________________ શ્રી વિજયસિંહસૂરિ–ચરિત્ર. ( 73) વીને હળવે હળવે રેવતાચલ તીર્થ પર ચડવા લાગ્યા. શ્રી નેમિનાથના એ તીર્થની રક્ષા કરવામાં સદા સાવધાન એવી પદ્યા નામે દેવી હતી. એટલે પ્રસંગોપાત તેનું ચરિત્ર અહીં કહેવામાં આવે છે: કણાદ મુનિએ સ્થાપન કરેલ એવા કાસ હદનામના નગરમાં સમસ્ત વસુધામાં દેવ સમાન તથા ચાર વેદને પારંગામી એવો સર્વદેવ નામે એક બ્રાહ્મણ હતા. સતીઓમાં રત્ન સમાન એવી સત્યદેવી નામે તેની પત્ની હતી. તેમની અંબાદેવી નામે પુત્રી કે જે સુકૃતશાળી જનેમાં મુગટ સમાન હતી. તે વનવસ્થા પામતાં સેમભટ્ટ નામે કેટીનગરીના રહેવાસી વિપ્રને વરી કે જે કુળ, શીલ (સદાચાર) અને રૂપથી રમણીય હતે. પછી રમણમાં અભિરામ એવી અંબાદેવીને પરણને તે પોતાના નગરમાં આવ્યું અને અંતરમાં સંતુષ્ટ થયેલ તેણે મહોત્સવપૂર્વક પોતાના ઘરમાં પ્રવેશ કર્યો, ત્યાં સાંસારિક સુખ ભોગવતાં નિર્દોષ એવી અંબાદેવીને કેટલાક કાલ પછી વિભાકર અને શુભંકર નામે બે પુત્રો થયા. એકદા શ્રી નેમિનાથ પ્રભુના શિષ્ય શ્રીસુધર્મસૂરિની આજ્ઞા લઈને નિર્મળ ચારિત્રધારી એવા બે મુનિ ભિક્ષા માટે અંબાદેવીના આંગણે આવ્યા એટલે ભાવનાયુકત નિર્મળ મનથી હર્ષપુર્વક તેણે મુનિને વિધિસહિત સમસ્ત શુદ્ધ આહાર વહોરા, પછી પ્રણામ કરીને બંને સાધુને તેણે વિસર્જન કર્યો. એવામાં સમભટ્ટ તેને પતિ આવ્યો અને આક્રોશપુર્વક કહેવા લાગ્યો કે –“વિશ્વદેવમહાદેવ સંબંધી ક્રિયા કર્યા વિના તેં રસવતીનો કેમ સ્પર્શ કર્યો?” એ અપરાધને લઈને તેણે દુર્વચન કહેવામાં બાકી ન રાખી, એટલું જ નહિ પણ લેશ પણ મુખવિકાર ન બતાવતી અંબાદેવીને તેણે લપડાકવતી ખુબ મારી, એવામાં ઘરના માણસોએ અનુકંપાથી તેને છોડાવી; એ અપમાનથી મનમાં ખેદ પામતાં તે પિતાના બંને પુત્રને લઈને ઘરથકી બહાર ચાલી નીકળી, એક નાના બાળકને તેણે કેડપર ઉપાડ અને મોટાને આંગળીએ ચલાવતાં તે વિચાર કરવા લાગી કે—જેના મુનિને દાન આપવાથી હું આવા પરાભવને પામી માટે જેન વિધિથી નિર્મળ એવો તેજ માર્ગ મને શરણરૂપ થાઓ.” એમ ધારી માનમાં આવી ગયેલ અંબાદેવી ત્વરિત પગલે રૈવતાચલ તીર્થ ભણી ચાલી. પછી ગિરિરાજ પાસે આવતાં તે ચિંતા વવા લાગી કે–અહો! હું તૃષાતુર ક્ષુધાતુર, અને શ્રમિત છું અને પર્વત તો બહુ ઉન્નત છે.” એમ ધારી સુકૃતની ભાવનાથી તેણે તીર્થ પર આરોહણ કર્યું અને ત્યાં જઈને શ્રી અરિષ્ટનેમિને ભકિતપુર્વક વંદના કરી, પછી ચૈત્યથકી બહાર આવી તે આમ્રવૃક્ષ નીચે વિસામો લેવા બેઠી એવામાં ક્ષુધાતુર થયેલ બાળકે પાકેલ આમ્રફળની લુંબ માગી એટલે તેણે તે બાળકને આપી, શ્રી નેમિનાથનું સ્મરણ કરીને પુત્રો સહિત તે શિખર પરથી ઝંપાપાત કર્યો, ત્યારે શ્રી નેમિનાથના સ્મરણાગે તે દિવ્ય સિદ્ધિને પામી અર્થાત્ દેવી થઈ. 10 . IIIll P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust