________________ શ્રી પાદાલસરિ ચરિત્ર. (49) જ્યાં મુરંડ નામે રાજા રાજ્ય કરતા હતા. એક વખતે કઈ પુરૂષે ગેળાકારે ગુંથેલ, આશ્ચર્યકારક અને તંતુઓ મેળવીને તેના પ્રાંત ભાગ ગુપ્ત કરી દીધેલ એ દડો રાજાને ભેટ કર્યો. એટલે રાજાએ પ્રજ્ઞાની પરીક્ષા કરવાના હેતુથી તે દડે પાદલિસ ગુરૂ પાસે મોકલ્યા. ત્યારે તાત્કાલિક બુદ્ધિના પ્રભાવે આચાર્યો તેને બરાબર મીણથી મેળવેલ જોઈને ઉષ્ણ જળમાં આછોટતાં તેના તંતુને પ્રાંત ભાગ મેળવ્યો, પછી તેને છુટો કરીને તે રાજા પાસે પાછો મોકલ્યો. એ વાત જાણીને રાજા ચમત્કાર પામ્યો. પોતાની પ્રજ્ઞાથી તત્ત્વને જણાવનાર એવી કળાઓથી કે વશ ન થાય? પછી રાજાએ ગંગાતીરના વૃક્ષની એક યષ્ટિકા બંને બાજુ બરાબર પાલીસ કરાવી, તેનું મૂળ અને અગ્ર ભાગ જાણવાને માટે ગુરૂને મેકલી, એટલે તેને જળમાં નાખતાં મૂળ વજનદાર હોવાથી પાણીમાં ડૂબી ગયું. એમ મૂલ અને અગ્ર ભાગ એળખીને તેમણે તે રાજાને પાછી મોકલાવી. વળી જ્યાં સાંધા જાણ વામાં ન આવે તેવી એક ડાબલી રાજાએ ગુરૂને મેકલી. ત્યારે ગરમ પાણીમાં નાખતાં તે ઉઘાડીને તેમણે રાજાને આશ્ચર્ય પમાડ્યું. પછી પાદલિતાચા તંતુઓથી ગુંથેલ અને માંસની પેશી સમાન ગેળ તુંબડુ રાજસભામાં મોકલ્યું. ત્યાં કે તેને છુટું કરી ન શક્યું, તેથી મૂકી દેવામાં આવ્યું. ત્યારે અન્ય લેકે કહેવા લાગ્યા કે–એમાંનું ગુંથણ તે તે ગુરૂ વિના અન્ય કેઈ છુટું કરી શકાશે નહિ.” એટલે રાજાએ ગુરૂને બોલાવતાં તેમણે આવીને તે તરત છુટું કરી આપ્યું. આથી આશ્ચર્યચકિત થયેલ રાજા ચિંતવવા લાગ્યું કે–આવા કુહેતુથી આ બાલસૂરિ રમાડવા લાયક છે. પરંતુ હું ધારું છું કે કેસરીની જેમ એ બાળક અધૃષ્ય છે. કારણ કે " તેજમાં વયનું કોઈ કારણ નથી” એ પૂર્વનું વચન સત્ય ઠરે છે. કારણ કે સિંહના નાના બચ્ચાંને પણ યજ્ઞમાં લાવવાની કેણ ઉમેદ કરે ? એકદા રાજને શિવેદના જાગી. એટલે તેણે પ્રધાન પુરૂષો મેકલીને ગુરૂને વિનંતિ કરી. કારણ કે છીંક કે ખાંસી નષ્ટ થતાં સૂર્યનું સ્મરણ થાય છે. પછી ગુરૂએ ત્રણ વાર પોતાના ઢીંચણ પર તર્જની આંગળી ફેરવી, જેથી રાજાની વેદના શાંત થઈ. તે પ્રભુને શું દુષ્કર હોય? કારણ કે" . " ગહ નહ પણ ગાશુમિ મહેફામ' तह तह सिसिरवियणा पणस्सइ मुरंडरायस्स" // 1 // * મંત્ર રૂપ આ ગાથા બોલતાં જેના શિરને સ્પર્શ કરવામાં આવે તે અદ્યાપિ તેની શિવેદના શાંત થાય, તે અતિ દુર્ધર હોય, છતાં નષ્ટ થાય છે. એ પ્રમાણે તાત્કાલિક ઉપકારથી રાજાનું અંત:કરણ આચાર્ય પ્રત્યે આક IIIIIIII P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust