________________ શ્રી પ્રભાવક ચરિત્ર. માર મારે.” ત્યારે રાજસેવકેએ તે પ્રમાણે કર્યું, પણ આચાર્યને તે મારની કંઈ ખબરજ ન પડી. એવામાં તરત નગર અને અંત:પુરમાં કોલાહલ જાગે અને કંચુકીઓ પિકાર કરતા, રાજા પાસે આવીને કહેવા લાગ્યા કે –“હે સ્વામિનું ! અમારું રક્ષણ કરો. પત્થર અને લાકડીવતી કરેલા અદષ્ટ પ્રહારોથી કોઈએ સમસ્ત અંત:પુરને જર્જરિત કરી નાખેલ છે.” એમ સાંભળતાં રાજા ચિંતવવા લાગ્યા કે–આ અવશ્ય કેઈવિદ્યાસિદ્ધ પુરૂષ છે. તેથી પ્રહારો અંત:પુરમાં ચલાવે છે અને પિતાને બચાવ કરે છે, માટે એ મારે માનનીય છે.” એમ ધારી અધિષ્ઠાયક દેવની જેમ રાજાએ મધુર વચનથી આચાર્યને શાંત કર્યા, ત્યારે કપટનાટક બતાવતા આયખપુટાચાર્ય જાગ્રત થઈને ઉડ્યા ત્યાં જમીન સુધી મસ્તક નમાવીને રાજાએ તમને નમસ્કાર કર્યો. પછી આચાયે યક્ષને કહ્યું કે –“હે યક્ષ ! તું મારી સાથે ચાલ.” ત્યારે તે સાથે ચાલ્યો અને તેની પાછળ પાછળ બીજી પણ દેવમૂર્તિઓ આવવા લાગી. વળી એક હજાર પુરૂષ ચલાવી શકે એવી પત્થરની ત્યાં બે કુંડી પડી હતી, તેને પણુ ગુરૂએ પિતાની પાછળ ચલાવી, એવી રીતે કૌતુકથી તેમને પ્રવેશત્સવ થ. એમ આચાર્યના અદ્દભૂત પ્રભાવને જોઈ રાજા અને લેકે પણ જિનશાસનના ભક્ત થયા, જેથી શાસનને મહિમા વૃદ્ધિ પામ્યો. છેવટે રાજાની વિનંતિથી શાંત થયેલા સૂરિએ યક્ષને તેના સ્થાને કર્યો અને બે કુંડી ત્યાં જ રહેવા દીધી.. એવામાં ભરૂચ નગરથી બે મુનિ આવ્યા. તેમણે આચાર્યને વંદન કરીને નિવેદન કર્યું છે કે –“હે ભગવાન્ ! શ્રી સંઘે અમને તમારી પાસે મોકલ્યા છે. આપના ભાણેજ શિષ્ય બલાત્કારથી તે ખોપરી ઉઘાડી અને તેમાંથી એક પત્ર કહાડીને અટકાવ્યા છતાં તેણે તે વાંચ્યું. એટલે તેમાં પાઠસિદ્ધ આકૃષિ-મહાવિદ્યા તેને પ્રાપ્ત થઈ. તે વિદ્યાના પ્રભાવથી શ્રેષ્ઠ આહાર લાવીને તેને ગૃદ્ધિપૂર્વક સ્વાદ લે છે. ત્યાં સ્થવિરેએ તેને શિખામણ આપી, ત્યારે ક્રોધથી તે પોતે બદ્ધ સાધુઓ પાસે ચાલ્યો ગયો છે. તે ભેજનમાં અત્યંત આસક્ત અને પોતાની વિદ્યાથી ભારે - ગર્વિષ્ટ બને છે. વિદ્યાના પ્રભાવથી આકાશમાગે ગયેલા પાત્રો શ્રાવકેના ઘરથી આહાર પૂર્ણ થઈને આવે છે. તે પાત્રની આગળ એક મોટું પાત્ર શ્રાવકોના ઘરે જાય છે તેને શ્રેષ્ઠ આસન પર સ્થાપન કરીને અન્ય પાત્રથી ભરવામાં આવે છે. આ પ્રભાવ જોઈને શ્રાવકો પણ તેના પ્રત્યે આદર બતાવવા લાગ્યા છે. તો હે પ્રભો! આપ ત્યાં સત્વર આવીને એ શાસનની થતી હીલનાને અટકાવે.” એ વૃત્તાંત સાંભળતાં આ ખટાચાર્ય ગુડશસ્ત્ર નગરથી ભગુકચ્છમાં આવ્યા, પછી ભુવન શિષ્ય જ્યારે પાત્રો શ્રાવકોના ઘરે મોકલ્યા, ત્યારે આચાર્યો આકાશમાં અધવચ એક અદશ્ય શિલા વિકુવી એટલે તે આવતા પાત્રો બધાં ભાંગીને ભૂક થઈ ગયાં એ ચિન્હથી ગુરૂને ત્યાં આવેલ જાણુને ભયભીત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust