________________ (24) શ્રી પ્રભાવક ચરિત્ર. ગુરૂ બેલ્યા–આ અસાધારણ પુણ્ય તમારેજ ઉપાર્જન કરવાનું છે પણ અમારા સ્વજનો કાંઈ તેમાં ભળવાના નથી.” એમ સાંભળતાં પુરોહિત મુનિએ કહ્યું- જે મોટું પુણ્ય પ્રાપ્ત થતું હોય, તો હું વહન કરૂં.’ ત્યારે ગુરૂ બાલ્યા–“ભલે, એમ કરે, પણ મારું એક વચન સાંભળો–એને દહન કરતાં ઉપસર્ગો થાય તેમ છે. તે હું એવા દુષ્કર કામમાં મારા પિતાને કેમ અનુજ્ઞા આપું ? વળી ઉપસર્ગોમાં જે ક્ષેભ થાય, તે અમને અમંગળ થાય; એમ સમજી જે હવે તમને ઉચિત લાગે તો તે સમાધિપૂર્વક આચર.” એમ સાંભળતાં સેમદેવ મુનિ કહેવા લાગ્યા–“હું તે અવશ્ય વહન કરીશ. શું હું નિ:સત્વ કે દુર્બળ છું? માટે એ મુનિઓથી મને કઈ રીતે અલગ ન કરે. પૂર્વે મેં વેદમંત્રોથી સમસ્ત રાજ્ય, દેશ અને રાજાના વિઘોનો વિનાશ કર્યો છે. પછી પાલખીમાં રહેલ શબને ખંભે ઉપાડતાં પૂર્વે શીખવી રાખેલ બાળકોએ પુશહિતનું વસ્ત્ર ખેંચી લીધું. આથી તે મનમાં દુભાયા છતાં પુત્રને વિન્ન થવાના ભયથી તેણે અધવચ ન મૂક્યું, પણ નિયત કરેલ નિર્જીવ સ્થાને મૂકીને તે એકદમ પાછા વળ્યા. ત્યાં ગુરૂએ પૂછ્યું- હે તાત ! તમે નગ્ન કેમ?” ત્યારે તેણે જવાબ આપ્યો “ઉપસર્ગ થયો. તમારું વચન અન્યથા ન થાય પણ તે મેં દઢતાથી સહન કરેલ છે.” એમ બોલતા પુરોહિત મુનિને આચાર્ય કહેવા લાગ્યા કે—તે એક લાંબું અને વિશાળ વસ્ત્ર લઈ લે.” એટલે તે બોલ્યા–“જે જોવાનું હતું, તે જોઈ લીધું, આપણે પરિગ્રહ કે? માટે હવે નગ્નાવસ્થાજ ભલે રહી.” એ પ્રમાણે પ્રપંચ રચીને ગુરૂએ તેને ગર્વ છોડાવ્યો, તથાપિ તે પુરોહિતના મનને ભિક્ષામાં જોડી ન શક્યા. તેમણે અનેકવાર વિવિધ ઉપાયથી સમજાવ્યા છતાં તેણે પોતાનો આગ્રહ તો નહિ. આથી આચાર્ય મહારાજે વિચાર કર્યો કે –“કદાચ અમારું આયુષ્ય ક્ષીણ થઈ જાય , તે આ વૃદ્ધ મુનિને નિતાર શી રીતે થશે? માટે એ ભિક્ષા લેતા થાય, તેમ કરૂં.” એમ ધારી તેમણે એકાંતમાં મેટા મુનિઓને આજ્ઞા કરી કે– તમારે એ વૃદ્ધ મુનિને આહાર ન આપવો પણ એકલા બેસીને આહાર કરી લેવો.” આ તેમને આદેશ જે કે મુનિઓના મનને ગમ્યું નહિ, તથાપિ તેમણે ગુરૂવચન માન્ય રાખ્યું. માટે ગુરૂવચનમાં અચલ શ્રદ્ધા રાખનાર મહાપુરૂષોને વારંવાર નમસ્કાર થાઓ. પછી એક વખતે આચાર્ય મહારાજે અન્યત્ર વિહાર કર્યો. એટલે મંડળીના મુનિઓએ તે વૃદ્ધ મુનિને નિમંત્રણ ન કર્યું. બે દિવસ પછી ગુરૂ આવ્યા અને તેમણે પુહિત મુનિને કુશળતાપૂછી ત્યારે તે કેપ બતાવતા બોલ્યા–હે વત્સ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust