________________ શ્રીકાલકસૂરિ ચરિત્ર (37) પવિત્ર મૂર્તિને ધારણ કરતા એ ગુણાકરસૂરિ ધર્મોપદેશ આપી રહ્યા છે. તે આપણે એ બગીચામાં વિસામો પણ લઈએ અને એમના વચનામૃતનું પણું પાન કરીએ. એટલે– ભલે, એમ થાઓ” એ પ્રમાણે બોલતાં રાજકુમારે મંત્રીનું વચન માન્ય કર્યું અને સર્વ પરિવારને આજ્ઞા કરીને પોતે ઉદ્યાનમાં આવ્યા, ત્યાં ગુરૂને વંદન કરીને તે ચગ્ય સ્થાને બેઠે. એટલે જ્ઞાનના ઉપયોગથી તેની રેગ્યતા જાણીને ગુરૂ મહારાજે વિશેષથી ધર્મવ્યાખ્યાન શરૂ કર્યું - ધર્મ, દેવ અને ગુરૂ એ ત્રણ તો બરાબર સમજીને તેને આશ્રય કરે, તેમાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ રાત્રયના વિચારયુક્ત તથા જીવદયા જેમાં પ્રધાન છે, તે ધર્મ. સર્વજ્ઞ જિનેશ્વર તે દેવ. તથા સર્વ પ્રકારના સંગરહિત, રાગ, દ્વેષને ભેદનાર તથા બ્રહ્મચારી તે ગુરૂ. ધર્મના બે પ્રકારમાં પ્રથમ યતિધર્મ તે પંચ મહાવ્રત યુક્ત, સાધુઓના સંયમરૂપ, દશ પ્રકારના સંસ્કારથી વિભૂષિત અને સર્વ કર્મને ભેદનાર છે, એકચિત્તે એક દિવસ પણ એ ધર્મનું આરાધન કરવાથી મનુષ્ય મેક્ષ અથવા વૈમાનિક દેવપણને અવશ્ય પામે છે. વળી બીજે ગૃહસ્થ ધર્મ તે શ્રાવકના બાર વ્રતયુક્ત હોય છે. એ ધર્મ દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારથી સમસ્ત રીતે કલ્યાણકારી છે. સમ્યક્ પ્રકારે એનું આરાધન કરવાથી મનુષ્યને કાલાંતરે એ મોક્ષદાયક થાય છે. એક જિન વચન પણ પ્રાણને સંસારસાગરથી પાર પાડવા માટે નાવ સમાન થાય છે.” ગુરૂ મહારાજના મુખથી એ સાંભળતાં રાજકુમાર બેલ્યો-“હે ભગવન ! તમે દીક્ષાને સાક્ષાત શૈકા તુલ્ય બતાવી તે એગ્ય છે. એને આશ્રય લઈને હું અજ્ઞાનસમુદ્રના કિનારા રૂપ મોક્ષને સત્વર મેળવીશ.” ત્યારે ગુરૂ બેલ્યા–“તારા માતપિતાની અનુમતિ મેળવ્યા પછી આવીને તું તારા એ મને રથને સિદ્ધ કર.” પછી અત્યાદા પૂર્વક કાલક રાજકુમાર પિતાના માબાપની અનુજ્ઞા મેળવીને પોતાની બહેન સહિત તે ગુરૂ મહારાજ પાસે આવ્યો. એટલે ગુરૂ મહારાજે પિતાના હાથે બહેન સહિત તેને દીક્ષા આપી. પછી પોતાના પ્રજ્ઞાતિશયથી કાલકમુનિ અલ્પ કાળમાં સર્વ શાસ્ત્ર શીખી ગયા. એટલે ગુરૂ મહારાજે તેને યોગ્ય જાણુને પિતાના પદે સ્થાપન કર્યા અને પોતે શ્રીમાન ગુણાકરસૂરિએ પરભવની સાધના કરી. હવે શ્રીમાન કાલકસૂરિ વિહાર કરતા એકદા ઉજજયિની નગરીમાં આવ્યા અને ત્યાં બાહ્ય આરામમાં રહ્યા. મેહાંધકારમાં મગ્ન થયેલા ભવ્યાત્મએને સમ્યફ અર્થ બતાવવામાં મણિદીપકની જેમ સમર્થ હતા.. . તે નગરીમાં મહાબલિષ્ઠ એવો ગદલિલ નામે રાજા હતા. તે કોઈવાર નગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust