________________ શ્રી જીવસરિચરિત્ર. ( 9 ) કહેવા લાગ્યા. ત્યાં પાપનું શોધન કરનાર વેતાંબર સૂરિએ સવ્રતવાળા, નિર્મમાભાસ, અને પ્રઢ વચન-શક્તિવાળા છતાં દિગંબર મુનિને બંધ પમાડે. એવામાં એક્તા તેમના આચારને કંઈક જોવા માટે તેમની માતાએ મહા ભક્તિપૂર્વક તેમને ભિક્ષાને માટે નિમંત્રણ કર્યું. ત્યાં સારાં ભાજનેમાં એક સામાન્ય આહાર મૂકી રાખે અને બીજું પ્રવર ભજન સાધારણ પાત્રોમાં ભરી રાખ્યું, ત્યારે પ્રથમ દિગંબર મુનિ આવ્યા, તેમને શીલવતીએ બંને પ્રકારના આહારના ભાજનો બતાવ્યાં. એટલે સારા આહારને તેમણે આદર કર્યો, તેથી તે લુબ્ધ, આળસુ અને સંસ્કાર રહિત દેખાઈ આવ્યો અને સવિકાર મુખને ધારણ કરતાં તેણે માતા તરફ જોયું. એવામાં બીજા પુત્રના બે સાધુઓ ત્યાં આવ્યા. તેમને બંને પ્રકારને આહાર બતાવતી તે હર્ષપૂર્વક કહેવા લાગી કે–આ બંને આહારમાં તમને રૂચે તે ગ્રહણ કરે.” ત્યારે સાધુઓ વિચાર કરીને બોલ્યા કે-“અમારે શુદ્ધ આહાર જ લેવાનો છે. જેમાં આધાર્મિક દોષને સંશય આવે, તે ભેજન પણ અમને ન ક૯પે.” એમ કહેતાં તે બંને આહાર લીધા વિના તે બંને મુનિ ચાલ્યા ગયા. એટલે ધર્મકર્મ સાધનાર એવી શીલવતી દિગંબરાચાર્ય પુત્રને કહેવા લાગી કે તારા ભ્રાતાનું વ્રત જોયું ? શુભ અભ્યાસ બહારથી રમ્ય લાગત હોય, છતાં રક્તજનેને તે અ૫ ફળદાયક થાય છે. આહારની જેમ ધર્મને વિષે પણ એવી જ રીતે સમજી લેવું, માટે એ ધર્મમાં તું રૂચિ કર.” . એ પ્રમાણે માતાએ પ્રતિબંધ પમાડતાં અને બંધુના વચનથી સન્મતિ આવતાં તેજસ્વી મહીપાલ મુનિએ અધિક આત્મબળ મેળવવાને વેત વસ્ત્રને ધારણ કરી લીધાં, અને શ્રી રાશીલ ગુરૂની પાસે દીક્ષા અને શિક્ષા સ્વીકારતાં તે નાગમનાં રહસ્યને જાણુને ગીતાર્થ થયા. એટલે સદ્ગુરૂએ તેમને યોગ્ય સમજીને બંધુ–સૂરિના પાટે સ્થાપન કર્યા અને જીવદેવ એવા નામથી વિખ્યાત થયેલા તે સદગુરૂ શોભવા લાગ્યા. પાંચસે મુનિઓના પરિવારથી વિરાજિત અને પિતે દયાવાન છતાં અંતરના શત્રુઓનો સંહાર કરવામાં નિર્દય તથા ઉત્કટ તેજયુક્ત એવા મહીપાલ ગુરૂને એકદા શ્રીવીરભવનમાં વ્યાખ્યાન કરતાં દષ્ટિવિષ સર્પ સમાન એક યેગીએ જોયા. એટલે વિસ્મય પામતે તે ચિંતવવા લાગ્યો કે– મહાતેજસ્વી અને કળાવાન આ વેતાંબર ગુરૂ આ લોકમાં સાર્વ.. ભમ (ચક્રવતી) સમાન શોભે છે. સામાન્ય જનોને ઉપદ્રવ કરવામાં જે મારી શક્તિ ચાલે છે તે શું માત્ર છે? જે આ મુનિને કંઈ અનિવાર્ય વિપ્ન ઉપજાવું તે હું સમર્થ પુરૂષ ખરે!” એમ ચિંતવને લીલાપૂર્વક તે સભામાં બેઠો અને પૃથ્વીતલપર તેણે અસ્મલિત આસન લગાવ્યું, પછી માને ધારણ કરીને વ્યાખ્યાન ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust