________________ . ( 70 ) શ્રી પ્રભાવક ચરિત્ર. એ પ્રમાણે ભગવંતના મુખથી કર્મકથા સાંભળતાં રાજાએ અશ્વને અનુમતિ આપતાં તેણે સાત દિવસનું અનશન કર્યું અને સમાધિથી મરણ પામીને તે સહસ્ત્રાર દેવલોકમાં સત્તર સાગરોપમના આયુષ્ય વાળ ઇંદ્રને સામાનિક દેવ થયા. ત્યાં દિવ્ય સુખો ભેગવતાં અવધિજ્ઞાનથી તેણે પૂર્વનું સ્મરણ કર્યું અને ગુપુરમાં સાડી બાર કેટી સુવર્ણની વૃષ્ટિ કરી. વળી રાજા અને નગરજનોને જિનધર્મને પ્રતિબંધ પમાડ્યો, તથા તે વખતે સુકૃતશાળી એવા તેણે માહા મહિનાની પૂર્ણિમાએ સુવર્ણ-રત્નમય શ્રી મુનિવ્રત સ્વામીના ચિત્યની સ્થાપના કરી. માઘની શુકલ પ્રતિપદાના દિવસે ભગવંત અશ્વરત્નને બોધ કરવા આવ્યા અને તે જ મહિનાની શુકલ અષ્ટમીએ અશ્વ દેવલોકે ગયે. એ પ્રમાણે નર્મદાના તટપર ભૂગુકચ્છ નગરમાં સમસ્ત તીર્થોમાં શ્રેષ્ઠ એવું એ અધાવબોધ નામે પવિત્ર તીર્થ પ્રવર્તમાન થયું. પછી શ્રી મુનિસુવ્રત સ્વામીથી બાર હજાર ને બાર વરસ વ્યતીત થતાં પદ્મ ચક્રવતીએ એને ઉદ્ધાર કર્યો, અને હરિફેણ ચકવતીએ ફરી એ તીર્થને દશમે ઉદ્ધાર કરાવ્યો. એ રીતે પાંચ લાખ ને અગીયાર વર્ષ વ્યતીત થયા. છનું હજાર વરસમાં એના એક સ ઉદ્ધાર થયા. તે પછી સુદર્શનાએ ઉદ્ધાર કરાવ્યું. તેની ઉત્પત્તિ આ પ્રમાણે છે:– તાય પર્વત પર રથનપુર ચક્રવાલ નામના નગરમાં વિરથ નામે રાજા હતો તેની વિજ્યમાલા નામે રાણી હતી. તેમની વિદ્યા નામે પુત્રી હતી. તે તીર્થોને વંદન કરવા ચાલી, તેવામાં આગળ થઈને ઉતરતો એક સર્પ તેણીના જેવામાં આવ્યો એટલે સાથે આવનારા પેદળ અપશુકન સમજીને તે સપને મારવા લાગ્યા, એ જીવ વને ન અટકાવતાં વિજ્યાએ તેની ઉપેક્ષા કરી. પછી શ્રી શાંતિનાથ-તીર્થમાં જઈને તેણે ભાવથી ભગવંતને વંદન કર્યું. ત્યાં યતનામાં એક નિષ્ઠ ચારિત્ર વાળી વિદ્યાચારણ સાધ્વી હતી. તેને વંદન કરીને વિજ્યા, જીવવધની પિતે ઉપેક્ષા કરી, તેથી પશ્ચતાપ કરવા લાગી, જેથી તેણે કંઈક તે કર્મને ક્ષીણ કર્યું. પછી પ્રાંતે પોતાના જીવિત, ગ્રહ, ધનના મોહથી આર્તધ્યાનમાં તે મરણ પામીને શકુનિ (સમળી) થઈ, અને તે સર્પ મરણ પામીને શિકારી થયે. એકદા ભાદરવા મહિનામાં ઘણા દિવસે વરસાદ ઉપશાંત થતાં વટવૃક્ષ પર રહેલ તે શમળી શુધિત થઈ, એટલે પોતાના સાત બચ્ચાં અને પિતાને માટે ખોરાકને શોધતાં તે શિકારીના ઘરે ગઈ અને ત્યાથી તેણે એક માંસનો કટકો ચાંચમાં ઉપાડ્યો, પછી ઉડીને આકાશમાં જતાં તેને શિકારીએ બાણ છેડીને ઘાયલ કરી, ત્યારે તે શ્રી મુનિસુવ્રત સ્વામીના ચિત્ય આગળ પડી અને લગભગ મરવાની અણી પર આવી. એવામાં તેણના પુણ્યગે ત્યાં ભાનુ અને ભૂષણ નામના બે સાધુ આવી ચડયા. તેમણે દયા લાવી જળસિંચનથી તેને આશ્વાસન આપ્યું અને P.P.AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust