________________ ( 66) શ્રી પ્રભાવક ચરિત્ર. ના પોકાર પૂર્વક ઘણું લેકે ત્યાં ભેગા થયા અને શિબિકામાં ગુરૂના શરીરને પધરાવી વાજિંત્રોના નાદ સાથે વહન કરતા, તે જેટલામાં પાંચાલ કવિના ભવન પાસે આવ્યા, તેવામાં ઘરથકી બહાર નીકળીને તે ભારે શોક બતાવતો કહેવા લાગ્યા કે:-હા! હા! મહાસિદ્ધિના પાત્ર એવા આચાર્ય સ્વર્ગે ચાલ્યા ગયા. સત્પાત્રમાં અદેખાઈ લાવનાર અને સત્યવ્રતમાં દાષ્ટને ૨ક્ત કરનાર મારા જેવાને એ પાપથી મુક્તિ મળે તેમ નથી કારણકે રત્નાકરની જેમ સર્વ શાસ્ત્રોના નિધાન એ આચાયના ગુણેથી, મત્સર લાવનાર અને સંતોષ પામતા નથી વળી પોતાને પશ્ચાત્તાપ પ્રગટ કરતાં તેણે જણાવ્યું કે - " सीसं कहाव न फुट्ट, जमस्स पालित्त यं हरंतस्स / Hસ મુનિરાઓ, તરંગોના ન લૂટા” છે ? પાદલિપ્તનું હરણ કરનાર એવા યમનું મસ્તક કેમ ફુટી ન પડયું કે જેના મુખરૂપ નિજરણાથી તરંગલીલા (કથા) રૂપ નદી પ્રગટ થઈ.” એવામાં પાંચાલના સત્ય વચનથી હું જીવતો થયો” એમ બોલતા આચાર્ય કે ના હર્ષનાદ સાથે ઉભા થયા. પછી ગુણવંતપર મત્સર લાવનાર એવા પાંચાલને, રાજાના હુકમથી આક્રોશ અને તિરસ્કાર પૂર્વક લોકોએ નગર બહાર કહાડો, ત્યારે બંધુ સમાન સુંદર સ્નેહ ધરાવનાર અને મહાવિદ્યા છતાં મદરહિત એવા પાદલિપ્ત ગુરૂએ સન્માનપૂર્વક તેને બચાવ્યા. હવે શ્રાવકે અને મુનિઓની દીક્ષાની સાથે દેવતાઓની અને જિનબિંબની પ્રતિષ્ઠા તથા ઉત્થાપના છે, માટે શાસ્ત્રોક્ત વિધિથી જાણીને આચાર્યોએ એ કામ કરવું જોઈએ. ત્યાં પાદલિપ્તાચાર્યે કૃપાને વશ થઈ નિવણ કલિકા શાસ્ત્ર બનાવ્યું, તથા પ્રશ્નપ્રકાશ નામે જયોતિ: શાસ્ત્ર રચ્યું કારણકે લાભાલાભાદિક પ્રશ્નોમાં સિદ્ધનો આદેશ પ્રવર્તે છે. એક વખતે પિતાનું આયુષ્ય જાણીને નાગાર્જુનની સાથે પાદલિપ્ત ગુરૂ વિમલાચલ પર આવ્યા અને ત્યાં તેમણે શ્રીયુગાદીશને વંદન કર્યું, પછી સમ * સંવેગના નિધાન એવા તે સિદ્ધક્ષેત્રના શિખર પર સિદ્ધશિલા સમાન એક શ્રેષ્ઠ શિલા આગળ ગયા. ત્યાં આદર પૂર્વક અનશન આદરી, આસન લગાવી ચંદ્રમાં સમાન નિર્મળ ધર્મધ્યાનરૂપ જળથી રાગાદિક અગ્નિને શમાવતાં મન, વચન અને કાયાની ચેષ્ટાઓને સર્વ પ્રકારે અટકાવી, ધ્યાનથી પિતના અંત:કરણની સ્થિતિને સ્થિર અને સમાન કરી, બત્રીસ દિવસ સુધી મનને દયાનલીન રાખી, જી ઝુંપડી સમાન દેહનો ત્યાગ કરીને, તેજસ્વી અને રાજાઓને માનનીય એવા શ્રી પાદલિપ્તસૂરિ બીજા દેવલોકમાં ઇદ્ર–સામાનિક દેવતા થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust