________________ શ્રી પાદલિપ્તસૂરિ-ચરિત્ર. ભાગથી નીચે પડતાં તેના ઢીંચણને વાગ્યું, એવામાં રક્ત વ્યાપ્ત ત્રણથી વહેતી તેની જંઘા આચાર્ય મહારાજના જોવામાં આવી. એટલે ગુરૂએ તેને કહ્યું કેઅહા ! ગુરૂ વિના પાદપ શું સિદ્ધ થયે? ત્યારે તે હસીને કહેવા લાગ્ય–ગુરૂ વિના સિદ્ધિ ન થાય, પરંતુ આ તે મેં મારા બુદ્ધિબળની પરિક્ષા કરી.” આ તેના સત્યથી પ્રસન્ન થયેલા પાદલિપ્ત સૂરિ બોલ્યા કે—“હે ભદ્ર! સાંભળ, હું તારી એ રસસિદ્ધિ કે શુશ્રુષાથી સંતુષ્ટ થયા નથીપણ તારા પ્રજ્ઞાબળથી મને સંતોષ થયો છે, કારણ કે પાદપ્રક્ષાલનથી વસ્તુઓના નામ કેણ જાણું શકે? માટે હું તને વિદ્યા આપીશ, પણ તું મને ગુરૂદક્ષિણામાં શું આપીશ?” ત્યારે નાગાર્જુને કહ્યું કે –“હે ભગવદ્ ? આપ જે ફરમાવે, તે આપવાને હું તૈયાર છું.” એટલે આચાર્ય બાલ્યા–“તું વિદ્યા સિદ્ધ થાય, તેથી મારા મનને સંતોષ છે. તને સત્ય અને પચ્ચે કહીશ. માટે આ ગાથા સાંભળ: હીર નાતે, નહિતર વિસાવદુ જ્ઞાન Gરેય મમરો, કામયક્ષેત્રે તુમુઠ્ઠ પામે છે ? . એટલે—“ફણીંદ્રરૂપ લાંબા વાળવાળા, પર્વતરૂપ કેસરા અને દિશારૂપ અનેક પત્રવાળા એવા જગતરૂપ પદ્ધપર મોહ પામેલ કાલરૂપ ભ્રમર મનુષ્યરૂપ મકરંદનું પાન કર્યા કરે છે.' માટે વિશ્વને હિતકારી એવા જિનધર્મને તું આશ્રય લે.” ગુરૂના એ વચનને તેણે સ્વીકાર કર્યો. એટલે આચાર્ય બોલ્યા-કાંજી અને ચોખાના નિર્મળ ધોવણ જળથી ઔષધે ઘુંટીને પગે લેપ કર, કે જેથી તું આકાશગામી થાય.” એમ સાંભળતાં નાગાર્જુને તે પ્રમાણે કર્યું, અને તેથી ગરૂડની જેમ આકાશમાગે ઉડીને તે યથેચ્છ સ્થાને જવા લાગ્યું; પછી કૃતજ્ઞ વિદ્યાસિદ્ધ એવા તેણે શત્રુંજય પર્વતની તળેટીમાં જઈને પાદલિપ્ત નામે નગર વસાવીને પોતાના ગુરૂના નામ ઉપરથી સ્થાપન કર્યું, અને પર્વતની ઉપર તે સિદ્ધ સાહસિકે વીર પ્રતિમાથી અધિષ્ઠિત ચૈત્ય કરાવ્યું, ત્યાં ગુરુમૂર્તિને સ્થાપના કરી અને ગુરૂમહારાજને બોલાવીને તેણે બીજા પણ જિનબિંબોની ત્યાં પ્રતિષ્ઠા કરાવી. શ્રી પાદલિપ્ત સૂરિએ વીરપ્રભુની સમક્ષ બે ગાથાથી શ્રેષ્ઠ સ્તુતિ કરી, અને કહ્યું કે–એ ગાથાથી સુવર્ણસિદ્ધિ અને આકાશગામીની વિદ્યા અત્યંત ગુપ્ત રહેશે, તે આજકાલના નિર્ભાગી મનુષ્ય જાણી શકવાના નથી.” 1. જે હાલ પાલીતાણું નામથી મેજુદ છે. . . . . : : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust