથ્યા પ્રણામ કરતાં તે યોગી કહેવા લાગ્યું કે –“હે મહાશક્તિના નિધાન!. મને મુક્ત કરે.’ એવામાં કેટલાક શ્રદ્ધાળુ લેકોએ પણ ગુરૂને વિનંતિ કરી, જેથી દયા લાવીને ગુરૂએ મુક્ત કરતાં તે ચાલ્યા ગયે, કારણકે ઈશુભક્ષણ કરતાં કુંજર (હસ્તી) ની સાથે કોણ સમાનતા કરી શકે ? પછી તે કુગીએ સ્વીકારેલ ઉત્તર દિશામાં, ગુરૂએ સાધુ સાધ્વીઓને ગમન કરવાનો નિષેધ કર્યો, તથાપિ કોઈવાર કર્મસંગે બે સાધ્વીઓ વડીનીતિ નિમિતે તે દિશા તરફ ગઈ. એવામાં તળાવની પાળ પર બેઠેલ તે યોગીના જોવામાં આવી. એટલે નીચ આશયવાળા અને નિર્દય એવા તેણે સન્મુખ આવીને હસ્તલાઘવથી એક સાધ્વીના મસ્તક પર કંઈક ચૂર્ણ નાખ્યું, ત્યારે તે પાછળ જઈને તેની પાસે બેસી ગઈ, ત્યાં વૃદ્ધ સાધ્વીએ તેને સમજાવ્યા છતાં તે આવી નહિ. અહા ! પૂજ્યના વચનનું ઉલ્લંઘન કરવું, એ પણ કણરૂપજ છે. એટલે વૃદ્ધ સાધ્વીએ આવીને અશ્રુપૂર્વક ગુરૂમહારાજને તે વૃત્તાંત નિવેદન કર્યો અને જણાવ્યું કે–આ કામમાં અમને વિષાદ ન થાય, તેમ કરે.” ત્યારે ગુરૂ બેલ્યા–“હે ભદ્ર! તમે ખેદ ન કરો. પછી ઘાસનું એક પુતળું બનાવી, ચાર શ્રાવકને શિખામણ આપીને તેમણે તે પૂતળું શ્રાવકને આપ્યું. એટલે બહાર જતાં તેમણે તે પૂતળાની કનિષ્ઠ અંગુલિ છેદી નાખી. પછી યોગી પાસે આવતાં જોયું, તે યોગીને હાથ અંગુલિ રહિત તેમના જેવામાં આવ્યું. આથી તેમણે ગીને પૂછ્યું કે–આ અંગુલી કેમ કપાઈ?” તે –“એ તે અકસ્માતું થયું છે.” ત્યારે શ્રાવકોએ કહ્યું—“ઘણા કષ્ટ ઉપજાવનાર એ સાધ્વીને તું મૂકી દે.” આ તેમનું વચન જ્યારે તેણે ન માન્યું, ત્યારે તે યોગીના દેખતાં તેમણે પૂતળાની બીજી આંગળી કાપી નાખી, એટલે તરત તે યોગીની આંગળી કપાઈ ગઈ. પછી તેમણે આક્ષેપપૂર્વક જણાવ્યું કે નીચ પુરૂષો દંડ આપવાથી સાધ્ય થાય છે. આ તો દયા લાવીને માત્ર તારી આંગળી છેદી છે, એમ જે આ પૂતળાનું શિર છેદી નાખીએ, તો તારું શિર પણ કયાં રહે તેમ છે ? માટે હે પાપાત્મા ! એ સાધ્વીને મૂકી દે, નહિ તે તારૂં મસ્તક અમે છેદી નાખીશું. હે મૂખ! પોતાની અને પરની શક્તિનું અંતર તું જાણતો નથી, આથી ભય પામતાં તે યોગી છે કે એના શિરે પાણી છાંટા, એટલે સાવધાન અને સ્વસ્થ થઈને તે પોતાના સ્થાને જશે.” IT P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust